મુખ્ય સામગ્રી પર જાઓ

circa 930–586 BC

The Divided Kingdom

The kingdom splits into Israel and Judah; prophets warn of judgment as both nations slowly drift into idolatry and exile.

1,722 કલમો · 3 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. 2 રાજઓ ૨૦:૪આશરે ઈ.પૂ. ૭૧૩

    ¶ યશાયા ત્યાંથી નીકળીને નગરની અધવચ પહોંચ્યો તે પહેલાં એમ બન્યું કે, યહોવાહનું વચન તેની પાસે એવું આવ્યું કે,

  2. 2 રાજઓ ૨૦:૫આશરે ઈ.પૂ. ૭૧૩

    “તું પાછો જઈને મારા લોકોના આગેવાન હિઝકિયાને કહે કે, ‘તારા પિતૃ દાઉદના ઈશ્વર યહોવાહ એવું કહે છે: “મેં તારી પ્રાર્થના સાંભળી છે અને તારાં આંસુ જોયાં છે. હું તને ત્રીજા દિવસે સાજો કરીશ અને તું યહોવાહના ઘરમાં જશે.

  3. 2 રાજઓ ૨૦:૬આશરે ઈ.પૂ. ૭૧૩

    ¶ હું તારા આયુષ્યમાં પંદર વર્ષ વધારીશ, તને તથા આ નગરને હું આશ્શૂરના રાજાના હાથમાંથી છોડાવીશ. મારા પોતાના માટે અને મારા સેવક દાઉદના માટે હું આ નગરનું રક્ષણ કરીશ.”

  4. 2 રાજઓ ૨૦:૭આશરે ઈ.પૂ. ૭૧૩

    યશાયાએ કહ્યું, “અંજીરનું ચકતું લો;” તેઓએ તે પ્રમાણે કર્યું અને તેને તેના ગૂમડા પર લગાવ્યું અને તે સાજો થઈ ગયો.

  5. 2 રાજઓ ૨૦:૮આશરે ઈ.પૂ. ૭૧૩

    ¶ પછી હિઝકિયાએ યશાયાને પૂછ્યું, “યહોવાહ મને સાજો કરશે અને હું ત્રીજા દિવસે યહોવાહના ઘરમાં જઈશ, તેનું ચિહ્ન શું?”

  6. 2 રાજઓ ૨૦:૯આશરે ઈ.પૂ. ૭૧૩

    યશાયાએ કહ્યું, “યહોવાહે જે વચન કહ્યું છે તે પૂરું કરશે, તેનું ચિહ્ન આ છે. છાંયડો દસ અંશ આગળ જાય કે, દસ અંશ પાછળ જાય?”

  7. 2 રાજઓ ૨૦:૧૦આશરે ઈ.પૂ. ૭૧૩

    ¶ હિઝકિયાએ જવાબ આપ્યો, “છાંયડો દસ અંશ આગળ વધે એ તો નાની વાત છે; એમ નહિ, પણ દસ અંશ પાછો હઠે.”

  8. 2 રાજઓ ૨૦:૧૧આશરે ઈ.પૂ. ૭૧૩

    યશાયા પ્રબોધકે યહોવાહને મોટેથી પોકાર કર્યો, તેથી આહાઝના સમયદર્શક યંત્રમાં છાંયડો જેટલો નમ્યો હતો, ત્યાંથી તેમણે દસ અંશ પાછો હઠાવ્યો.

  9. 2 રાજઓ ૨૦:૧૨આશરે ઈ.પૂ. ૭૧૨

    ¶ તે સમયે બાબિલના રાજા બાલઅદાનના દીકરા બરોદાખ-બાલાદાને સંદેશાવાહકો સાથે હિઝકિયા પર પત્રો તથા ભેટ મોકલ્યાં, કેમ કે તેણે સાંભળ્યું હતું કે, હિઝકિયા માંદો પડ્યો છે.

  10. 2 રાજઓ ૨૦:૧૩આશરે ઈ.પૂ. ૭૧૨

    હિઝકિયાએ તેઓનું સાંભળીને તેઓને પોતાની કિંમતી વસ્તુઓથી ભરેલો આખો મહેલ, ચાંદી, સોનું, સુગંધી દ્રવ્યો, મૂલ્યવાન તેલ, શસ્રભંડાર અને ભંડારમાં જે બધું મળી આવ્યું તે સર્વ સંદેશાવાહકોને બતાવ્યું. ત્યાં આખા ઘરમાં કે રાજ્યમાં એવું કંઈ ન હતું, કે જે હિઝકિયાએ તેઓને બતાવ્યું ના હોય.

  11. 2 રાજઓ ૨૦:૧૪આશરે ઈ.પૂ. ૭૧૨

    ¶ ત્યારે પ્રબોધક યશાયાએ હિઝકિયા પાસે આવીને તેને પૂછ્યું, “આ માણસોએ તને શું કહ્યું? તેઓ ક્યાંથી આવ્યા છે?” હિઝકિયાએ કહ્યું, “તેઓ દૂરના દેશ બાબિલથી આવ્યા છે.”

  12. 2 રાજઓ ૨૦:૧૫આશરે ઈ.પૂ. ૭૧૨

    યશાયાએ પૂછ્યું, “તેઓએ તારા મહેલમાં શું જોયું?” હિઝકિયાએ કહ્યું, “તેઓએ મારા મહેલમાં બધું જ જોયું છે. મારા ભંડારોમાં એવી એકે વસ્તુ નથી કે જે મેં તેઓને બતાવી ના હોય.”

  13. 2 રાજઓ ૨૦:૧૬આશરે ઈ.પૂ. ૭૧૨

    ¶ ત્યારે યશાયાએ હિઝકિયાને કહ્યું, “યહોવાહનું વચન સાંભળ,

  14. 2 રાજઓ ૨૦:૧૭આશરે ઈ.પૂ. ૭૧૨

    ‘જો, એવા દિવસો આવી રહ્યા છે કે જયારે તારા મહેલમાં જે બધું છે તેનો, તારા પિતૃઓએ આજ સુધી જે કંઈ સંગ્રહ કર્યો છે તે બધું જ, બાબિલમાં લઈ જવામાં આવશે. કશું જ બાકી રહેશે નહિ એવું યહોવાહ કહે છે.

  15. 2 રાજઓ ૨૦:૧૮આશરે ઈ.પૂ. ૭૧૨

    અને તારા દીકરા જે તારાથી ઉત્પન્ન થશે, જેઓ તારા વંશજો થશે, તેઓને તેઓ લઈ જશે; તેઓને બાબિલના રાજાના મહેલમાં નોકરો તરીકે રાખવામાં આવશે.’”

  16. 2 રાજઓ ૨૦:૧૯આશરે ઈ.પૂ. ૭૧૨

    ¶ હિઝકિયાએ યશાયાને કહ્યું, “તું યહોવાહનું વચન જે બોલ્યો તે સારું છે.” કેમ કે તેણે વિચાર્યું કે, “હું જીવીશ ત્યાં સુધી તો શાંતિ અને સત્યતા કાયમ રહેશે”

  17. 2 રાજઓ ૨૦:૨૦આશરે ઈ.પૂ. ૭૧૨

    હિઝકિયાનાં બીજાં કાર્યો, તેનું બધું પરાક્રમ, તે જે તળાવ તથા ગરનાળું બનાવી નગરમાં પાણી લાવ્યો, તે બધું યહૂદિયાના રાજાઓનાં કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?

  18. 2 રાજઓ ૨૦:૨૧આશરે ઈ.પૂ. ૬૯૮

    હિઝકિયા તેના પિતૃઓની સાથે ઊંઘી ગયો, પછી તેનો દીકરો મનાશ્શા તેની જગ્યાએ રાજા બન્યો.

  19. 2 રાજઓ ૨૧:૧આશરે ઈ.પૂ. ૬૯૮

    ¶ મનાશ્શા રાજ કરવા લાગ્યો, ત્યારે તે બાર વર્ષનો હતો; તેણે યરુશાલેમમાં પંચાવન વર્ષ રાજ કર્યું. તેની માતાનું નામ હેફસીબા હતું.

  20. 2 રાજઓ ૨૧:૨આશરે ઈ.પૂ. ૬૯૮

    જે પ્રજાઓને યહોવાહે ઇઝરાયલ લોકો આગળથી કાઢી મૂકી હતી, તેઓના ઘૃણાસ્પદ કૃત્યો પ્રમાણે વર્તીને તેણે યહોવાહની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કર્યું.

  21. 2 રાજઓ ૨૧:૩આશરે ઈ.પૂ. ૬૯૮

    કેમ કે, તેના પિતા હિઝકિયાએ જે ઉચ્ચસ્થાનોનો નાશ કર્યો હતો, તે તેણે ફરી બાંધ્યાં, ઇઝરાયલના રાજા આહાબે જેમ કર્યું તેમ, તેણે બઆલ માટે વેદી બાંધી, અશેરાદેવીની મૂર્તિ બનાવી અને આકાશમાંના બધાં તારામંડળની ભક્તિ કરી અને તેઓની પૂજા કરી.

  22. 2 રાજઓ ૨૧:૪આશરે ઈ.પૂ. ૬૯૮

    ¶ જે સભાસ્થાન વિષે યહોવાહે આજ્ઞા આપી હતી કે, “યરુશાલેમમાં સદાકાળ મારું નામ રાખીશ.” તે યહોવાહના ઘરમાં મનાશ્શાએ મૂર્તિપૂજા માટે વેદીઓ બાંધી.

  23. 2 રાજઓ ૨૧:૫આશરે ઈ.પૂ. ૬૯૮

    યહોવાહના સભાસ્થાનનાં બન્ને આંગણાંમાં તેણે આકાશમાંના બધાં તારામંડળો માટે વેદીઓ બાંધી.

  24. 2 રાજઓ ૨૧:૬આશરે ઈ.પૂ. ૬૮૩

    તેણે પોતાના દીકરાનું દહનીયાપર્ણની માફક અગ્નિમાં અર્પણ કર્યું; તે શકુનમુહૂર્ત પૂછતો હતો, તંત્રમંત્ર કરતો હતો અને ભૂવાઓ તથા જાદુગરો સાથે વ્યવહાર રાખતો હતો. તેણે યહોવાહની દ્રષ્ટિમાં જે કૃત્યો ખરાબ હતાં તે કરીને ઈશ્વરને કોપાયમાન કર્યા.

  25. 2 રાજઓ ૨૧:૭આશરે ઈ.પૂ. ૬૯૮

    ¶ તેણે વાછરડાના આકારની અશેરાની મૂર્તિ બનાવી તેને યહોવાહના ઘરમાં મૂકી. જે સભાસ્થાન વિષે યહોવાહે દાઉદને તથા તેના દીકરા સુલેમાનને કહ્યું હતું, “આ સભાસ્થાન તથા યરુશાલેમ કે જેને મેં ઇઝરાયલના બધાં કુળોમાંથી પસંદ કર્યું છે. તેમાં હું મારું નામ સદા રાખીશ.