મુખ્ય સામગ્રી પર જાઓ

Solomon

275 કલમો · 27 કુટુંબના સભ્યો

આ નામે પણ ઓળખાય છે: Jedidiah

Solomon નો ઉલ્લેખ કરતી કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. સુલેમાનના સર્વ દિવસો દરમિયાન દાનથી તે બેરશેબા સુધી યહૂદિયા તથા ઇઝરાયલ પોતપોતાના દ્રાક્ષાવેલા નીચે તથા પોતપોતાની અંજીરી નીચે નિર્ભય સ્થિતિમાં હતા.

  2. ¶ સુલેમાનને પોતાના રથોના ઘોડાને માટે ચાળીસ હજાર તબેલા હતા અને બાર હજાર ઘોડેસવારો હતા.

  3. દરેક અધિકારીઓ પોતપોતાને ભાગે આવેલા મહિનામાં સુલેમાન રાજાને તથા સુલેમાનને ત્યાં જમવા આવનાર બધાંને ખોરાક પૂરો પાડતા હતા. તેઓ કોઈપણ બાબતની અછત પડવા દેતા નહિ.

  4. ¶ ઈશ્વરે સુલેમાનને ઘણું જ્ઞાન, સમજશક્તિ તથા સમુદ્રકિનારાની રેતીના પટ સમું વિશાળ સમજશકિત આપ્યાં હતાં.

  5. પૂર્વ દિશાના સર્વ લોકોના જ્ઞાનથી તથા મિસરીઓના સર્વ જ્ઞાન કરતાં સુલેમાનનું જ્ઞાન અધિક હતું.

  6. જે સર્વ લોકોએ તથા પૃથ્વી પરના જે સર્વ રાજાઓએ સુલેમાનના જ્ઞાન વિષે સાંભળ્યું હતું, તેઓમાંના ઘણા તેના જ્ઞાનની વાતો સાંભળવા આવતા હતા.

  7. ¶ તૂરના રાજા હીરામે પોતાના ચાકરોને સુલેમાન પાસે મોકલ્યા, કેમ કે તેણે સાંભળ્યું હતું કે લોકોએ તેને તેના પિતાને સ્થાને રાજા તરીકે અભિષિક્ત કર્યો હતો; હીરામ હમેશાં દાઉદ પર પ્રેમ રાખતો હતો.

  8. સુલેમાને હીરામ પાસે માણસ મોકલીને કહેવડાવ્યું,

  9. ¶ જયારે હીરામે સુલેમાનની વાતો સાંભળી, ત્યારે ઘણો આનંદિત થઈને બોલ્યો, “આજે યહોવાહની સ્તુતિ થાઓ કે તેમણે આ મહાન પ્રજા પર રાજ કરવા દાઉદને જ્ઞાની દીકરો આપ્યો છે.”

  10. હીરામે સુલેમાનની પાસે માણસ મોકલીને કહાવ્યું, “જે સંદેશો તમે મારા પર મોકલ્યો છે તે મેં સાંભળ્યો છે. એરેજવૃક્ષનાં લાકડાંની બાબતમાં તથા દેવદારનાં લાકડાંની બાબતમાં હું તમારી ઇચ્છા પ્રમાણે બધું કરીશ.

  11. ¶ તેથી હીરામે સુલેમાનને તેની ઇચ્છા પ્રમાણે એરેજવૃક્ષોનાં લાકડાં તથા દેવદારનાં લાકડાં આપ્યાં.

  12. સુલેમાને હીરામના ઘરનાંને ખોરાકી બદલ વીસ હજાર માપ ઘઉં અને વીસ હજાર માપ શુદ્ધ તેલ આપ્યું. સુલેમાન હીરામને વર્ષોવર્ષ એ પ્રમાણે આપતો.

  13. યહોવાહે સુલેમાનને વચન પ્રમાણે જ્ઞાન આપ્યું હતું. હીરામ તથા સુલેમાનની વચ્ચે સંપ હતો અને તેઓ બન્નેએ અરસપરસ કરાર કર્યો.

  14. ¶ સુલેમાન રાજાએ સર્વ ઇઝરાયલમાંથી સખત પરિશ્રમ કરનારું લશ્કર ઊભું કર્યું; તે લશ્કર ત્રીસ હજાર માણસોનું હતું.

  15. ¶ સુલેમાન પાસે સિત્તેર હજાર મજૂરો હતા અને પર્વત પર પથ્થર ખોદનારા એંસી હજાર હતા.

  16. સુલેમાનની પાસે કામ પર દેખરેખ રાખનારા તથા કામ કરનાર મજુરો પર અધિકાર ચલાવનારા ત્રણ હજાર ત્રણ સો મુખ્ય અધિકારીઓ હતા.

  17. તેથી સુલેમાનનું ઘર બાંધનારા, હીરામનું ઘર બાંધનારા તથા ગબાલીઓ આ પથ્થરોને ઘડતા હતા અને ભક્તિસ્થાન બાંધવા માટે લાકડાં તથા પથ્થર તૈયાર કરતા હતા.

  18. ¶ ઇઝરાયલીઓ મિસર દેશમાંથી ચારસો એંશી વર્ષ પૂરાં થયા પછી ત્યાંથી બહાર આવ્યા. રાજા સુલેમાનના ઇઝરાયલ પરના શાસનના ચોથા વર્ષના ઝીવ માસમાં એટલે બીજા માસમાં તેણે ઈશ્વરના સભાસ્થાનનું બાંધકામ શરૂ કર્યું.

  19. રાજા સુલેમાને જે ભક્તિસ્થાન યહોવાહ માટે બંધાવ્યુ તેની લંબાઈ સાઠ હાથ, પહોળાઈ વીસ હાથ અને ઊંચાઈ ત્રીસ હાથ હતી.

  20. ¶ પછી યહોવાહનું વચન સુલેમાન પાસે આવ્યું;

  21. ¶ આમ, સુલેમાને સભાસ્થાનનું બાંધકામ પૂરું કર્યું.

  22. ¶ પછી સુલેમાને સભાસ્થાનની અંદરની દીવાલોને શુદ્ધ સોનાથી મઢી. તેણે પરમપવિત્રસ્થાનની આગળ પ્રવેશદ્વારના એક છેડેથી બીજા છેડા સુધી સોનાની સાંકળો મૂકી અને આગળના ભાગને સોનાથી મઢ્યો.

  23. ¶ સુલેમાનને પોતાનો મહેલ બાંધતાં તેર વર્ષ લાગ્યાં હતાં.

  24. ¶ સુલેમાનને રહેવાનો મહેલ, એટલે પરસાળની અંદરનું બીજું આંગણું, તે પણ તેવી જ કારીગરીનું હતું. ફારુનની દીકરી જેની સાથે તેણે લગ્ન કર્યું હતું. તેને માટે તેણે તે મહેલ બાંધ્યો.

  25. ¶ સુલેમાન રાજાના માણસો તૂરમાંથી હીરામને લઈ આવ્યા.