મુખ્ય સામગ્રી પર જાઓ

circa AD 48–96

Letters to the Churches

Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.

2,767 કલમો · 21 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. 1 તિમોથીને ૪:૯આશરે ઈ.સ. ૬૫

    ¶ આ વિધાન વિશ્વસનીય તથા સંપૂર્ણ અંગીકાર કરવા યોગ્ય છે.

  2. 1 તિમોથીને ૪:૧૦આશરે ઈ.સ. ૬૫

    તેથી આપણે તેને સારું મહેનત તથા સંઘર્ષ કરીએ છીએ, કેમ કે આપણી આશા જીવંત ઈશ્વરમાં છે, જે સર્વ મનુષ્યોના, સવિશેષ વિશ્વાસીઓના ઉદ્ધારકર્તા છે.

  3. 1 તિમોથીને ૪:૧૧આશરે ઈ.સ. ૬૫

    ¶ આ બાબતોનો આદેશ આપજે તથા શીખવજે.

  4. 1 તિમોથીને ૪:૧૨આશરે ઈ.સ. ૬૫

    તારી યુવાવસ્થાનો કોઈ તિરસ્કાર કરે નહિ; પણ વાણી, વર્તન, પ્રેમ, વિશ્વાસ અને પવિત્રતામાં તું વિશ્વાસીઓને નમૂનારૂપ થજે.

  5. 1 તિમોથીને ૪:૧૩આશરે ઈ.સ. ૬૫

    હું આવું ત્યાં સુધી જાહેર શાસ્ત્રવાંચન, બોધ આપવા તથા શિક્ષણ આપવામાં ધ્યાન આપજે.

  6. 1 તિમોથીને ૪:૧૪આશરે ઈ.સ. ૬૫

    ¶ જે કૃપાદાન તને વડીલોના હાથ મૂકવા તથા પ્રબોધ કરવા દ્વારા આપવામાં આવ્યું હતું, તે વિષે બેદરકાર રહીશ નહિ.

  7. 1 તિમોથીને ૪:૧૫આશરે ઈ.સ. ૬૫

    એ બાબતોનું મનન કર, તેમાં પરોવાયેલ રહે જેથી તારી પ્રગતિ સર્વને સ્પષ્ટ દેખાય.

  8. 1 તિમોથીને ૪:૧૬આશરે ઈ.સ. ૬૫

    પોતા પર તથા શિક્ષણ પર ધ્યાન આપ, તેમાં લાગુ રહે, કેમ કે આ પ્રમાણે કરવાથી તું પોતાને તથા તારા સાંભળનારાઓને પણ બચાવીશ.

  9. 1 તિમોથીને ૫:૧આશરે ઈ.સ. ૬૫

    ¶ વૃદ્ધને સખ્તાઈથી ઠપકો ન આપ પણ જેમ પિતાને તેમ તેમને સમજાવ, જેમ ભાઈઓને તેમ જુવાનોને;

  10. 1 તિમોથીને ૫:૨આશરે ઈ.સ. ૬૫

    જેમ માતાઓને તેમ વૃદ્ધ સ્ત્રીઓને; અને જેમ બહેનોને તેમ જુવાન સ્ત્રીઓને પૂર્ણ પવિત્રતામાં સમજાવ.

  11. 1 તિમોથીને ૫:૩આશરે ઈ.સ. ૬૫

    ¶ જેઓ ખરેખર વિધવાઓ છે તેઓનું સન્માન કર.

  12. 1 તિમોથીને ૫:૪આશરે ઈ.સ. ૬૫

    વળી કોઈ વિધવાના સંતાનો અથવા સંતાનોના સંતાનો હોય તો તેઓ પ્રથમ પોતાના ઘર પ્રત્યે સમર્પિત બને અને પોતાનાં માતાપિતાનું ઋણ ચુકવવાનું શીખે, જે ખરેખર ઈશ્વર સમક્ષ રુચિકર છે.

  13. 1 તિમોથીને ૫:૫આશરે ઈ.સ. ૬૫

    ¶ તદુપરાંત ખરેખર વિધવા એ છે જે ત્યજી દેવાયેલ છે અને જેની આશા ઈશ્વરમાં છે અને રાતદિવસ વિનંતી તથા પ્રાર્થનામાં તત્પર રહે છે.

  14. 1 તિમોથીને ૫:૬આશરે ઈ.સ. ૬૫

    પણ જે સ્ત્રી સ્વછંદીપણામાં જીવે છે તે જીવતાજીવ મૂએલી છે.

  15. 1 તિમોથીને ૫:૭આશરે ઈ.સ. ૬૫

    ¶ આ વાતો આગ્રહથી તેઓને જણાવ કે તેઓ ઠપકાપાત્ર ન બને.

  16. 1 તિમોથીને ૫:૮આશરે ઈ.સ. ૬૫

    પણ જે માણસ પોતાનું અને વિશેષ કરીને પોતાના ઘરનું પૂરું કરતો નથી, તો તેણે વિશ્વાસનો નકાર કર્યો છે તથા તે અવિશ્વાસી કરતા પણ બદતર છે.

  17. 1 તિમોથીને ૫:૯આશરે ઈ.સ. ૬૫

    ¶ જો સાંઠ વર્ષની ઉપરની, પુનર્લગ્ન કર્યું હોય નહિ એવી,

  18. 1 તિમોથીને ૫:૧૦આશરે ઈ.સ. ૬૫

    સારાં કામમાં સાક્ષીરૂપ, બાળકોનો ઉછેર કરનાર, આગતા-સ્વાગતા કરનાર, સંતોના પગ ધોનાર, પીડિતોની સહાય કરનાર, દરેક સારાં કામ કરનાર, તેવી વિધવા સ્ત્રીનું નામ સૂચીમાં નોંધવામાં આવે.

  19. 1 તિમોથીને ૫:૧૧આશરે ઈ.સ. ૬૫

    ¶ પણ જુવાન વિધવાઓને નામંજૂર કર, જયારે તેઓ ખ્રિસ્તની વિરુદ્ધ વિષયવાસનાઓથી ઉન્મત્ત થઈને પરણવા ચાહે.

  20. 1 તિમોથીને ૫:૧૨આશરે ઈ.સ. ૬૫

    તેઓ પ્રથમ કરેલી પ્રતિજ્ઞાનો ત્યાગ કરીને ન્યાયશાસનને નોતરે છે.

  21. 1 તિમોથીને ૫:૧૩આશરે ઈ.સ. ૬૫

    તદુપરાંત તેઓ આળસુ બનવાનું શીખે છે, ઘરેઘરે ફરે છે. આળસુ થવા ઉપરાંત જે ઉચિત નથી તેવું બોલીને કૂથલી તથા પારકી પંચાત કરે છે.

  22. 1 તિમોથીને ૫:૧૪આશરે ઈ.સ. ૬૫

    ¶ માટે હું ઇચ્છું છું કે જુવાન વિધવાઓ લગ્ન કરે, બાળકોને જન્મ આપે, ઘર સંભાળે અને શત્રુને ઠપકો આપવાની તક ના આપે.

  23. 1 તિમોથીને ૫:૧૫આશરે ઈ.સ. ૬૫

    કેમ કે અત્યાર સુધીમાં કેટલીક વિધવા સ્ત્રીઓ શેતાનની પાછળ ભટકી ગઈ છે.

  24. 1 તિમોથીને ૫:૧૬આશરે ઈ.સ. ૬૫

    જો વિધવાઓ કોઈ વિશ્વાસી સ્ત્રી પર આધારિત હોય, તો તે તેઓનું પૂરું કરે, અને મંડળી પર તેમનો ભાર નાખે નહિ કે જેથી જે વિધવાઓ ખરેખર નિરાધાર છે તેઓની મદદ મંડળી કરે.

  25. 1 તિમોથીને ૫:૧૭આશરે ઈ.સ. ૬૫

    ¶ જે વડીલો સારી રીતે અધિકાર ચલાવે છે અને વિશેષે કરીને જેઓ ઉપદેશ કરવામાં તથા શિક્ષણ આપવામાં શ્રમ કરે છે, તેઓને બમણાં સન્માનિત ગણવા.