મુખ્ય સામગ્રી પર જાઓ

circa 6 BC – AD 30

The Life of Jesus

The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.

3,779 કલમો · 4 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. માથ્થી ૨૭:૧૬આશરે ઈ.સ. ૩૩

    તે વખતે બરાબાસ નામનો એક પ્રખ્યાત બંદીવાન હતો.

  2. માથ્થી ૨૭:૧૭આશરે ઈ.સ. ૩૩

    ¶ તેથી તેઓ એકઠા થયા પછી પિલાતે તેઓને કહ્યું કે, “હું તમારે માટે કોને છોડી દઉં, તે વિષે તમારી શી મરજી છે? બરાબાસને, કે ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેને?”

  3. માથ્થી ૨૭:૧૮આશરે ઈ.સ. ૩૩

    કેમ કે તે જાણતો હતો કે તેઓએ અદેખાઇના કારણે ઈસુને સોંપ્યો હતો.

  4. માથ્થી ૨૭:૧૯આશરે ઈ.સ. ૩૩

    જયારે તે ન્યાયાસન પર બેઠો હતો, ત્યારે તેની પત્નીએ તેને કહેવડાવ્યું કે, “તે નિર્દોષ માણસને તું કંઈ કરતો નહિ, કેમ કે આજ મને સ્વપ્નમાં તેને લીધે ઘણું દુઃખ થયું છે.”

  5. માથ્થી ૨૭:૨૦આશરે ઈ.સ. ૩૩

    ¶ હવે મુખ્ય યાજકોએ તથા વડીલોએ લોકોને સમજાવ્યાં, કે તેઓ બરાબાસને માગે અને ઈસુને મારી નંખાવે.

  6. માથ્થી ૨૭:૨૧આશરે ઈ.સ. ૩૩

    પણ રાજ્યપાલે તેઓને કહ્યું કે, “તે બેમાંથી હું કોને તમારે માટે છોડી દઉં, તમારી શી મરજી છે?” તેઓને કહ્યું કે ‘બરાબાસને.’

  7. માથ્થી ૨૭:૨૨આશરે ઈ.સ. ૩૩

    પિલાતે તેઓને કહ્યું કે, “તો ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેને હું શું કરું?” સઘળાંએ તેને કહ્યું કે, ‘તેને વધસ્તંભે જડાવો.’”

  8. માથ્થી ૨૭:૨૩આશરે ઈ.સ. ૩૩

    ¶ ત્યારે તેણે કહ્યું, “શા માટે? તેણે શો અપરાધ કર્યો છે?” પણ તેઓએ વધારે ઊંચા અવાજે કહ્યું કે, ‘તેને વધસ્તંભે જડાવો.’

  9. માથ્થી ૨૭:૨૪આશરે ઈ.સ. ૩૩

    જયારે પિલાતે જોયું કે તે કંઈ કરી શકે તેમ નથી, પણ તેને બદલે વધારે ગડબડ થાય છે, ત્યારે તેણે પાણી લઈને લોકોની આગળ પોતાના હાથ ધોઈને કહ્યું કે, “એ ન્યાયીના રક્ત સંબંધી હું નિર્દોષ છું; હવે એ તમારી ચિંતા છે.”

  10. માથ્થી ૨૭:૨૫આશરે ઈ.સ. ૩૩

    ¶ ત્યારે સર્વ લોકોએ ઉત્તર દેતાં કહ્યું કે, “એનું રક્ત અમારે માથે તથા અમારા સંતાનને માથે આવે.”

  11. માથ્થી ૨૭:૨૬આશરે ઈ.સ. ૩૩

    ત્યારે તેણે બરાબાસને તેઓને માટે છોડી દીધો, અને ઈસુને કોરડા મરાવીને વધસ્તંભે જડાવા સારુ સોંપ્યો.

  12. માથ્થી ૨૭:૨૭આશરે ઈ.સ. ૩૩

    ¶ ત્યારે રાજ્યપાલના સિપાઈઓ ઈસુને મહેલમાં લઈ ગયા અને આખી પલટણ તેની આસપાસ એકઠી કરી.

  13. માથ્થી ૨૭:૨૮આશરે ઈ.સ. ૩૩

    પછી તેઓએ તેમના વસ્ત્રો ઉતારીને લાલ ઝભ્ભો પહેરાવ્યો.

  14. માથ્થી ૨૭:૨૯આશરે ઈ.સ. ૩૩

    તેમના માથા પર કાંટાનો મુગટ ગૂંથીને મૂક્યો, તેમના જમણાં હાથમાં સોટી આપી અને તેમની આગળ ઘૂંટણ ટેકીને તેમના ઠઠ્ઠામશ્કરી કરતાં કહ્યું કે, “હે યહૂદીઓના રાજા, સલામ!”

  15. માથ્થી ૨૭:૩૦આશરે ઈ.સ. ૩૩

    ¶ પછી તેઓ તેમના પર થૂંક્યાં અને સોટી લઈને તેમના માથામાં મારી.

  16. માથ્થી ૨૭:૩૧આશરે ઈ.સ. ૩૩

    તેમની ઠઠ્ઠામશ્કરી કરી રહ્યા પછી તેઓએ તેમનો ઝભ્ભો ઉતારીને તેમના પોતાના જ વસ્ત્રો તેમને પહેરાવ્યાં અને વધસ્તંભે જડવાને તેઓ તેમને લઈ ગયા.

  17. માથ્થી ૨૭:૩૨આશરે ઈ.સ. ૩૩

    ¶ તેઓ બહાર ગયા ત્યારે કુરેનીનો સિમોન નામે એક માણસ તેઓને મળ્યો, જેની પાસે તેઓએ તેમનો વધસ્તંભ બળજબરીપૂર્વક ઊંચકાવ્યો.

  18. માથ્થી ૨૭:૩૩આશરે ઈ.સ. ૩૩

    તેઓ ગલગથા એટલે કે, ‘ખોપરીની જગ્યા’ કહેવાય છે, ત્યાં પહોંચ્યા.

  19. માથ્થી ૨૭:૩૪આશરે ઈ.સ. ૩૩

    તેઓએ પિત્ત ભેળવેલો સરકો તેમને પીવાને આપ્યો, પણ ચાખ્યાં પછી તેમણે પીવાની ના પાડી.

  20. માથ્થી ૨૭:૩૫આશરે ઈ.સ. ૩૩

    ¶ ઈસુને વધસ્તંભે જડ્યાં પછી તેઓએ ચિઠ્ઠી નાખીને તેમના વસ્ત્રો અંદરોઅંદર વહેંચી લીધાં;

  21. માથ્થી ૨૭:૩૬આશરે ઈ.સ. ૩૩

    અને તેઓએ ત્યાં બેસીને તેમની ચોકી કરી.

  22. માથ્થી ૨૭:૩૭આશરે ઈ.સ. ૩૩

    ‘ઈસુ જે યહૂદીઓનો રાજા, તે એ જ છે.’ એવું તેમના વિરુદ્ધનું આરોપનામું તેમના માથાની ઉપર મુકાવ્યું.

  23. માથ્થી ૨૭:૩૮આશરે ઈ.સ. ૩૩

    ¶ તેઓએ તેમની સાથે બે ચોરને વધસ્તંભે જડ્યાં, એકને જમણી તરફ અને બીજાને ડાબી તરફ.

  24. માથ્થી ૨૭:૩૯આશરે ઈ.સ. ૩૩

    પાસે થઈને જનારાંઓએ પોતાના માથાં હલાવતાં તથા તેમનું અપમાન કરતાં કહ્યું કે,

  25. માથ્થી ૨૭:૪૦આશરે ઈ.સ. ૩૩

    “અરે મંદિરને પાડી નાખનાર તથા તેને ત્રણ દિવસમાં બાંધનાર, તું પોતાને બચાવ; જો તું ઈશ્વરનો દીકરો છે તો વધસ્તંભ પરથી ઊતરી આવ.”