મુખ્ય સામગ્રી પર જાઓ

Prayer વિશે બાઇબલની કલમો

720 કલમો · 120 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. પ્રભાત થતાં પહેલા મેં સહાયને માટે પ્રાર્થના કરી. મને તમારાં વચનોની આશા છે.

  2. તમારી કૃપા પ્રમાણે મારી વાણી સાંભળો; હે યહોવાહ, તમારાં ન્યાયવચનો પ્રમાણે મને જિવાડો.

  3. મારી વિપત્તિ સામું જુઓ અને મને સહાય કરો, કેમ કે હું તમારો નિયમ ભૂલતો નથી.

  4. મને મદદ કરવા તમારો હાથ તૈયાર થાઓ, કારણ કે મેં તમારાં શાસનોને અનુસરવાનું પસંદ કર્યું છે.

  5. હે યહોવાહ, હું તમારા તરફથી મળતા ઉદ્ધારને માટે અભિલાષી છું અને તમારો નિયમ એ જ મારો આનંદ છે.

  6. મારા આત્માને જિવાડો જેથી હું તમારી સ્તુતિ કરી શકું; તમારાં ન્યાયવચનો મને મદદરૂપ થાઓ.

  7. હું ભૂલા પડેલા ઘેટાંની જેમ ભટકી ગયો છું; તમારા સેવકને શોધી કાઢો, કારણ કે હું તમારી આજ્ઞાઓને ભૂલ્યો નથી.

  8. મારા સંકટમાં મેં યહોવાહને પોકાર કર્યો અને તેમણે મને ઉત્તર આપ્યો.

  9. સિયોનને ધિક્કારનારા બધા અપમાનિત થાઓ અને પાછા ફરો.

  10. હે યહોવાહ, ઊંડાણોમાંથી મેં તમને પોકાર કર્યો.

  11. હે પ્રભુ, મારો અવાજ સાંભળો; મદદ માટેની મારી પ્રાર્થના પર તમારા કાન ધરો.

  12. હે યહોવાહ, જો તમે દુષ્ટ કામો ધ્યાનમાં રાખો, તો, હે પ્રભુ, તમારી આગળ કોણ ઊભો રહી શકે?

  13. મેં તમને પ્રાર્થના કરી, તે જ દિવસે તમે મને ઉત્તર આપ્યો; તમે મારા આત્માને ઉત્તેજન આપીને બળવાન કર્યો છે.

  14. મને ઘેરો ઘાલનારામાં જેઓ મુખ્ય છે; તેઓના હોઠોથી કરવામાં આવેલો અપકાર તેમના પોતાના ઉપર આવી પડો.

  15. ધગધગતા અંગારા તેમના મસ્તક પર પડો; તેઓને અગ્નિમાં ફેંકી દેવામાં આવે; એવા ઊંડા ખાડાઓમાં નાખવામાં આવે કે જ્યાંથી તેઓ કદી બચી શકે નહિ.”

  16. હે યહોવાહ, હું તમને વિનંતિ કરું છું; તમે મારી પાસે ઉતાવળથી આવો. જ્યારે હું તમને પોકારું ત્યારે મારું સાંભળો.

  17. મારી પ્રાર્થના તમારી સંમુખ ધૂપ જેવી થાઓ; મારા ઊંચા થયેલા હાથો સંધ્યાકાળના અર્પણ જેવા થાઓ.

  18. હું મોટા અવાજે યહોવાહને વિનંતિ કરું છું; ઊંચે સ્વરે હું યહોવાહને વિનંતી કરું છું.

  19. તેમની આગળ મારું દુઃખ ઠાલવું છું; હું તેમની આગળ મારી મુશ્કેલીઓ પ્રગટ કરું છું.

  20. હે યહોવાહ, મારી પ્રાર્થના સાંભળો; મારા કાલાવાલા પર ધ્યાન આપો. તમારી સત્યતાથી અને ન્યાયીપણાથી મને ઉત્તર આપો!

  21. મને સવારે તમારી કૃપા અનુભવવા દો; કારણ કે હું તમારા પર ભરોસો રાખું છું. જે માર્ગે મારે ચાલવું જોઈએ તે મને બતાવો, કારણ કે હું મારું જીવન તમારા હાથોમાં મૂકું છું.

  22. હે યહોવાહ, તમારા નામને માટે મને જિવાડો; તમારા ન્યાયીપણાથી મારો જીવ મુશ્કેલીમાંથી બચાવો.

  23. તમારી કૃપાથી તમે મારા શત્રુઓનો નાશ કરો; અને મારા આત્માને સતાવનારાઓનો સંહાર કરો; કારણ કે હું તમારો સેવક છું.

  24. વીજળી ચમકાવો અને મારા શત્રુઓને વિખેરી નાખો; તમારાં બાણ છોડીને તેઓને હરાવી દો.

  25. જેઓ પ્રામાણિકપણે તેમને મદદ માટે પોકારે છે, તેઓની સાથે યહોવાહ રહે છે.