મુખ્ય સામગ્રી પર જાઓ

Assyria

115 verses · 5 known names

આ નામે પણ ઓળખાય છે: Asshur, Assur, Assyrian, Assyrians

36.3500, 43.1500 ગૂગલ નકશા પર જુઓ

Assyria નો ઉલ્લેખ કરતી કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ખાલદીઓના દેશને જુઓ. તે પ્રજા નહોતી; આશ્શૂરે તેને જંગલી પ્રાણીઓને માટે અરણ્ય બનાવ્યું છે: તેઓએ તેના બુરજો ઊભા કર્યા, તેઓએ એના મહેલોને જમીનદોસ્ત કર્યા; તેણે તેને ઉજ્જડ કરી નાખ્યો.

  2. તે દિવસે મોટું રણશિંગડું વગાડવામાં આવશે; અને આશ્શૂર દેશમાં જેઓ નાશ પામનાર હતા, તેઓ તથા મિસરમાં જેઓને તજી દેવામાં આવ્યા હતા, તેઓ આવશે, તેઓ યરુશાલેમમાં પવિત્ર પર્વત પર યહોવાહની ઉપાસના કરશે.

  3. ¶ હિઝકિયા રાજાની કારકિર્દીના અમલના ચૌદમા વર્ષે આશ્શૂરના રાજા સાન્હેરીબે યહૂદિયાનાં સર્વ કિલ્લાવાળાં નગરો ઉપર ચઢાઈ કરીને તેઓને જીતી લીધાં.

  4. પછી આશ્શૂરના રાજાએ લાખીશથી રાબશાકેહને મોટા લશ્કર સહિત હિઝકિયા રાજાની પાસે યરુશાલેમ મોકલ્યો. તે ધોબીના ખેતરની સડક પર ઉપલા તળાવના ગરનાળા પાસે ઊભો રહ્યો.

  5. ¶ રાબશાકેહએ તેઓને કહ્યું, “હિઝકિયાને કહેજો, આશ્શૂરના મહાન રાજા એવું પૂછે છે કે, ‘તું કોના પર ભરોસો રાખે છે?

  6. ¶ તેથી હવે, હું તને બે હજાર ઘોડા આપું છું, તેઓ પર સવારી કરનાર માણસો પૂરા પાડવાની મારા માલિક આશ્શૂરના રાજાની સાથે તું શરત કર.

  7. ¶ પછી રાબશાકેહએ ઊભા રહીને મોટા અવાજે યહૂદી ભાષામાં પોકારીને કહ્યું, આશ્શૂરના મહાન રાજાધિરાજનાં વચનો સાંભળો;

  8. વળી “યહોવાહ આપણને જરૂર છોડાવશે; આ નગર આશ્શૂરના રાજાના હાથમાં જશે નહિ. એમ કહીને હિઝકિયા તમારી પાસે યહોવાહ પર ભરોસો કરાવે નહિ.”

  9. ¶ હિઝકિયાની વાત સાંભળશો નહિ, કેમ કે આશ્શૂરનો રાજા એમ કહે છે: ‘મારી સાથે સલાહ કરીને મારે શરણે આવો. પછી તમારામાંના દરેક પોતાના દ્રાક્ષાવેલામાંથી અને પોતાની અંજીરીના ફળ ખાશો અને પોતાની ટાંકીનું પાણી પીશો.

  10. ¶ ‘યહોવાહ આપણને છોડાવશે,’ એમ કહીને હિઝકિયા તમને ગેરમાર્ગે ના દોરે. શું વિદેશીઓના કોઈ પણ દેવે પોતાના દેશને આશ્શૂરના રાજાના હાથમાંથી છોડાવ્યો છે?

  11. આશ્શૂરના રાજાએ પોતાનાં સેવક રાબશાકેહને જીવતા ઈશ્વરની નિંદા કરવા માટે મોકલ્યો છે અને તેના સર્વ શબ્દો યહોવાહ તમારા ઈશ્વરે સાંભળ્યા છે. તો હવે તે સાંભળીને તેને માટે તેઓને ધમકાવે; માટે બચી ગયેલાઓને માટે તું પ્રાર્થના કર.”

  12. અને યશાયાએ તેઓને કહ્યું: “તમારા ધણીને કહેજો કે: ‘યહોવાહ કહે છે કે, જે શબ્દો તેં સાંભળ્યા છે, એટલે જે વડે આશ્શૂરના રાજાના સેવકોએ મારી વિરુદ્ધ દુર્ભાષણ કર્યું છે, તેથી તારે બીવું નહિ.

  13. ¶ જ્યારે રાબશાકેહ પાછો ગયો ત્યારે તેને માલૂમ પડ્યું આશ્શૂરનો રાજા લિબ્નાહની વિરુદ્ધ યુદ્ધ કરે છે. વળી તેણે સાંભળ્યું હતું કે તે લાખીશથી ઊપડ્યો છે.

  14. “હિઝકિયા, યહૂદિયાના રાજાને કહે કે, ‘જે ઈશ્વર પર તું ભરોસો રાખે છે, તે એવું કહીને તમને ન છેતરે કે, “યરુશાલેમ આશ્શૂરના રાજાના હાથમાં નહિ પડશે.”

  15. ¶ આશ્શૂરના રાજાઓએ સર્વ દેશોનો નાશ કરીને તેઓના કેવા હાલ કર્યા છે તે તો તેં સાંભળ્યું છે; તો શું તારો બચાવ થશે?

  16. હે યહોવાહ, ખરેખર આશ્શૂરના રાજાઓએ બીજી પ્રજાઓનો તથા તેઓના દેશોનો નાશ કર્યો છે એ વાત સાચી છે.

  17. ¶ પછી આમોસના દીકરા યશાયાએ હિઝકિયાને સંદેશો મોકલીને કહેવડાવ્યું, “યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે, ‘આશ્શૂરના રાજા સાન્હેરીબ વિષે તેં મને પ્રાર્થના કરી છે.’

  18. તેથી આશ્શૂરના રાજા વિષે યહોવાહ કહે છે: “તે આ નગરમાં આવશે નહિ, ત્યાં બાણ પણ મારશે નહિ, તે ઢાલ લઈને તેની આગળ આવશે નહિ અને તેની સામે મોરચો બાંધશે નહિ.

  19. તેથી આશ્શૂરનો રાજા સાન્હેરીબ ઇઝરાયલ છોડીને પાછો નિનવે પોતાના ઘરે જતો રહ્યો.

  20. હું તને તથા આ નગરને આશ્શૂરના રાજાના હાથમાંથી છોડાવીશ; અને હું આ નગરનું રક્ષણ કરીશ.

  21. તેથી હવે, મિસરના માર્ગે જઈને નાઇલ નદીનું પાણી પીવાનું તારે શું કામ છે? અને આશ્શૂરના માર્ગે જઈને ફ્રાત નદીનું પાણી પીવાનું તારે શું કામ છે?

  22. તું શા માટે તારો માર્ગ બદલવા માટે આમતેમ ભટકે છે? તું આશ્શૂરથી લજ્જિત થયો હતો, તેમ તું મિસરથી પણ લજ્જિત થઈશ.

  23. ઇઝરાયલ રખડેલ ઘેટાં સમાન છે અને સિંહોએ તેને નસાડી મૂક્યો છે. પ્રથમ તો આશ્શૂરનો રાજા તેઓને ખાઈ ગયો; પછી છેલ્લે બાબિલના રાજા નબૂખાદનેસ્સારે તેઓનાં હાડકાં ભાંગી નાખ્યાં છે.

  24. તેથી સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે, જુઓ, મેં જે રીતે આશ્શૂરના રાજાને શાસન આપ્યું છે તે રીતે બાબિલના રાજાને અને તેના દેશને પણ શાસન આપીશ.

  25. તેણે તેઓને એટલે આશ્શૂરના માણસોને પોતાની જાતને ગણિકા તરીકે સોંપી દીધી, જે સર્વ વડે તે વિલાસી થઈ હતી. તેઓ આશ્શૂરના સર્વોત્તમ દિલપસંદ પુરુષો હતા. તેણે તેઓની મૂર્તિઓ વડે પોતાને અશુદ્ધ કરી.