મુખ્ય સામગ્રી પર જાઓ

circa 1010–970 BC

The Reign of David

David unites the tribes, conquers Jerusalem, and establishes Israel's golden age—even through deep personal failure.

1,230 કલમો · 2 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. 1 કાળવ્રત્તાંત ૨૬:૧૩આશરે ઈ.પૂ. ૧૦૧૫

    તેઓએ નાનાએ તેમ જ મોટાએ પોતાના કુટુંબો પ્રમાણે દરેક દરવાજાને માટે ચિઠ્ઠીઓ નાખી.

  2. 1 કાળવ્રત્તાંત ૨૬:૧૪આશરે ઈ.પૂ. ૧૦૧૫

    પૂર્વ તરફની ચિઠ્ઠી શેલેમ્યાની નીકળી. ત્યાર બાદ તેનો પુત્ર ઝખાર્યા જે બુદ્ધિમાન મંત્રી હતો તેને માટે તેઓએ ચિઠ્ઠીઓ નાખી. અને તેની ચિઠ્ઠી ઉત્તર તરફની નીકળી.

  3. 1 કાળવ્રત્તાંત ૨૬:૧૫આશરે ઈ.પૂ. ૧૦૧૫

    ¶ ઓબેદ-અદોમની દક્ષિણ તરફના દરવાજાની અને તેના પુત્રોની ચીઠ્ઠી ભંડારના દરવાજાની નીકળી.

  4. 1 કાળવ્રત્તાંત ૨૬:૧૬આશરે ઈ.પૂ. ૧૦૧૫

    શુપ્પીમ તથા હોસાની ચિઠ્ઠી પશ્ચિમ તરફના દરવાજાની એટલે ચઢતા ઢોળાવની સડક ઉપર આવેલા શાલ્લેખેથ દરવાજા પાસેની સામસામી બીજી ચોકીના દરવાજાની નીકળી.

  5. 1 કાળવ્રત્તાંત ૨૬:૧૭આશરે ઈ.પૂ. ૧૦૧૫

    ¶ પૂર્વ તરફના દરવાજે રોજ છ લેવીઓ હાજર રહેતા હતા, તથા ઉત્તર તરફના દરવાજે ચાર, ‘દક્ષિણ તરફના દરવાજે ચાર અને દરેક દરવાજાને માટે બબ્બે.

  6. 1 કાળવ્રત્તાંત ૨૬:૧૮આશરે ઈ.પૂ. ૧૦૧૫

    પશ્ચિમના દરવાજાની ઓસરી તરફ સડક પર ચાર દ્વારપાળો અને ઓસરી તરફ બે દ્વારપાળો હતા.

  7. 1 કાળવ્રત્તાંત ૨૬:૧૯આશરે ઈ.પૂ. ૧૦૧૫

    કોરાહી તથા મરારીના વંશજોને દ્વારપાળો તરીકેનું કામ વહેંચી આપવામાં આવ્યું હતું.

  8. 1 કાળવ્રત્તાંત ૨૬:૨૦આશરે ઈ.પૂ. ૧૦૧૫

    ¶ લેવીઓ પૈકી અહિયા ઈશ્વરના ભક્તિસ્થાનના ભંડારો તથા અર્પિત વસ્તુઓના ભંડાર પર હતો.

  9. 1 કાળવ્રત્તાંત ૨૬:૨૧આશરે ઈ.પૂ. ૧૦૧૫

    લાદાનના વંશજો: ગેર્શોનના કુટુંબમાં મુખ્ય યહીએલી જે તેમનો આગેવાન હતો.

  10. 1 કાળવ્રત્તાંત ૨૬:૨૨આશરે ઈ.પૂ. ૧૦૧૫

    ઝેથામ અને તેનો ભાઈ યોએલ ઈશ્વરના ભક્તિસ્થાનના ભંડારોની સંભાળ રાખતા હતા.

  11. 1 કાળવ્રત્તાંત ૨૬:૨૩આશરે ઈ.પૂ. ૧૦૧૫

    ¶ આમ્રામીઓ, ઈસહારીઓ, હેબ્રોનીઓ અને ઉઝિયેલીઓમાંથી પણ ટુકડીઓ પસંદ કરવામાં આવી હતી.

  12. 1 કાળવ્રત્તાંત ૨૬:૨૪આશરે ઈ.પૂ. ૧૦૧૫

    મૂસાના પુત્ર ગેર્શોમનો પુત્ર શબુએલ ભંડારો પર કારભારી હતો.

  13. 1 કાળવ્રત્તાંત ૨૬:૨૫આશરે ઈ.પૂ. ૧૦૧૫

    શબુએલનાં ભાઈઓ: એલિએઝેરનો પુત્ર રહાબ્યા, રહાબ્યાનો પુત્ર યશાયા, યશાયાનો પુત્ર યોરામ, યોરામનો પુત્ર ઝિખ્રી, ઝીખ્રીનો પુત્ર શેલોમોથ.

  14. 1 કાળવ્રત્તાંત ૨૬:૨૬આશરે ઈ.પૂ. ૧૦૧૫

    ¶ આ શલોમોથ અને તેના કુટુંબીઓ પવિત્ર વસ્તુઓના જે સર્વ ભંડારો દાઉદ રાજાએ તેના કુટુંબોના આગેવાનોએ, સહસ્રાધિપતિઓએ શતાધિપતિઓએ સૈન્યના સરદારોએ અર્પણ કર્યાં હતા, તેની જવાબદારી સંભાળતા હતા.

  15. 1 કાળવ્રત્તાંત ૨૬:૨૭આશરે ઈ.પૂ. ૧૦૧૫

    તે લોકોએ યુદ્ધ દરમિયાન મળેલી લૂંટમાંનો કેટલોક ભાગ ઈશ્વરનું ભક્તિસ્થાન સમારવા માટે આપ્યો હતો.

  16. 1 કાળવ્રત્તાંત ૨૬:૨૮આશરે ઈ.પૂ. ૧૦૧૫

    જે બધું શમુએલ પ્રબોધકે, કીશના પુત્ર શાઉલે, નેરના પુત્ર આબ્નેરે તથા સરુયાના પુત્ર યોઆબે અર્પણ કર્યું હતું. તથા જે કંઈ બીજા કોઈએ અર્પણ કર્યું હતું. તે સાચવવાનું શલોમોથ અને તેના ભાઈઓના હવાલામાં હતું.

  17. 1 કાળવ્રત્તાંત ૨૬:૨૯આશરે ઈ.પૂ. ૧૦૧૫

    ¶ ઈસહારીઓના વંશજોમાંથી કનાન્યા અને તેના પુત્રો બહારના કામ માટે ઇઝરાયલ પર અધિકારીઓ તથા ન્યાયાધીશો હતા.

  18. 1 કાળવ્રત્તાંત ૨૬:૩૦આશરે ઈ.પૂ. ૧૦૧૫

    હેબ્રોનીઓમાંના હશાબ્યા તથા તેના ભાઈઓ એક હજાર સાતસો શૂરવીર પુરુષો હતા. તેઓ ઈશ્વરના સર્વ કામ માટે તથા રાજાની સેવાની માટે યર્દન પાર પશ્ચિમ તરફના ઇઝરાયલના અધિકારીઓ હતા.

  19. 1 કાળવ્રત્તાંત ૨૬:૩૧આશરે ઈ.પૂ. ૧૦૧૫

    ¶ હેબ્રોનીઓના પિતૃઓના વંશજોના કુટુંબીઓમાં મુખ્ય યરિયા આગેવાન હતો. દાઉદની કારકિર્દીના ચાળીસમાં વર્ષમાં તેઓની ચૂંટણી થઈ અને તેઓમાંના કેટલાક પરાક્રમી પુરુષો ગિલ્યાદમાં આવેલા યાઝેરમાં મળી આવ્યા.

  20. 1 કાળવ્રત્તાંત ૨૬:૩૨આશરે ઈ.પૂ. ૧૦૧૫

    યરિયાના ભાઈઓમાં પરાક્રમી પુરુષો તથા તેઓના કુટુંબોના સરદારોની સંખ્યા બે હજાર સાતસો હતી. તેઓને દાઉદ રાજાએ ઈશ્વર સંબંધી પ્રત્યેક બાબતને માટે તથા રાજાના કામ માટે રુબેનીઓ, ગાદીઓ, તથા મનાશ્શાના અર્ધકુળ પર દેખરેખ રાખવાની જવાબદારી સોંપી.

  21. 1 કાળવ્રત્તાંત ૨૭:૧આશરે ઈ.પૂ. ૧૦૧૫

    ¶ ઇઝરાયલપુત્રોની સંખ્યા, એટલે તેઓનાં કુટુંબોના સરદારો, સહસ્રાધિપતિઓ, શતાધિપતિઓ તથા સૈન્યના અધિકારીઓ, જેઓની ટુકડીઓમાંથી એકેક ટુકડીના સૈનિકો પોતાના નિયતક્રમ પ્રમાણે વર્ષમાં માસવાર ફરજ બજાવતા હતા. તથા જેઓ દરેક બાબતમાં રાજાની સેવા કરતા હતા. દરેક ટુકડીઓમાં તેઓની સંખ્યા ચોવીસ હજારની હતી.

  22. 1 કાળવ્રત્તાંત ૨૭:૨આશરે ઈ.પૂ. ૧૦૧૫

    પહેલા માસને માટે ટુકડીનો ઉપરી ઝાબ્દીએલનો પુત્ર યાશોબામ હતો. તેની ટુકડીમાં ચોવીસ હજાર હતા.

  23. 1 કાળવ્રત્તાંત ૨૭:૩આશરે ઈ.પૂ. ૧૦૧૫

    તે પેરેસના પુત્રોમાંનો હતો. તે પ્રથમ માસની ટુકડીના સર્વ સરદારોનો ઉપરી હતો.

  24. 1 કાળવ્રત્તાંત ૨૭:૪આશરે ઈ.પૂ. ૧૦૧૫

    બીજા માસની ટુકડીનો ઉપરી દોદાય અહોહી હતો. મિક્લોથ બીજા ક્રમે હતો. તેની ટોળીમાં ચોવીસ હજાર માણસો હતા.

  25. 1 કાળવ્રત્તાંત ૨૭:૫આશરે ઈ.પૂ. ૧૦૧૫

    ત્રીજા માસની ટુકડીનો ઉપરી સૈન્યનો આગેવાન યહોયાદા યાજકનો પુત્ર બનાયા હતો. તેની ટુકડીમાં ચોવીસ હજાર પુરુષો હતા.