Skip to content

Despondency વિશે બાઇબલની કલમો

79 કલમો · 1 પાસું

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. તેમણે પોતાના ભાથાનાં બાણ મારા અંતઃકરણમાં માર્યા છે.

  2. હું મારા લોકો સમક્ષ હાંસીપાત્ર થયો છું અને તેઓ આખો દિવસ મને ચીડવતાં ગીતો ગાય છે.

  3. તેમણે મને કડવી વેલથી ભરી દીધું છે અને મને કટુઝેરથી ભરી દીધો છે.

  4. વળી તેમણે મારા દાંત કાંકરાથી ભાંગી નાખ્યા છે; તેમણે મને રાખથી ઢાંકી દીધો છે.

  5. તમે મારો જીવ સુખશાંતિથી દૂર કર્યો છે; સમૃદ્ધિ શું છે તે હું ભૂલી ગયો છું.

  6. તેથી મેં કહ્યું, “મારું બળ ખૂટી ગયું છે, એટલે યહોવાહ તરફથી મારી આશા નષ્ટ થઈ ગઈ છે!”

  7. મારું કષ્ટ તથા મારું દુઃખ, મારી કટુતા તથા કડવાશનું સ્મરણ કરો!

  8. મારો જીવ તેમનું સ્મરણ કરીને મારામાં દીન થઈ ગયો છે.

  9. પણ હું તેનું મારા હૃદયમાં સ્મરણ કરું છું; મારે મને આશા છે.

  10. તેણે કહ્યું, “મારી વિપત્તિ સંબંધી મેં ઈશ્વરને વિનંતી કરી, અને તેમણે મને જવાબ આપ્યો; શેઓલના ઊંડાણમાંથી સહાયને માટે મેં પોકાર કર્યો! અને મારો અવાજ સાંભળ્યો.”

  11. “હે પ્રભુ તમે મને સમુદ્રના ઊંડાણમાં ફેંક્યો હતો, મારી આસપાસ પાણી હતા; તેના સર્વ મોજાં અને છોળો, મારા પર ફરી વળ્યાં.”

  12. અને મેં કહ્યું, “મને તમારી નજર આગળ ફેંકી દેવામાં આવ્યો છે; તોપણ હું ફરીથી તમારા પવિત્ર સભાસ્થાન તરફ જોઈશ.’

  13. મને અફસોસ છે! કેમ કે ઉનાળાંનાં ફળ વીણી લીધા પછીની જેવી સ્થિતિ, એટલે દ્રાક્ષો વીણી લીધા પછી બચી ગયેલી દ્રાક્ષો જેવી મારી સ્થિતિ છે: ત્યાં ફળની ગુચ્છાઓ મળશે નહિ, પ્રથમ અંજીર જેને માટે હું તલસું છું તે પણ નહિ મળે.

  14. પૃથ્વી પરથી ભલા માણસો નાશ પામ્યા છે, મનુષ્યોમાં કોઈ પ્રામાણિક રહ્યો નથી; તેઓ બીજાનું લોહી વહેવડાવવા માટે તલપી રહ્યા છે, તેઓ જાળ નાખીને પોતાના ભાઈઓનો શિકાર કરે છે.

  15. તેઓના હાથો નુકસાન કરવામાં ઘણાં કુશળ છે. સરદારો પૈસા માગે છે, ન્યાયાધીશો લાંચ માટે તૈયાર છે, બળવાન માણસ પોતાના મનનો દુષ્ટ ભાવ પ્રગટ કરે છે. તેઓ ભેગા મળીને ષડ્યંત્ર રચે છે.

  16. તેઓમાંનો જે શ્રેષ્ઠ છે તે કાંટા ઝાંખરા જેવો છે; જે સૌથી વધારે પ્રામાણિક છે તે કાંટાની વાડ જેવો છે, તારા ચોકીદારે જણાવેલો દિવસ એટલે, તારી શિક્ષાનો દિવસ આવી ગયો છે. હવે તેઓની ગૂંચવણનો દિવસ આવી પહોંચ્યો છે.

  17. કોઈ પડોશીનો વિશ્વાસ કરીશ નહિ, કોઈ મિત્ર ઉપર આધાર રાખીશ નહિ, તું જે બોલે તે વિષે સાવધાન રહે એટલે જે સ્ત્રી તારી સાથે સૂએ છે તેનાથી પણ સંભાળ.

  18. કેમ કે દીકરો પોતાના પિતાનો આદર કરતો નથી. દીકરી પોતાની માની સામે થાય છે, વહુ પોતાની સાસુની સામે થાય છે; માણસનાં શત્રુઓ તેના પોતાના જ ઘરનાં માણસો છે.

  19. પણ હું તો યહોવાહ તરફ જોઈશ, હું મારા ઉદ્ધાર કરનાર ઈશ્વરની રાહ જોઈશ; મારા ઈશ્વર મારું સાંભળશે.

  20. પણ તે કહેશે કે, હું તમને કહું છું કે, તમે ક્યાંનાં છો એ હું જાણતો નથી; હે અન્યાય કરનારાઓ, તમે લોકો મારી પાસેથી દૂર જાઓ.

  21. જયારે તમે ઇબ્રાહિમને, ઇસહાકને, યાકૂબને અને બધા પ્રબોધકોને ઈશ્વરના રાજ્યમાં જોશો, અને પોતાને બહાર કાઢી મૂકેલા જોશો, જ્યાં રડવું અને દાંત પીસવું થશે.

  22. કેમ કે એવા દિવસો આવશે કે જેમાં તેઓ કહેશે કે, જેઓ નિ:સંતાન છે તથા જેઓને પેટે કદી સંતાન થયું નથી, અને જેઓએ કદી સ્તનપાન કરાવ્યું નથી, તેઓ આશીર્વાદિત છે.’”

  23. ત્યારે તેઓ પહાડોને કહેશે કે, ‘અમારા પર પડો’; અને ટેકરીઓને કહેશે કે, અમને ઢાંકી દો.’”

  24. વળી આકાશ વાળી લીધેલા ઓળિયાની જેમ અદ્રશ્ય થઈ ગયું; દરેક પહાડ તથા બેટને તેમની જગ્યાએથી ખસેડવામાં આવ્યા.

  25. ¶ દુનિયાના રાજાઓ, મોટા માણસો, સેનાપતિઓ, શ્રીમંતો, પરાક્રમીઓ તથા દરેક દાસ તથા સ્વતંત્ર, એ તમામ લોકો ગુફાઓમાં તથા પહાડોના ખડકોને પાછળ સંતાઈ ગયા;