- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 605–538 BC
The Babylonian Exile
Jerusalem falls and the temple burns; Ezekiel and Daniel minister among the exiles as Lamentations mourns the city's ruin.
આ કાળની કલમો
- હઝકિયેલ ૫:૧૫આશરે ઈ.પૂ. ૫૯૪
¶ હું જ્યારે તારી વિરુદ્ધ ક્રોધમાં તથા આવેશમાં, સખત ધમકીથી તારા પર ન્યાયશાસનનો અમલ કરીશ ત્યારે યરુશાલેમ તેની આસપાસની પ્રજાઓને નિંદારૂપ, હાંસીપાત્ર, ચેતવણી રૂપ તથા ભયરૂપ થઈ પડશે.” હું યહોવાહ આ બોલ્યો છું.
- હઝકિયેલ ૫:૧૬આશરે ઈ.પૂ. ૫૯૪
દુકાળરૂપી તેજ-બાણો ચલાવીને હું તમારો નાશ કરીશ. હું તમારા પર દુકાળની વૃદ્ધિ કરીશ. અને તમારા આજીવિકાવૃક્ષને ભાંગી નાખીશ.
- હઝકિયેલ ૫:૧૭આશરે ઈ.પૂ. ૫૯૪
હું તમારી સામે દુકાળ તથા આફત મોકલીશ, કે જેથી તમે નિ:સંતાન રહો. મરકી તથા રક્તપાત તારા પર ફરી વળશે, હું તારા પર તલવાર લાવીશ. હું યહોવાહ આ બોલ્યો છું.”
- હઝકિયેલ ૬:૧આશરે ઈ.પૂ. ૫૯૪
¶ યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
- હઝકિયેલ ૬:૨આશરે ઈ.પૂ. ૫૯૪
“હે મનુષ્યપુત્ર, ઇઝરાયલના પર્વતો તરફ તારું મુખ ફેરવ અને ભવિષ્યવાણી કર કે,
- હઝકિયેલ ૬:૩આશરે ઈ.પૂ. ૫૯૪
હે ઇઝરાયલના પર્વતો, પ્રભુ યહોવાહનાં વચનો સાંભળો: પ્રભુ યહોવાહ આ પર્વતોને, ડુંગરોને, પ્રવાહોને તથા ખીણોને કહે છે, જુઓ, હું તમારી વિરુદ્ધ તલવાર લાવીશ અને તમારાં ઉચ્ચસ્થાનોનો નાશ કરીશ.
- હઝકિયેલ ૬:૪આશરે ઈ.પૂ. ૫૯૪
¶ તમારી વેદીઓ ઉજ્જડ થશે અને તમારા સ્તંભોનો નાશ થશે, હું તમારા મૃતદેહોને તમારી મૂર્તિઓ આગળ નીચે ફેંકી દઈશ.
- હઝકિયેલ ૬:૫આશરે ઈ.પૂ. ૫૯૪
હું ઇઝરાયલી લોકોના મૃતદેહો તેઓની મૂર્તિઓ આગળ મૂકીશ, તમારાં હાડકાં તમારી વેદીઓની આસપાસ વિખેરી નાખીશ.
- હઝકિયેલ ૬:૬આશરે ઈ.પૂ. ૫૯૪
¶ તમારા નિવાસસ્થાનોનાં નગરો ઉજ્જડ કરી દેવામાં આવશે અને ઉચ્ચસ્થાનોનો નાશ કરવામાં આવશે, જેથી તમારી વેદીઓનો દુર્વ્યય કરીને ઉજ્જડ કરવામાં આવે. પછી તેઓને ભાંગી નાખવામાં આવે અને તેઓનો અંત આવે, તમારાં સ્તંભો કાપી નાખવામાં આવે અને તમારા કાર્યોનો નાશ થાય.
- હઝકિયેલ ૬:૭આશરે ઈ.પૂ. ૫૯૪
મૃત્યુ પામેલાઓ તમારી મધ્યે પડશે, ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું!
- હઝકિયેલ ૬:૮આશરે ઈ.પૂ. ૫૯૪
¶ પરંતુ હું તમારામાંના કેટલાકને જીવતા રહેવા દઈશ, એટલે તમે જુદાજુદા દેશોમાં વિખેરાઈ જશો ત્યારે તમારામાંના કેટલાક ત્યાંની પ્રજાઓ મધ્યે તલવારથી બચી જશે.
- હઝકિયેલ ૬:૯આશરે ઈ.પૂ. ૫૯૪
પછી તમારામાંના જેઓ બચી જશે તેઓ જે પ્રજાઓમાં તેઓને બંદીવાન તરીકે લઈ જવામાં આવશે તેઓમાં, મને યાદ કરશે અને મારાથી ફરી ગયેલાં તેમનાં હૃદયથી તથા તેઓની મૂર્તિઓની પાછળ મોહિત થતી આંખોથી મારું હૃદય દુઃખી થશે. પોતે સર્વ તિરસ્કારપાત્ર કૃત્યો કરીને જે દુષ્ટતા તેઓએ કરી છે તેને લીધે તેઓ પોતાની નજરમાં તિરસ્કારપાત્ર થશે.
- હઝકિયેલ ૬:૧૦આશરે ઈ.પૂ. ૫૯૪
તેથી તેઓ જાણશે કે હું યહોવાહ છું. હું તમારા પર વિપત્તિ લાવીશ એવું મેં તેઓને માત્ર કહેવા ખાતર કહ્યું નહતું.
- હઝકિયેલ ૬:૧૧આશરે ઈ.પૂ. ૫૯૪
¶ પ્રભુ યહોવાહ કહે છે કે: તાળી પાડીને તથા પગ પછાડીને કહે કે, “ઇઝરાયલ લોકોનાં સર્વ ધિક્કારપાત્ર દુષ્ટ કૃત્યોને લીધે અફસોસ!” કારણ કે તેઓ તલવાર, દુકાળ અને મરકીથી નાશ પામશે.
- હઝકિયેલ ૬:૧૨આશરે ઈ.પૂ. ૫૯૪
દૂર રહેનારા મરકીથી માર્યા જશે, નજીક રહેનારા તલવારથી માર્યા જશે. બાકીના જેઓને ઘેરી લેવામાં આવ્યા છે તેઓ દુકાળમાં માર્યા જશે; આ રીતે હું તેઓના પરનો મારો ક્રોધ પૂરો કરીશ.
- હઝકિયેલ ૬:૧૩આશરે ઈ.પૂ. ૫૯૪
¶ જ્યારે તેઓના કતલ થયેલા માણસો તમારી મધ્યે, દરેક ઊંચી ટેકરી પર, પર્વતનાં શિખરો પર, દરેક લીલા વૃક્ષ નીચે તથા ઘટાદાર એલોન વૃક્ષ નીચે, એટલે જે જગાએ તેઓ પોતાની મૂર્તિઓ આગળ સૂગંધીદાર ધૂપ બાળતા હતા ત્યાં તેઓની વેદીઓની આજુબાજુ તેઓની મૂર્તિઓ સાથે ભેળસેળ થશે, ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું.
- હઝકિયેલ ૬:૧૪આશરે ઈ.પૂ. ૫૯૪
હું મારું સામર્થ્ય બતાવીને તેઓ જ્યાં જ્યાં રહે છે તે બધી જગ્યાઓને દીબ્લાહ તરફના અરણ્ય કરતાં વધારે ઉજ્જડ કરી નાખીશ. ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું!”
- હઝકિયેલ ૭:૧આશરે ઈ.પૂ. ૫૯૪
¶ યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું કે,
- હઝકિયેલ ૭:૨આશરે ઈ.પૂ. ૫૯૪
હે મનુષ્યપુત્ર, પ્રભુ યહોવાહ ઇઝરાયલને આમ કહે છે કે, દેશની ચારે સીમાઓનો અંત આવ્યો છે!
- હઝકિયેલ ૭:૩આશરે ઈ.પૂ. ૫૯૪
હવે તારો અંત આવ્યો છે, કેમ કે હું તારા પર મારો રોષ રેડીશ, હું તારા માર્ગો પ્રમાણે તારો ન્યાય કરીશ; હું તારાં સર્વ ધિક્કારપાત્ર કામોનો બદલો વાળીશ.
- હઝકિયેલ ૭:૪આશરે ઈ.પૂ. ૫૯૪
કેમ કે મારી આંખ તારા પર દયા કરશે નહિ; પણ હું તારાં આચરણોનો બદલો લઈશ, તારાં તિરસ્કારપાત્ર કૃત્યો તારી મધ્યે લાવીશ, જેથી તું જાણશે કે હું યહોવાહ છું!
- હઝકિયેલ ૭:૫આશરે ઈ.પૂ. ૫૯૪
પ્રભુ યહોવાહ આ પ્રમાણે કહે છે: આફત! આફત પછી આફત! જુઓ તે આવે છે.
- હઝકિયેલ ૭:૬આશરે ઈ.પૂ. ૫૯૪
અંત નિશ્ચે આવી રહ્યો છે. અંતે તારી વિરુદ્ધ જાગૃત થાય છે! જો, તે આવે છે!
- હઝકિયેલ ૭:૭આશરે ઈ.પૂ. ૫૯૪
હે દેશના રહેવાસી તારું આવી બન્યું છે. સમય આવી પહોંચ્યો છે, વિપત્તિનો દિવસ નજીક છે, પર્વતો પર આનંદનો નહિ પણ ખેદ કરવાનો દિવસ આવી પહોંચ્યો છે.
- હઝકિયેલ ૭:૮આશરે ઈ.પૂ. ૫૯૪
હમણાં જ હું મારો રોષ તારા પર રેડીશ અને તારા પરનો મારો કોપ પૂરો કરીશ હું તારાં આચરણો પ્રમાણે તારો ન્યાય કરીશ અને તારાં સર્વ તિરસ્કારપાત્ર કૃત્યો તારા પર લાવીશ.