મુખ્ય સામગ્રી પર જાઓ

Solomon

275 કલમો · 27 કુટુંબના સભ્યો

આ નામે પણ ઓળખાય છે: Jedidiah

Solomon નો ઉલ્લેખ કરતી કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. પછી સુલેમાન પોતાના પિતા દાઉદના રાજ્યાસન પર બેઠો અને તેનું રાજ્ય ઘણું સ્થિર થયું.

  2. ¶ પછી હાગ્ગીથનો દીકરો અદોનિયા સુલેમાનની માતા બાથશેબા પાસે આવ્યો. બેથશેબાએ તેને પૂછ્યું, “શું તું શાંતિપૂર્વક આવ્યો છે?” તેણે જવાબ આપ્યો, “શાંતિપૂર્વક આવ્યો છું.”

  3. તેણે કહ્યું, “કૃપા કરી તમે સુલેમાન રાજાને કહો કે તે શૂનામ્મી અબીશાગ સાથે મારું લગ્ન કરાવે, કેમ કે તે તમને ના નહિ પાડે.”

  4. ¶ બાથશેબા અદોનિયાને માટે સુલેમાન રાજાને કહેવા માટે તેની પાસે ગઈ. તેને મળવા રાજા ઊભો થયો અને તેને પ્રણામ કર્યા. પછી તે પોતાના રાજ્યાસન પર બેઠો અને રાજમાતાને માટે એક આસન મુકાવ્યું. તે તેને જમણે હાથે બેઠી.

  5. ¶ સુલેમાન રાજાએ પોતાની માતાને જવાબ આપ્યો, “તું અદોનિયા માટે શૂનામ્મી અબીશાગને જ કેમ માગે છે? તેને માટે રાજ્ય પણ માગ, કેમ કે તે મારો મોટો ભાઈ છે. તેને માટે, અબ્યાથાર યાજકને માટે તથા સરુયાના દીકરા યોઆબને માટે પણ માગ.”

  6. પછી સુલેમાન રાજાએ યહોવાહની હાજરીમાં કહ્યું, “એ વાત અદોનિયા બોલ્યો છે તેથી તેના જીવની હાનિ ન થાય, તો ઈશ્વર મને એવું અને એથી પણ વધારે વિતાડો.

  7. તેથી સુલેમાન રાજાએ યહોયાદાના દીકરા બનાયાને મોકલ્યો; બનાયાએ અદોનિયાને શોધીને મારી નાખ્યો.

  8. આમ સુલેમાને યહોવાહના યાજકપદ પરથી અબ્યાથારને પદભ્રષ્ટ કર્યો, જેથી એલીના કુટુંબ વિષે યહોવાહે શીલોમાં જે વચન કહ્યાં હતાં તે તે પૂરાં કરે.

  9. સુલેમાન રાજાને સમાચાર મળ્યા કે યોઆબ યહોવાહના મંડપમાં નાસી ગયો છે અને હવે તે વેદીની પાસે છે. ત્યારે સુલેમાને યહોયાદાના દીકરા બનાયાને મોકલીને કહ્યું કે, “જા, તેને મારી નાખ.”

  10. ¶ જયારે સુલેમાનને કહેવામાં આવ્યું કે શિમઈ યરુશાલેમથી રવાના થઈ ગાથ ગયો હતો અને પાછો આવી ગયો છે,

  11. ¶ પણ સુલેમાન રાજા તો આશીર્વાદિત થશે અને દાઉદનું રાજ્યાસન યહોવાહની સમક્ષ સદાને માટે સ્થિર થશે.”

  12. અને રાજાએ યહોયાદાના દીકરા બનાયાને આજ્ઞા આપી અને તેણે બહાર નીકળીને શિમઈને મારી નાખ્યો. તેથી રાજ્ય સુલેમાનના હાથમાં સ્થિર થયું.

  13. ¶ સુલેમાને મિસરના રાજા ફારુનની સાથે સંબંધ બાંધીને તેની દીકરી સાથે લગ્ન કર્યું. તે પોતાનો મહેલ, યહોવાહનું ભક્તિસ્થાન તથા યરુશાલેમની ફરતે દીવાલ બાંધી રહ્યો, ત્યાં સુધી તેણે ફારુનની દીકરીને દાઉદનગરમાં રાખી.

  14. સુલેમાન પોતાના પિતા દાઉદના વિધિઓ પ્રમાણે ચાલીને યહોવાહ પર પ્રેમ રાખતો હતો, તે ધર્મસ્થાનોમાં અર્પણ કરતો હતો અને ધૂપ બાળતો હતો.

  15. ¶ રાજા ગિબ્યોનમાં અર્પણ કરવા ગયો, કેમ કે તે મોટું ધર્મસ્થાન હતું. તે વેદી પર સુલેમાને એક હજાર દહનીયાર્પણ ચઢાવ્યાં.

  16. ગિબ્યોનમાં યહોવાહે રાત્રે સુલેમાનને સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું, “માગ! હું તને શું આપું?”

  17. ¶ તેથી સુલેમાને કહ્યું, “તમારા સેવક, મારા પિતા દાઉદ જે પ્રમાણે તમારી આગળ સત્યતાથી, ન્યાયીપણાથી તથા તમારી સાથે પ્રામાણિક હૃદયથી ચાલ્યા, તે પ્રમાણે તમે તેમના પર મોટી કૃપા પણ કરી. તમે તેમના પર આ મોટી કૃપા કરી છે એટલે જેમ આજે છે તેમ, તેમના રાજ્યાસન પર બેસવા તમે તેમને દીકરો આપ્યો છે.

  18. ¶ સુલેમાનની વિનંતીથી પ્રભુ પ્રસન્ન થયા.

  19. ¶ પછી સુલેમાન જાગ્યો, તો જુઓ, એ તો સ્વપ્ન હતું. તે યરુશાલેમ આવ્યો અને પ્રભુના કરારકોશ આગળ ઊભો રહ્યો. તેણે દહનીયાર્પણ તથા શાંત્યર્પણ ચઢાવ્યાં અને પોતાના સર્વ ચાકરોને મિજબાની આપી.

  20. ¶ સુલેમાન રાજા સર્વ ઇઝરાયલ પર રાજ કરતો હતો.

  21. ¶ સર્વ ઇઝરાયલ પર સુલેમાનના બાર અધિકારીઓ હતા, જેઓ રાજાને તથા તેના કુટુંબને ખોરાક પૂરો પાડવાની જવાબદારી બજાવતા હતા. દરેકને માથે વર્ષમાં એકેક મહિનાનો ખર્ચ પૂરો પાડવાનો હતો.

  22. ¶ દોરના આખા પહાડી પ્રદેશમાં બેન-અબીનાદાબ હતો. તેણે સુલેમાનની દીકરી ટાફાથ સાથે લગ્ન કર્યું હતું.

  23. ¶ અહિમાઆસ નફતાલીમાં હતો. તેણે પણ સુલેમાનની દીકરી બાસમાથની સાથે લગ્ન કર્યું હતું.

  24. નદીથી તે પલિસ્તીઓના દેશ સુધી તથા મિસરની સરહદ સુધીનાં સર્વ રાજ્યો પર સુલેમાન હકૂમત ચલાવતો હતો. તેઓ નજરાણાં લાવતા અને સુલેમાનની જિંદગીના સર્વ દિવસો તેઓ તેની તાબેદારી કરતા રહ્યા.

  25. સુલેમાનના મહેલમાં રહેનારાનો એક દિવસનો ખોરાક ત્રીસ માપ મેંદો, સાઠ માપ લોટ,