- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1446 BC
Sinai & The Law
God meets Israel at Mount Sinai, reveals the Ten Commandments, and establishes the Tabernacle and the priestly covenant.
આ કાળની કલમો
- નિર્ગમન ૩૨:૧૦આશરે ઈ.પૂ. ૧૪૯૧
હવે પછી તું મને અટકાવીશ નહિ. મારો ક્રોધ તેઓ પર તપી ઊઠે અને હું તેઓનો નાશ કરીશ. પછી હું તારાથી એક મોટી દેશજાતિ ઉત્પન્ન કરીશ.”
- નિર્ગમન ૩૨:૧૧આશરે ઈ.પૂ. ૧૪૯૧
પરંતુ મૂસાએ ઈશ્વર યહોવાહને વિનંતી કરીને કહ્યું કે, “હે યહોવાહ, તમારા જે લોકોને તમે મોટા પરાક્રમ વડે તથા બળવાન હાથે મિસર દેશમાંથી કાઢી લાવ્યા છો, તેઓની વિરુદ્ધ તમારો કોપ કેમ તપી ઊઠે છે?
- નિર્ગમન ૩૨:૧૨આશરે ઈ.પૂ. ૧૪૯૧
¶ મિસરીઓ શા માટે આ પ્રમાણે બોલે કે, ‘તમે તેઓનું નુકસાન કરવાને માટે, એટલે પર્વતોમાં મારી નાખવા તથા પૃથ્વીની પીઠ પરથી તેઓનો સંહાર કરવા કાઢી લાવ્યા?’ તમારા બળતા કોપથી ફરો અને તમારા લોકો પર આફત લાવવાનો ઇરાદો ફેરવો.
- નિર્ગમન ૩૨:૧૩આશરે ઈ.પૂ. ૧૪૯૧
તમારા સેવકો, ઇબ્રાહિમ, ઇસહાક તથા ઇઝરાયલને આપેલું તમારું વચન યાદ કરો. તમે જે વચન કહ્યું હતું, ‘આકાશના તારાઓના જેટલા હું તારા સંતાન વધારીશ. અને તારા વંશજોને જે દેશ આપવાનું મેં વચન આપ્યું છે તે સમગ્ર દેશ હું તેઓને આપીશ. તેઓ સદાસર્વદા તેના વારસદાર બનશે.’
- નિર્ગમન ૩૨:૧૪આશરે ઈ.પૂ. ૧૪૯૧
પછી જે આફત યહોવાહે પોતાના લોકો પર લાવવાનું કહ્યું હતું તે વિષે તેમણે પોતાનું મન ફેરવ્યું.
- નિર્ગમન ૩૨:૧૫આશરે ઈ.પૂ. ૧૪૯૧
¶ પછી મૂસા પાછો ફરીને પર્વત પરથી નીચે ઊતર્યો અને કરારના બે શિલાપાટી તેના હાથમાં હતી. તે પાટીઓની બન્ને બાજુએ, એટલે આગળ પાછળ એમ બન્ને બાજુએ દશ આજ્ઞાઓ લખેલી હતી.
- નિર્ગમન ૩૨:૧૬આશરે ઈ.પૂ. ૧૪૯૧
તે શિલાપાટીઓ ઈશ્વરની કૃતિ હતી અને પાટી પર કોતરેલો લેખ, તે ઈશ્વરનો લેખ હતો.
- નિર્ગમન ૩૨:૧૭આશરે ઈ.પૂ. ૧૪૯૧
¶ જયારે યહોશુઆએ લોકોની બૂમાબૂમનો અવાજ સાંભળ્યો, ત્યારે તેણે મૂસાને કહ્યું, “છાવણીમાં લડાઈનો ઘોંઘાટ થાય છે.”
- નિર્ગમન ૩૨:૧૮આશરે ઈ.પૂ. ૧૪૯૧
પણ મૂસાએ કહ્યું, “આ કોઈ વિજયનો નાદ નથી, તેમ પરાજયનો પોકાર પણ નથી, પણ આ તો ગાવાનો અવાજ સંભળાય છે.”
- નિર્ગમન ૩૨:૧૯આશરે ઈ.પૂ. ૧૪૯૧
¶ જ્યારે મૂસા છાવણી પાસે પહોંચ્યો, ત્યારે વાછરડું અને નાચગાન જોયાં. મૂસાનો ક્રોધ ભભૂકી ઊઠ્યો. તેણે પોતાના હાથમાંથી શિલાપાટીઓ ફેંકી દીધી તેથી તે પર્વતની નીચે ભાંગી ગઈ.
- નિર્ગમન ૩૨:૨૦આશરે ઈ.પૂ. ૧૪૯૧
તે લોકોએ જે વાછરડું બનાવ્યું હતું તે લઈને તેણે અગ્નિમાં ઓગળી નંખાવ્યું અને તેને વાટીને ભૂકો કર્યો અને પાણીમાં ભભરાવીને ઇઝરાયલી લોકોને તે પાણી પીવડાવ્યું.
- નિર્ગમન ૩૨:૨૧આશરે ઈ.પૂ. ૧૪૯૧
¶ પછી મૂસાએ હારુનને કહ્યું, “આ લોકોએ તારું શું બગાડ્યું છે કે તું તેઓના પર આવું મોટું પાપ લાવ્યો છે?”
- નિર્ગમન ૩૨:૨૨આશરે ઈ.પૂ. ૧૪૯૧
હારુને કહ્યું, “મારા માલિકનો ક્રોધ ન સળગે; તું લોકોને જાણે છે કે તેઓનું વલણ તો દુષ્ટતા તરફ છે.
- નિર્ગમન ૩૨:૨૩આશરે ઈ.પૂ. ૧૪૯૧
એ લોકોએ મને કહ્યું, ‘અમને દોરવણી આપવા માટે દેવ બનાવી આપ. કારણ કે અમને મિસર દેશમાંથી બહાર લાવનાર મૂસાનું શું થયું તે અમે જાણતા નથી.’
- નિર્ગમન ૩૨:૨૪આશરે ઈ.પૂ. ૧૪૯૧
એટલે મેં તેઓને કહ્યું, ‘તમારામાંથી જેમની પાસે સોનાનાં ઘરેણાં હોય તે ઉતારી નાખો. તેઓએ મને સોનાનાં ઘરેણાં આપ્યા અને મેં તે અગ્નિમાં નાખ્યાં એટલે તેમાંથી આ વાછરડું નીકળી આવ્યું.’”
- નિર્ગમન ૩૨:૨૫આશરે ઈ.પૂ. ૧૪૯૧
¶ મૂસાએ જોયું કે હારુને લોકો પરનો પોતાનો કાબૂ જવા દીધો અને પરિણામે તેઓને હાસ્યપાત્ર થવા દીધા હતા.
- નિર્ગમન ૩૨:૨૬આશરે ઈ.પૂ. ૧૪૯૧
પછી મૂસાએ છાવણીના પ્રવેશદ્વાર આગળ ઊભા રહીને મોટા અવાજે પોકાર કર્યો. “યહોવાહના પક્ષમાં હોય તે મારી પાસે આવે.” એટલે સર્વ લેવીઓ તેની પાસે ભેગા થઈ ગયા.
- નિર્ગમન ૩૨:૨૭આશરે ઈ.પૂ. ૧૪૯૧
તેણે તેઓને કહ્યું, “ઇઝરાયલનો ઈશ્વર યહોવાહ એમ કહે છે: ‘તમે બધા પોતપોતાની તલવાર લઈને સજ્જ થઈ જાઓ, છાવણીમાં બધે ફરી વળો અને તમારા ભાઈઓ, મિત્રો અને પડોશીઓને મારી નાખો.’”
- નિર્ગમન ૩૨:૨૮આશરે ઈ.પૂ. ૧૪૯૧
¶ લેવીઓએ મૂસાના કહ્યા પ્રમાણે કર્યું. તે દિવસે લોકોમાંથી લગભગ ત્રણ હજાર પુરુષો માર્યા ગયા.
- નિર્ગમન ૩૨:૨૯આશરે ઈ.પૂ. ૧૪૯૧
મૂસાએ લેવીઓને કહ્યું, “આજે પ્રત્યેક માણસ પોતાના દીકરાની વિરુદ્ધ તથા પોતાના ભાઈની વિરુદ્ધ યહોવાહને અર્પિત થઈ જાઓ, જેથી યહોવાહ આજે તમને આશીર્વાદ આપે.”
- નિર્ગમન ૩૨:૩૦આશરે ઈ.પૂ. ૧૪૯૧
¶ બીજે દિવસે મૂસાએ લોકોને કહ્યું, “તમે મહાપાપ કર્યું છે. હવે હું યહોવાહ પાસે જાઉં છું. કદાચ હું તમારા પાપની માફી મેળવી શકું.”
- નિર્ગમન ૩૨:૩૧આશરે ઈ.પૂ. ૧૪૯૧
આમ કહીને મૂસાએ ફરી યહોવાહ પાસે જઈને કહ્યું, “અરે આ લોકોએ મોટું પાપ કર્યું છે અને પોતાને માટે સોનાનો દેવ બનાવ્યો છે.
- નિર્ગમન ૩૨:૩૨આશરે ઈ.પૂ. ૧૪૯૧
પણ તમે તેઓના પાપને માફ કરો તો સારું; પણ જો નહિ તો તમારા લખેલા પુસ્તકમાંથી મારું નામ ભૂંસી નાખો.”
- નિર્ગમન ૩૨:૩૩આશરે ઈ.પૂ. ૧૪૯૧
¶ યહોવાહે મૂસાને કહ્યું, “જેણે મારી વિરુદ્ધ પાપ કર્યું હશે, તેનું નામ હું મારા પુસ્તકમાંથી ભૂંસી નાખીશ.
- નિર્ગમન ૩૨:૩૪આશરે ઈ.પૂ. ૧૪૯૧
હવે ચાલ જે જગ્યા વિષે મેં તને કહ્યું છે, ત્યાં આ લોકોને દોરી જા. જો, મારો દૂત તારી આગળ ચાલશે. પણ જે દિવસે હું તેઓને જોઈ લઈશ, તે દિવસે હું તેઓના પાપને લીધે તેઓને શિક્ષા કરીશ.”