મુખ્ય સામગ્રી પર જાઓ

circa 930–586 BC

The Divided Kingdom

The kingdom splits into Israel and Judah; prophets warn of judgment as both nations slowly drift into idolatry and exile.

1,722 કલમો · 3 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. 2 રાજઓ ૨૧:૮આશરે ઈ.પૂ. ૬૯૮

    જે બધી આજ્ઞા મેં ઇઝરાયલીઓને આપી છે, જે નિયમશાસ્ત્ર મેં મારા સેવક મૂસા દ્વારા તેમને આપ્યું છે તે જો તેઓ કાળજીથી પાળશે તો જે દેશ મેં તેઓના પિતૃઓને આપ્યો છે, તેમાંથી તેઓના પગને હું હવે પછી કદી ડગવા દઈશ નહિ.

  2. 2 રાજઓ ૨૧:૯આશરે ઈ.પૂ. ૬૯૮

    પણ તે લોકોએ સાંભળ્યું નહિ, યહોવાહે જે પ્રજાઓનો ઇઝરાયલી લોકો આગળ નાશ કર્યો હતો, તેઓની પાસે મનાશ્શાએ વધારે ખરાબ કામ કરાવ્યાં.

  3. 2 રાજઓ ૨૧:૧૦આશરે ઈ.પૂ. ૬૯૮

    ¶ ત્યારે યહોવાહે પોતાના સેવક પ્રબોધકો મારફતે કહ્યું,

  4. 2 રાજઓ ૨૧:૧૧આશરે ઈ.પૂ. ૬૯૮

    “યહૂદિયાના રાજા મનાશ્શાએ આ ધિક્કારપાત્ર કાર્યો કર્યાં છે, તેની અગાઉ અમોરીઓએ કર્યું હતું, તેના કરતાં પણ વધારે ખરાબ આચરણ કર્યાં છે. યહૂદિયા પાસે પણ તેઓની મૂર્તિઓ વડે પાપ કરાવ્યું છે.

  5. 2 રાજઓ ૨૧:૧૨આશરે ઈ.પૂ. ૬૯૮

    તે માટે ઇઝરાયલના ઈશ્વર યહોવાહ કહે છે, “જુઓ, હું યરુશાલેમ અને યહૂદિયા પર એવી આફત લાવીશ કે જે કોઈ તે સાંભળશે તેના કાન ઝણઝણી ઊઠશે.

  6. 2 રાજઓ ૨૧:૧૩આશરે ઈ.પૂ. ૬૯૮

    ¶ હું સમરુનની માપદોરી તથા આહાબના કુટુંબનો ઓળંબો યરુશાલેમ પર ખેંચીશ, જેમ માણસ થાળીને સાફ કરે છે તેમ હું યરુશાલેમને સાફ કરીને ઊંધું વાળી નાખીશ.

  7. 2 રાજઓ ૨૧:૧૪આશરે ઈ.પૂ. ૬૯૮

    મારા પોતાના વારસાના બાકી રહેલાઓને હું તજી દઈશ અને તેઓને તેઓના દુશ્મનોના હાથમાં સોંપી દઈશ. તેઓ તેઓના બધા દુશ્મનોની લૂંટ તથા બલિ થઈ પડશે.

  8. 2 રાજઓ ૨૧:૧૫આશરે ઈ.પૂ. ૬૯૮

    કેમ કે, તેઓએ મારી દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કર્યું છે. તેઓના પિતૃઓ મિસરમાંથી બહાર આવ્યા તે દિવસથી તે આ દિવસ સુધી તેઓએ મને ગુસ્સે કર્યો.”

  9. 2 રાજઓ ૨૧:૧૬આશરે ઈ.પૂ. ૬૯૮

    ¶ વળી મનાશ્શાએ એટલું બધું નિર્દોષ રક્ત વહેવડાવ્યું છે કે, યરુશાલેમ એક છેડાથી તે બીજા છેડા સુધી ભરાઈ ગયું છે. ઉપરાંત, તેણે યહોવાહની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કરીને પોતાના પાપ વડે યહૂદિયા પાસે પાપ કરાવ્યું.

  10. 2 રાજઓ ૨૧:૧૭આશરે ઈ.પૂ. ૬૯૮

    મનાશ્શાના બાકીના કાર્યો, તેણે જે બધું કર્યું તે, તેણે જે પાપ કર્યું તે, યહૂદિયાના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?

  11. 2 રાજઓ ૨૧:૧૮આશરે ઈ.પૂ. ૬૪૩

    મનાશ્શા પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો, પોતાના ઘરના બગીચામાં એટલે ઉઝઝાના બગીચામાં તેને દફનાવવામાં આવ્યો. તેની જગ્યાએ તેનો દીકરો આમોન રાજા બન્યો.

  12. 2 રાજઓ ૨૧:૧૯આશરે ઈ.પૂ. ૬૪૩

    ¶ આમોન રાજ કરવા લાગ્યો, ત્યારે તે બાવીસ વર્ષનો હતો, તેણે યરુશાલેમમાં બે વર્ષ સુધી રાજ કર્યુ. તેની માતાનું નામ મશુલ્લેમેથ હતું, તે યોટબાના હારુસની દીકરી હતી.

  13. 2 રાજઓ ૨૧:૨૦આશરે ઈ.પૂ. ૬૪૩

    તેણે તેના પિતા મનાશ્શાની જેમ યહોવાહની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કર્યું.

  14. 2 રાજઓ ૨૧:૨૧આશરે ઈ.પૂ. ૬૪૩

    ¶ આમોન જે માર્ગે તેનો પિતા ચાલ્યો હતો, તે માર્ગે તે ચાલ્યો અને તેના પિતાએ જેમ મૂર્તિઓની પૂજા કરી તેમ તેણે પણ કરી, તેઓની ભક્તિ કરી.

  15. 2 રાજઓ ૨૧:૨૨આશરે ઈ.પૂ. ૬૪૩

    તેણે પોતાના પિતૃઓના ઈશ્વર યહોવાહનો ત્યાગ કર્યો અને યહોવાહના માર્ગોમાં ચાલ્યો નહિ.

  16. 2 રાજઓ ૨૧:૨૩આશરે ઈ.પૂ. ૬૪૧

    આમોનના ચાકરોએ તેની વિરુદ્ધ ષડયંત્ર રચીને, તેને પોતાના ઘરમાં મારી નાખ્યો.

  17. 2 રાજઓ ૨૧:૨૪આશરે ઈ.પૂ. ૬૪૧

    ¶ પરંતુ દેશના લોકોએ આમોન રાજા વિરુદ્ધ ષડયંત્ર રચનાર બધાને મારી નાખ્યા, તેઓએ તેના દીકરા યોશિયાને તેની જગ્યાએ રાજા બનાવ્યો.

  18. 2 રાજઓ ૨૧:૨૫આશરે ઈ.પૂ. ૬૪૧

    આમોન રાજાનાં બાકીનાં કાર્યો, યહૂદિયાના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?

  19. 2 રાજઓ ૨૧:૨૬આશરે ઈ.પૂ. ૬૪૧

    લોકોએ તેને ઉઝઝાના બગીચામાં દફનાવ્યો. તેની જગ્યાએ તેનો દીકરો યોશિયા રાજા બન્યો.

  20. 2 રાજઓ ૨૨:૧આશરે ઈ.પૂ. ૬૪૧

    ¶ યોશિયા રાજ કરવા લાગ્યો, ત્યારે તે આઠ વર્ષનો હતો, તેણે યરુશાલેમમાં એકત્રીસ વર્ષ સુધી રાજ કર્યું. તેની માતાનું નામ યદીદા હતું. તે બોસ્કાથના અદાયાની દીકરી હતી.

  21. 2 રાજઓ ૨૨:૨આશરે ઈ.પૂ. ૬૪૧

    તેણે યહોવાહની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું. તે તેના પિતૃ દાઉદને માર્ગે ચાલ્યો અને ડાબે કે જમણે ફર્યો નહિ.

  22. 2 રાજઓ ૨૨:૩આશરે ઈ.પૂ. ૬૪૨

    ¶ યોશિયા રાજાના કારકિર્દીને અઢારમા વર્ષે એવું બન્યું કે, તેણે મશુલ્લામના દીકરા અસાલ્યાના દીકરા શાફાન નાણામંત્રીને યહોવાહના ઘરમાં એમ કહીને મોકલ્યો કે,

  23. 2 રાજઓ ૨૨:૪આશરે ઈ.પૂ. ૬૪૨

    “મુખ્ય યાજક હિલ્કિયા પાસે જા અને કહે કે, જે નાણાં યહોવાહના ઘરમાં લાવવામાં આવ્યાં છે, દ્વારરક્ષકોએ જે નાણાં લોકો પાસેથી ભેગા કર્યાં છે તેની ગણતરી તે કરે.

  24. 2 રાજઓ ૨૨:૫આશરે ઈ.પૂ. ૬૪૨

    તેઓ તે યહોવાહના સભાસ્થાનની દેખરેખ રાખનાર કામદારોની પાસે લાવીને તેઓના હાથમાં સોંપે, તેઓ તે નાણાં સભાસ્થાનના સમારકામ કરનારને આપે.

  25. 2 રાજઓ ૨૨:૬આશરે ઈ.પૂ. ૬૪૨

    ¶ તેઓ તે નાણાં સભાસ્થાનનાં સમારકામ કરનારા સુથારો, કડિયા, સલાટોને તથા સભાસ્થાનના સમારકામ માટે લાકડાં અને ટાંકેલા પથ્થર ખરીદવા માટે આપતા હતા.