મુખ્ય સામગ્રી પર જાઓ

circa 1010–970 BC

The Reign of David

David unites the tribes, conquers Jerusalem, and establishes Israel's golden age—even through deep personal failure.

1,230 કલમો · 2 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. 2 શમુએલ ૩:૧૭આશરે ઈ.પૂ. ૧૦૪૮

    ¶ આબ્નેરે ઇઝરાયલના વડીલો સાથે વાતચીત કરીને કહ્યું, “ભૂતકાળમાં તમે દાઉદને તમારો રાજા બનાવવા માટે પ્રયત્ન કરતા હતા.

  2. 2 શમુએલ ૩:૧૮આશરે ઈ.પૂ. ૧૦૪૮

    તો હવે તે કામ કરો, કેમ કે ઈશ્વરે દાઉદ વિષે કહ્યું છે કે, ‘મારા સેવક દાઉદની મારફતે હું મારા ઇઝરાયલી લોકોને પલિસ્તીઓના અને સર્વ શત્રુઓના હાથમાંથી છોડાવીશ.’”

  3. 2 શમુએલ ૩:૧૯આશરે ઈ.પૂ. ૧૦૪૮

    ¶ આબ્નેરે પણ વ્યક્તિગત રીતે બિન્યામીનીઓની સાથે વાત કરી. પછી ઇઝરાયલ તથા બિન્યામીનના આખા કુળને તેઓની જે ઇચ્છા પૂરી કરવી હતી તે વિષે દાઉદને કહેવા સારુ આબ્નેર હેબ્રોનમાં ગયો.

  4. 2 શમુએલ ૩:૨૦આશરે ઈ.પૂ. ૧૦૪૮

    આબ્નેર અને તેના વીસ માણસો દાઉદને મળવા હેબ્રોનમાં આવ્યા, ત્યારે દાઉદે તેઓને ભોજન કરાવ્યું.

  5. 2 શમુએલ ૩:૨૧આશરે ઈ.પૂ. ૧૦૪૮

    ¶ આબ્નેરે દાઉદને જણાવ્યું, “હું ઊઠીને સર્વ ઇઝરાયલીઓને મારા માલિક પાસે એકત્ર કરીશ, કે જેથી તેઓ તારી સાથે કરાર કરે અને તું તારા હૃદયની ઇચ્છા પ્રમાણે બધા પર રાજ કરે.” દાઉદે આબ્નેરને શાંતિથી વિદાય કર્યો.

  6. 2 શમુએલ ૩:૨૨આશરે ઈ.પૂ. ૧૦૪૮

    ¶ પછી દાઉદના સૈનિકો તથા યોઆબ લડાઈ કર્યા પછી પાછા આવ્યા. તેઓ પોતાની સાથે ઘણી લૂંટ લાવ્યા. પણ આબ્નેર દાઉદ સાથે હેબ્રોનમાં ન હતો. કેમ કે દાઉદે તેને વિદાય કરવાથી તે શાંતિથી ગયો હતો.

  7. 2 શમુએલ ૩:૨૩આશરે ઈ.પૂ. ૧૦૪૮

    જયારે યોઆબ અને તેનું આખું સૈન્ય આવ્યું, ત્યારે તેઓએ યોઆબને કહ્યું, “નેરનો દીકરો આબ્નેર રાજા પાસે આવ્યો હતો અને રાજાએ તેને વિદાય કર્યો અને આબ્નેર શાંતિથી પાછો ગયો છે.”

  8. 2 શમુએલ ૩:૨૪આશરે ઈ.પૂ. ૧૦૪૮

    ¶ યોઆબે રાજા પાસે આવીને કહ્યું, “તેં શું કર્યું છે? જો, આબ્નેર તારી પાસે આવ્યો! તો પછી શા માટે તેં તેને વિદાય કર્યો? અને તે જતો રહ્યો?

  9. 2 શમુએલ ૩:૨૫આશરે ઈ.પૂ. ૧૦૪૮

    નેરના દીકરા આબ્નેરને તું નથી જાણતો કે, તે તને છેતરવાને, તારી યોજનાઓ જાણવાને તથા તું જે કરે છે તે બધાથી વાકેફ થવા સારુ આવ્યો હતો?”

  10. 2 શમુએલ ૩:૨૬આશરે ઈ.પૂ. ૧૦૪૮

    જયારે યોઆબ દાઉદ પાસેથી ગયો, ત્યારે તેણે આબ્નેર પાછળ સંદેશાવાહકો મોકલ્યા. અને તેઓ તેને સીરાના હોજ પાસેથી પાછો તેડી લાવ્યા, પણ દાઉદ એ વિષે કશું જાણતો ન હતો.

  11. 2 શમુએલ ૩:૨૭આશરે ઈ.પૂ. ૧૦૪૮

    ¶ આબ્નેર હેબ્રોનમાં પાછો આવ્યો, ત્યારે યોઆબ તેની સાથે એકાંતમાં વાત કરવા સારુ તેને દરવાજાની એક બાજુએ લઈ ગયો. અને યોઆબે ત્યાં તેના પેટમાં ખંજર ભોંકીને તેને મારી નાખ્યો. આ રીતે યોઆબે તેના ભાઈ અસાહેલના ખૂનનો બદલો લીધો.

  12. 2 શમુએલ ૩:૨૮આશરે ઈ.પૂ. ૧૦૪૮

    ¶ દાઉદે આ વિષે સાંભળ્યું ત્યારે તેણે કહ્યું,” નેરના દીકરા આબ્નેરના ખૂન વિષે હું તથા મારું રાજ્ય ઈશ્વરની આગળ સદાકાળ સુધી નિર્દોષ છીએ.

  13. 2 શમુએલ ૩:૨૯આશરે ઈ.પૂ. ૧૦૪૮

    આબ્નેરના મરણનો દોષ યોઆબના શિરે તથા તેના પિતાના કુટુંબનાં બધાને શિરે છે. તેઓના ઘરના લોકો રક્તસ્રાવ અને કુષ્ટરોગના ભોગ બનશે. તેઓ અપંગ થશે અને તલવારથી મરશે. ઘરમાં અનાજની તંગી રહેશે. આ બધાં શાપ લાગશે.”

  14. 2 શમુએલ ૩:૩૦આશરે ઈ.પૂ. ૧૦૪૮

    આમ યોઆબે તથા તેના ભાઈ અબિશાયે આબ્નેરને મારી નાખ્યો, તેણે તેઓના ભાઈ અસાહેલને ગિબ્યોનના યુદ્ધમાં મારી નાખ્યો હતો. તેનું વેર વાળ્યું.

  15. 2 શમુએલ ૩:૩૧આશરે ઈ.પૂ. ૧૦૪૮

    ¶ દાઉદે યોઆબને તથા તેની સાથેના સર્વ લોકો ને કહ્યું, “પોતાના વસ્ત્રો ફાડો, ટાટના વસ્ત્રો પહેરો અને આબ્નેરના શબની આગળ શોક કરો.” અને દાઉદ રાજા તેના શબને દફનાવવા બીજાઓની પાછળ કબ્રસ્તાનમાં ગયા.

  16. 2 શમુએલ ૩:૩૨આશરે ઈ.પૂ. ૧૦૪૮

    તેઓએ આબ્નેરને હેબ્રોનમાં દફ્નાવ્યો. દાઉદ રાજા આબ્નેરની કબર પાસે પોક મૂકીને રડ્યો અને તેની સાથે સર્વ લોકો પણ રડ્યા.

  17. 2 શમુએલ ૩:૩૩આશરે ઈ.પૂ. ૧૦૪૮

    ¶ રાજાએ આબ્નેરને માટે વિલાપ કરીને ગાયું કે, “જેમ મૂર્ખ મરે છે તેમ શું આબ્નેર માર્યો જાય?

  18. 2 શમુએલ ૩:૩૪આશરે ઈ.પૂ. ૧૦૪૮

    તારા હાથ બંધાયા ન હતા. તારા પગમાં બેડીઓ ન હતી. જેમ અન્યાયીના દીકરાઓ આગળ માણસ માર્યો જાય તેમ તું માર્યો ગયો છે.” સર્વ લોકોએ ફરી એક વાર તેના માટે વિલાપ કર્યો.

  19. 2 શમુએલ ૩:૩૫આશરે ઈ.પૂ. ૧૦૪૮

    ¶ લોકો સૂર્યાસ્ત અગાઉ દાઉદને ભોજન કરાવવાં તેની પાસે આવ્યા, પણ દાઉદે સોગન લીધા કે, “સૂર્યાસ્ત થયા અગાઉ જો હું રોટલી કે બીજું કંઈ પણ ખાઉં તો ઈશ્વર મારું મૃત્યુ લાવો.”

  20. 2 શમુએલ ૩:૩૬આશરે ઈ.પૂ. ૧૦૪૮

    સર્વ લોકોએ દાઉદનું એ દુઃખ ધ્યાનમાં લીધું. અને રાજાએ જે કંઈ કર્યું તેથી તેમને ખુશી થઈ.

  21. 2 શમુએલ ૩:૩૭આશરે ઈ.પૂ. ૧૦૪૮

    ¶ તેથી સર્વ લોકો તથા સર્વ ઇઝરાયલીઓ જાણી શક્યા કે નેરના દીકરા આબ્નેરને મારવામાં રાજાની ઇચ્છા ન હતી.

  22. 2 શમુએલ ૩:૩૮આશરે ઈ.પૂ. ૧૦૪૮

    રાજાએ પોતાના ચાકરોને કહ્યું કે, “શું તમે જાણો છો કે, આજે ઇઝરાયલમાં એક રાજકુમાર તથા મહાન પુરુષ મરણ પામ્યો છે?

  23. 2 શમુએલ ૩:૩૯આશરે ઈ.પૂ. ૧૦૪૮

    હું એક અભિષિક્ત રાજા છું, હું આજે નિર્બળ છું, આ માણસોને, સરુયાના ઘાતકી દીકરાઓને, હું કશું કરી શકતો નથી. ઈશ્વર દુરાચારીઓને તેઓના દુરાચારોના બદલો આપો.

  24. 2 શમુએલ ૪:૧આશરે ઈ.પૂ. ૧૦૪૮

    ¶ શાઉલના દીકરા ઈશ-બોશેથે સાંભળ્યું કે આબ્નેર હેબ્રોનમાં મરણ પામ્યો છે, ત્યારે તેનાં ગાત્રો શિથિલ થઈ ગયા અને સર્વ ઇઝરાયલીઓ મુશ્કેલીમાં મુકાયા.

  25. 2 શમુએલ ૪:૨આશરે ઈ.પૂ. ૧૦૪૮

    શાઉલના દીકરા પાસે બે માણસ હતા, તેઓ સરદારની ટુકડીમાંના સૈનિકો હતા. એકનું નામ બાનાહ, બીજાનું નામ રેખાબ હતું. તેઓ બિન્યામીનપુત્રોમાંના રિમ્મોન બેરોથીના દીકરા હતા તેથી બેરોથ પણ બિન્યામીનનો એક ભાગ ગણાતું હતું,