circa AD 48–96
Letters to the Churches
Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.
આ કાળની કલમો
- 1 તિમોથીને ૧:૧૦આશરે ઈ.સ. ૬૫
વ્યભિચારીઓ, સમલૈંગિકો, મનુષ્યોનો વ્યાપાર કરનારાઓ, જૂઠાઓ તથા જૂઠા સાક્ષીઓ
- 1 તિમોથીને ૧:૧૧આશરે ઈ.સ. ૬૫
તથા સ્તુતિપાત્ર ઈશ્વરના મહિમાની જે સુવાર્તા મને સોંપવામાં આવી છે તે પ્રમાણેના શુદ્ધ ઉપદેશની વિરુદ્ધ જે કંઈ હોય, એવા સર્વને માટે છે.
- 1 તિમોથીને ૧:૧૨આશરે ઈ.સ. ૬૫
¶ મને સામર્થ્ય આપનાર આપણા પ્રભુ ખ્રિસ્ત ઈસુનો હું આભાર માનું છું કેમ કે તેમણે મને વિશ્વાસુ ગણ્યો અને સેવામાં નિયુક્ત કર્યો;
- 1 તિમોથીને ૧:૧૩આશરે ઈ.સ. ૬૫
જોકે હું પહેલાં દુર્ભાષણ કરનાર, સતાવનાર તથા હિંસક હતો, તોપણ મારા પર દયા કરવામાં આવી, કારણ કે અવિશ્વાસી હોવાથી મેં અજ્ઞાનતામાં તે કર્યું હતું;
- 1 તિમોથીને ૧:૧૪આશરે ઈ.સ. ૬૫
પણ ખ્રિસ્ત ઈસુમાં વિશ્વાસ તથા પ્રેમ સાથે પ્રભુની કૃપા અતિશય થઈ.
- 1 તિમોથીને ૧:૧૫આશરે ઈ.સ. ૬૫
¶ આ વિધાન વિશ્વસનીય તથા સંપૂર્ણ અંગીકાર કરવા યોગ્ય છે કે, ખ્રિસ્ત ઈસુ પાપીઓનો ઉદ્ધાર કરવા સારુ દુનિયામાં આવ્યા, તેઓમાં હું મુખ્ય છું;
- 1 તિમોથીને ૧:૧૬આશરે ઈ.સ. ૬૫
પણ તે કારણથી મારા પર દયા દર્શાવીને ખ્રિસ્ત ઈસુએ મારામાં પૂરી સહનશીલતા પ્રગટ કરી કે જે દ્વારા અનંતજીવનને સારું વિશ્વાસ કરનારાઓને નમુનો પ્રાપ્ત થાય.
- 1 તિમોથીને ૧:૧૭આશરે ઈ.સ. ૬૫
જે સનાતન યુગોના રાજા, અવિનાશી, અદ્રશ્ય તથા એકમાત્ર ઈશ્વર છે, તેમને અનંતકાળ માન તથા મહિમા હો. આમીન.
- 1 તિમોથીને ૧:૧૮આશરે ઈ.સ. ૬૫
¶ દીકરા તિમોથી, તારા વિષે અગાઉ થયેલાં ભવિષ્યકથન પ્રમાણે, આ આજ્ઞા હું તને આપું છું કે, તે ભવિષ્યકથનોની સહાયથી તું સારી લડાઈ લડે;
- 1 તિમોથીને ૧:૧૯આશરે ઈ.સ. ૬૫
અને વિશ્વાસ તથા શુદ્ધ અંતઃકરણ રાખે. તેનો ત્યાગ કરવાથી કેટલાકનું વિશ્વાસરૂપી વહાણ ભાંગ્યું છે.
- 1 તિમોથીને ૧:૨૦આશરે ઈ.સ. ૬૫
તેઓમાંના હુમનાયસ તથા આલેકસાંદર છે; તેઓ દુર્ભાષણ કરવાનું ન શીખે માટે મેં તેઓને શેતાનને સોંપ્યાં છે.
- 1 તિમોથીને ૨:૧આશરે ઈ.સ. ૬૫
¶ હવે સર્વ પ્રથમ હું એવો બોધ કરું છું કે, વિનંતી, પ્રાર્થના, મધ્યસ્થી તથા આભારસ્તુતિ સઘળાં માણસોને માટે કરવામાં આવે;
- 1 તિમોથીને ૨:૨આશરે ઈ.સ. ૬૫
રાજાઓ અને સર્વ અધિકારીઓને માટે પણ કરવામાં આવે જેથી આપણે શાંત તથા નિરાંતનું જીવન પૂર્ણ ઈશ્વરમય તથા સન્માનપૂર્વક જીવીએ.
- 1 તિમોથીને ૨:૩આશરે ઈ.સ. ૬૫
કેમ કે ઈશ્વર આપણા ઉદ્ધારકર્તાની દ્રષ્ટિએ તે સારું તથા સ્વીકાર્ય છે.
- 1 તિમોથીને ૨:૪આશરે ઈ.સ. ૬૫
તેઓ ઇચ્છે છે કે સઘળાં માણસો ઉદ્ધાર પામે અને તેઓને સત્યનું જ્ઞાન પ્રાપ્ત થાય.
- 1 તિમોથીને ૨:૫આશરે ઈ.સ. ૬૫
¶ કેમ કે એક જ ઈશ્વર છે તદુપરાંત ઈશ્વર તથા મનુષ્યોની વચ્ચે એક જ મધ્યસ્થ છે તે મનુષ્ય, ખ્રિસ્ત ઈસુ
- 1 તિમોથીને ૨:૬આશરે ઈ.સ. ૬૫
જેમણે સઘળાંનું મુક્તિમૂલ્ય ચૂકવવા સ્વાર્પણ કર્યું; તેમની સાક્ષી નિર્માણ થયેલ સમયે આપવામાં આવી હતી.
- 1 તિમોથીને ૨:૭આશરે ઈ.સ. ૬૫
મને તે હેતુસર પોકારનાર તથા પ્રેરિત હું સાચું બોલું છું, જૂઠું નહિ અને વિશ્વાસ તથા સત્યમાં બિનયહૂદીઓને માટે શિક્ષક નિયુક્ત કરવામાં આવ્યો છે.
- 1 તિમોથીને ૨:૮આશરે ઈ.સ. ૬૫
¶ તેથી મારી ઇચ્છા છે કે, પુરુષો સર્વ સ્થળે ગુસ્સા તથા વિવાદ વિના પવિત્ર હાથો ઊંચા કરીને પ્રાર્થના કરે.
- 1 તિમોથીને ૨:૯આશરે ઈ.સ. ૬૫
તે જ પ્રમાણે સ્ત્રીઓ પણ મર્યાદા તથા સંયમ રાખીને શોભતાં વસ્ત્રોથી પોતાને શણગારે; ગૂંથેલા વાળથી તથા સોના કે મોતીના અલંકારથી કે ખર્ચાળ વસ્ત્રોથી નહિ,
- 1 તિમોથીને ૨:૧૦આશરે ઈ.સ. ૬૫
પણ સારાં કાર્યો દ્વારા ઈશ્વરપરાયણતા માનનાર સ્ત્રીઓને જે ઉચિત છે તેનાથી શણગારે.
- 1 તિમોથીને ૨:૧૧આશરે ઈ.સ. ૬૫
¶ સ્ત્રીએ સંપૂર્ણ આધીનતાથી શાંત રહીને શીખવું.
- 1 તિમોથીને ૨:૧૨આશરે ઈ.સ. ૬૫
ઉપદેશ કરવાની કે, પુરુષ પર અધિકાર ચલાવવાની હું સ્ત્રીને રજા આપતો નથી, પણ તેણે શાંત રહેવું.
- 1 તિમોથીને ૨:૧૩આશરે ઈ.સ. ૬૫
¶ કેમ કે આદમ પહેલાં ઉત્પન્ન થયો, પછી હવા;
- 1 તિમોથીને ૨:૧૪આશરે ઈ.સ. ૬૫
આદમ છેતરાયો નહિ, પણ સ્ત્રીએ છેતરાઈને ઉલ્લંઘન કર્યું;