મુખ્ય સામગ્રી પર જાઓ

circa 1446 BC

Sinai & The Law

God meets Israel at Mount Sinai, reveals the Ten Commandments, and establishes the Tabernacle and the priestly covenant.

1,657 કલમો · 2 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. નિર્ગમન ૩૦:૧૬આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ઇઝરાયલીઓ પાસેથી મળેલાં જીવના બદલામાં અર્પણ કરેલાં પ્રાયશ્ચિતનાં નાણાં મુલાકાતમંડપની સેવામાં ખર્ચવાં. આ અર્પણ ઇઝરાયલી લોકોને માટે યહોવાહની સમક્ષતામાં સ્મરણરૂપ થશે.”

  2. નિર્ગમન ૩૦:૧૭આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ યહોવાહે મૂસાને કહ્યું,

  3. નિર્ગમન ૩૦:૧૮આશરે ઈ.પૂ. ૧૪૯૧

    “હાથપગ ધોવા તારે પિત્તળના તળિયાવાળી પિત્તળની કૂડી બનાવવી. અને તેને વેદી અને મુલાકાતમંડપની વચ્ચે મૂકીને તેમાં પાણી ભરવું.

  4. નિર્ગમન ૩૦:૧૯આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ હારુને અને તેના પુત્રોએ હાથપગ ધોવામાં એ પાણીનો ઉપયોગ કરવો.

  5. નિર્ગમન ૩૦:૨૦આશરે ઈ.પૂ. ૧૪૯૧

    જો તેમણે એ પાણીથી હાથપગ ધોયા હશે તો તેઓ મુલાકાતમંડપમાં સેવા કરવા જશે અથવા અર્પણ ચઢાવવા વેદી પાસે જશે ત્યારે તેઓ મૃત્યુ પામશે નહિ.

  6. નિર્ગમન ૩૦:૨૧આશરે ઈ.પૂ. ૧૪૯૧

    તેઓ મૃત્યુ ન પામે તેટલાં માટે તેઓએ અચૂક હાથપગ ધોવા. આ કાનૂન તેમણે અને તેમના વંશજોએ પેઢી દર પેઢી પાળવાનો રહેશે. હારુન અને તેના પુત્રો માટે આ સૂચનાઓ છે.”

  7. નિર્ગમન ૩૦:૨૨આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ યહોવાહે મૂસાને કહ્યું,

  8. નિર્ગમન ૩૦:૨૩આશરે ઈ.પૂ. ૧૪૯૧

    “તારે શ્રેષ્ઠ ગુણવત્તાવાળી સુગંધીઓ લેવી, એટલે પાંચસો શેકેલ ચોખ્ખો બોળ, અઢીસો શેકેલ સુગંધીદાર તજ, અઢીસો સુગંધીદાર બરુ,

  9. નિર્ગમન ૩૦:૨૪આશરે ઈ.પૂ. ૧૪૯૧

    પાંચસો શેકેલ દાલચીની એ બધું પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે લેવું. વળી જૈતૂનનું એક કેન તેલ લેવું.

  10. નિર્ગમન ૩૦:૨૫આશરે ઈ.પૂ. ૧૪૯૧

    નિષ્ણાત સુગંધીઓ બનાવનારાઓ પાસે આ સર્વ પદાર્થોનું મિશ્રણ કરીને અભિષેકનું તેલ તૈયાર કરાવવું.

  11. નિર્ગમન ૩૦:૨૬આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ અભિષેકના તેલથી તું મુલાકાતમંડપને, કરારકોશને,

  12. નિર્ગમન ૩૦:૨૭આશરે ઈ.પૂ. ૧૪૯૧

    બાજઠ તથા તેની બધી સામગ્રીઓને, દીવીને અને તેનાં સાધનોને, ધૂપની વેદીને,

  13. નિર્ગમન ૩૦:૨૮આશરે ઈ.પૂ. ૧૪૯૧

    દહનીયાર્પણની વેદીને અને તેનાં સાધનોને તથા ઘોડી સહિત હાથપગ ધોવાની કૂંડીને અભિષેક કરજે.

  14. નિર્ગમન ૩૦:૨૯આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ આ પ્રમાણે આ બધી વસ્તુઓ પવિત્ર કર એટલે તે બધી પરમપવિત્ર બની જશે. અને જે કોઈ તેમને સ્પર્શ કરશે તે પવિત્ર થશે.

  15. નિર્ગમન ૩૦:૩૦આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ત્યાર પછી તારે હારુનને અને તેના પુત્રોનો અભિષેક કરીને મારા યાજકો તરીકે તેઓને પવિત્ર કર.

  16. નિર્ગમન ૩૦:૩૧આશરે ઈ.પૂ. ૧૪૯૧

    તારે ઇઝરાયલીઓને કહેવું, ‘તમારે પેઢી દર પેઢી આ મારે માટે અભિષેકનું તેલ થાય.

  17. નિર્ગમન ૩૦:૩૨આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ તે માણસોના શરીરે ન લગાડાય અને તેના જેવું બીજું તેલ તમારે બનાવવું નહિ, કેમ કે એ પવિત્ર તેલ છે અને તમારે માટે એ પવિત્ર ગણાશે.

  18. નિર્ગમન ૩૦:૩૩આશરે ઈ.પૂ. ૧૪૯૧

    જે કોઈ આ સુગંધીઓનું મિશ્રણ કરી આવું તેલ બનાવે અથવા જે યાજક નથી તેવી કોઈ વ્યક્તિ ઉપર તે રેડે, તેને તેના સમાજમાંથી જુદો કરવામાં આવે.’”

  19. નિર્ગમન ૩૦:૩૪આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ યહોવાહે મૂસાને કહ્યું, “તારે મિષ્ટ સુગંધીઓ વાપરવી નાટાફ, શહેલેથ, હેલ્બના અને શુદ્ધ લોબાન પ્રત્યેકને સરખે ભાગે લેવાં.

  20. નિર્ગમન ૩૦:૩૫આશરે ઈ.પૂ. ૧૪૯૧

    તેના મિશ્રણમાંથી સુગંધી ધૂપ બનાવવો. આ ધૂપ નિષ્ણાત કારીગર બનાવતો હોય તે રીતે બનાવવો. એ ધૂપને શુદ્ધ અને પવિત્ર રાખવા તેમાં મીઠું મેળવવું.

  21. નિર્ગમન ૩૦:૩૬આશરે ઈ.પૂ. ૧૪૯૧

    એમાંથી થોડો ભાગ ઝીણો ખાંડીને તેનો ઉપયોગ મુલાકાતમંડપમાં કરારકોશ આગળ, જયાં હું તને દર્શન આપવાનો છું ત્યાં કરવો. તમારે આ ધૂપને અત્યંત પવિત્ર માનવો.

  22. નિર્ગમન ૩૦:૩૭આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ આ વિધિ પ્રમાણેનો જ ધૂપ બને તેવી બનાવટનો ધૂપ તમે તમારા પોતાના ઉપયોગ માટે બનાવશો નહિ. તમારે તો તેને પવિત્રવસ્તુ જ ગણવી.

  23. નિર્ગમન ૩૦:૩૮આશરે ઈ.પૂ. ૧૪૯૧

    તેના જેવો ધૂપ જે કોઈ સૂંઘવાને માટે બનાવે, તેને તેના સમાજમાંથી અલગ કરવામાં આવે.”

  24. નિર્ગમન ૩૧:૧આશરે ઈ.પૂ. ૧૪૯૧

    ¶ વળી યહોવાહે મૂસાને કહ્યું,

  25. નિર્ગમન ૩૧:૨આશરે ઈ.પૂ. ૧૪૯૧

    “જુઓ, મેં યહૂદાના કુળના હૂરના દીકરા ઉરીના દીકરા બસાલેલને નામ લઈને બોલાવ્યો છે.