મુખ્ય સામગ્રી પર જાઓ

circa 6 BC – AD 30

The Life of Jesus

The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.

3,779 કલમો · 4 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. માથ્થી ૨૬:૬૬આશરે ઈ.સ. ૩૩

    તમે શું વિચારો છો?” તેઓએ ઉત્તર દેતાં કહ્યું કે, “તે મૃત્યુદંડને પાત્ર છે.”

  2. માથ્થી ૨૬:૬૭આશરે ઈ.સ. ૩૩

    ¶ ત્યારે તેઓએ તેમના મુખ પર થૂંકીને તેમને મુક્કીઓ મારી, અને તેને થપ્પડો મારતાં કહ્યું કે,

  3. માથ્થી ૨૬:૬૮આશરે ઈ.સ. ૩૩

    “ઓ ખ્રિસ્ત, તને કોણે માર્યું એ અમને કહી બતાવ.”

  4. માથ્થી ૨૬:૬૯આશરે ઈ.સ. ૩૩

    ¶ પિતર બહાર આંગણમાં બેઠો હતો, ત્યારે એક સેવિકાએ તેની પાસે આવીને કહ્યું કે, “તું પણ ગાલીલના ઈસુની સાથે હતો.”

  5. માથ્થી ૨૬:૭૦આશરે ઈ.સ. ૩૩

    પણ તેણે સહુની આગળ નકાર કરતાં કહ્યું કે, “તું જે કહે છે તે હું જાણતો નથી.”

  6. માથ્થી ૨૬:૭૧આશરે ઈ.સ. ૩૩

    ¶ તે બહાર પરસાળમાં ગયો ત્યારે બીજી દાસીએ તેને જોઈને જેઓ ત્યાં હતા તેઓને કહ્યું કે, “એ પણ નાસરેથના ઈસુની સંગાથે હતો.”

  7. માથ્થી ૨૬:૭૨આશરે ઈ.સ. ૩૩

    પણ તેણે સમ ખાતાં ફરીથી નકાર કર્યો કે, “હું તે માણસને ઓળખતો નથી.”

  8. માથ્થી ૨૬:૭૩આશરે ઈ.સ. ૩૩

    ¶ થોડીવાર પછી પાસે ઊભેલાઓએ આવીને પિતરને કહ્યું કે, “ખરેખર તું પણ તેઓમાંનો એક છે, કેમ કે તારી બોલીથી તું ઓળખાય છે.”

  9. માથ્થી ૨૬:૭૪આશરે ઈ.સ. ૩૩

    ત્યારે તે શાપ દેવા તથા સમ ખાવા લાગ્યો કે, “હું તે માણસને ઓળખતો નથી.” તરત જ મરઘો બોલ્યો.

  10. માથ્થી ૨૬:૭૫આશરે ઈ.સ. ૩૩

    જે વાત ઈસુએ પિતરને કહી હતી કે, “મરઘો બોલ્યા અગાઉ ત્રણ વાર તું મારો નકાર કરીશ,” તે તેને યાદ આવી; ત્યારે બહાર જઈને તે બહુ રડ્યો.

  11. માથ્થી ૨૭:૧આશરે ઈ.સ. ૩૩

    ¶ હવે સવાર થઈ, ત્યારે સર્વ મુખ્ય યાજકોએ તથા લોકોનાં વડીલોએ ઈસુને મારી નાખવા માટે તેની વિરુદ્ધ કાવતરું કર્યું.

  12. માથ્થી ૨૭:૨આશરે ઈ.સ. ૩૩

    પછી તેઓએ ઈસુને બાંધ્યા અને તેમને લઈ જઈને પિલાત રાજ્યપાલને સોંપ્યાં.

  13. માથ્થી ૨૭:૩આશરે ઈ.સ. ૩૩

    ¶ જયારે યહૂદાએ, જેણે તેમને પરાધીન કર્યાં હતા તેણે જોયું કે ઈસુને અપરાધી ઠરાવાયા છે, ત્યારે તેને ખેદ થયો, અને તેણે ચાંદીના ત્રીસ સિક્કા મુખ્ય યાજકોની તથા વડીલોની પાસે પાછા લાવીને કહ્યું કે,

  14. માથ્થી ૨૭:૪આશરે ઈ.સ. ૩૩

    “નિરપરાધી લોહી પરસ્વાધીન કર્યાથી મેં પાપ કર્યું છે.” ત્યારે તેઓએ કહ્યું કે, “તેમાં અમારે શું? તે તારી ચિંતા છે.”

  15. માથ્થી ૨૭:૫આશરે ઈ.સ. ૩૩

    પછી સિક્કાઓ ભક્તિસ્થાનમાં ફેંકી દઈને તે ગયો; અને જઈને ગળે ફાંસો ખાધો.

  16. માથ્થી ૨૭:૬આશરે ઈ.સ. ૩૩

    ¶ મુખ્ય યાજકોએ તે રૂપિયા લઈને કહ્યું કે, “એ લોહીનું મૂલ્ય છે માટે ભંડારમાં મૂકવા ઉચિત નથી.”

  17. માથ્થી ૨૭:૭આશરે ઈ.સ. ૩૩

    તેઓએ ચર્ચા કરીને પરદેશીઓને દફનાવવા સારું એ રૂપિયાથી કુંભારનું ખેતર વેચાતું લીધું.

  18. માથ્થી ૨૭:૮આશરે ઈ.સ. ૩૩

    તે માટે આજ સુધી તે ખેતર ‘લોહીનું ખેતર’ કહેવાય છે.

  19. માથ્થી ૨૭:૯આશરે ઈ.સ. ૩૩

    ¶ ત્યારે યર્મિયા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થયું કે, “જેનું મૂલ્ય ઇઝરાયલપુત્રોએ તેના જીવન માટે ઠરાવ્યું હતું, તે ચાંદીના ત્રીસ સિક્કા તેઓએ લીધા,

  20. માથ્થી ૨૭:૧૦આશરે ઈ.સ. ૩૩

    અને જેમ પ્રભુએ મને હુકમ કર્યો, તેમ કુંભારના ખેતરને માટે આપ્યા.”

  21. માથ્થી ૨૭:૧૧આશરે ઈ.સ. ૩૩

    ¶ અને ઈસુ રાજ્યપાલની આગળ ઊભા રહ્યા અને રાજ્યપાલે તેમને પૂછ્યું કે, “શું તું યહૂદીઓનો રાજા છે?” ઈસુએ તેને કહ્યું કે, “તું પોતે કહે છે.”

  22. માથ્થી ૨૭:૧૨આશરે ઈ.સ. ૩૩

    મુખ્ય યાજકોએ તથા વડીલોએ તેમના પર આરોપ મૂક્યો છતાં તેમણે કંઈ ઉત્તર આપ્યો નહિ.

  23. માથ્થી ૨૭:૧૩આશરે ઈ.સ. ૩૩

    ત્યારે પિલાતે તેમને કહ્યું કે, “તારી વિરુદ્ધ તેઓ કેટલા આરોપો મૂકે છે એ શું તું નથી સાંભળતો?”

  24. માથ્થી ૨૭:૧૪આશરે ઈ.સ. ૩૩

    ઈસુએ તેને એક પણ શબ્દનો ઉત્તર આપ્યો નહિ તેથી રાજ્યપાલને ઘણું આશ્ચર્ય લાગ્યું.

  25. માથ્થી ૨૭:૧૫આશરે ઈ.સ. ૩૩

    ¶ હવે પર્વમાં રાજ્યપાલનો એક રિવાજ હતો કે જે એક બંદીવાનને લોકો માગે, તેને તેઓને માટે છોડી દેતો હતો.