મુખ્ય સામગ્રી પર જાઓ

God

11,427 કલમો · 2 કુટુંબના સભ્યો

God નો ઉલ્લેખ કરતી કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. તો ઇઝરાયલને જે દેશ મેં આપ્યો છે તેમાંથી તેમને કાઢી મૂકીશ; અને આ ભક્તિસ્થાન કે જેને મેં મારા નામ અર્થે પવિત્ર કર્યું છે તેને હું મારી દ્રષ્ટિથી દૂર કરીશ. અને સર્વ લોકો મધ્યે ઇઝરાયલ મજાકરૂપ અને કહેવતરૂપ થશે.

  2. ¶ અને જો કે આ ભક્તિસ્થાન ઊંચું છે તો પણ જતા આવતા સૌ કોઈ તેને જોઈને આશ્ચર્ય પામીને ઉપહાસ કરશે, ‘ઈશ્વરે આ દેશના અને આ ભક્તિસ્થાનના આવા હાલ શા માટે કર્યા?’

  3. અને બીજા તેમને પ્રત્યુત્તર આપશે, ‘તેઓના પિતૃઓને મિસરમાંથી બહાર લાવનાર ઈશ્વરને તેઓએ ત્યજી દીધા. અને બીજા દેવોનો સ્વીકાર કરીને તેમની પૂજા કરી. એ જ કારણથી ઈશ્વરે આ બધી વિપત્તિ તેઓના પર મોકલી છે.’”

  4. ¶ સુલેમાનને યહોવાહનું ભક્તિસ્થાન અને મહેલ બાંધતા વીસ વર્ષ લાગ્યાં હતાં.

  5. ¶ સુલેમાને ઈશ્વરનું ભક્તિસ્થાન, પોતાનો મહેલ, મિલ્લોનો કિલ્લો, યરુશાલેમનો કોટ, હાસોર, મગિદ્દો તથા ગેઝેર બાંધવા માટે જે ભારે મજૂરી કરનારા મજૂરોને ભેગા કર્યા તેની વિગત આ પ્રમાણે હતી.

  6. ¶ સભાસ્થાનનું કામ પૂરું કર્યા પછી સુલેમાને ઈશ્વરને અર્થે જે વેદી બંધાવી હતી. તેના પર તે વર્ષમાં ત્રણ વાર દહનીયાર્પણ અને શાંત્યર્પણોનાં બલિદાન ચઢાવતો હતો. તેવી જ રીતે તે વેદી પર ધૂપનું અર્પણ પણ ચઢાવતો હતો. મિલો કોઈ પ્રકારનું લેન્ડફિલ નો ઉલ્લેખ કરે છે, અને કેટલાક માને છે કે તે યરુશાલેમની પૂર્વીય તટની પૂર્વ બાજુ પર બાંધવામાં આવેલા ટેરેસનો ઉલ્લેખ કરે છે. તે પ્રમાણે તેણે ઈશ્વરના ઘરનું એટલે સભાસ્થાનનું કામ પૂરું કર્યું અને તેનો ઉપયોગ કર્યો.

  7. ¶ જયારે શેબાની રાણીએ યહોવાહના નામ સંબંધી સુલેમાનની કીર્તિ સાંભળી, ત્યારે તે અટપટા પ્રશ્નો વડે તેની કસોટી કરવા આવી.

  8. તેની મેજ પરનું ભોજન, તેના સેવકોનું બેસવું, તેના સેવકોનું કામ, તેઓનાં વસ્ત્રો, તેના પાત્રવાહકો તથા યહોવાહના ભક્તિસ્થાનમાં જે દહનીયાર્પણ તે ચઢાવતો હતો તે જોયાં, ત્યારે આભી બની ગઈ.

  9. તમારા ઈશ્વર યહોવાહની સ્તુતિ થાઓ, તેમણે તમારા પર પ્રસન્ન થઈને તમને ઇઝરાયલના રાજ્યાસન પર બેસાડ્યા છે. કેમ કે યહોવાહે ઇઝરાયલ પરના પોતાના સતત પ્રેમને લીધે તમને ન્યાય તથા ઇનસાફ કરવા માટે રાજા બનાવ્યા છે!”

  10. રાજાએ તે સુખડનાં લાકડાંના યહોવાહના સભાસ્થાનને માટે તથા રાજાના મહેલને માટે સ્તંભો તથા ગાનારાઓને માટે વીણા અને તંબૂરા બનાવ્યા. એવાં મૂલ્યવાન સુખડનાં લાકડાં આજ દિવસ સુધી કદી આવ્યાં કે દેખાયાં નહોતાં.

  11. ઈશ્વરે સુલેમાનના હૃદયમાં જે જ્ઞાન મૂક્યું હતું તે સાંભળવા આખી પૃથ્વી પરના લોકો સુલેમાનની સમક્ષ આવતા.

  12. જે પ્રજાઓ વિષે યહોવાહે ઇઝરાયલી લોકોને કહ્યું હતું, “તમારે તેઓની સ્ત્રીઓ સાથે લગ્ન કરવા નહિ, તેમ તેઓ તમારા પરિવારમાં આવે નહિ, કેમ કે તેઓ જરૂર તમારું હૃદય તેઓના દેવોની તરફ ફેરવી નાખશે.” પણ સુલેમાન તે વિદેશી સ્ત્રીઓને વળગી રહ્યો.

  13. સુલેમાનની વૃદ્ધાવસ્થામાં તેની પત્નીઓએ તેનું હૃદય અન્ય દેવો તરફ વાળી દીધું. અને તેનું હૃદય તેના પિતા દાઉદના હૃદયની જેમ તેના ઈશ્વર યહોવાહ પ્રત્યે સંપૂર્ણ રહ્યું નહિ.

  14. આ રીતે સુલેમાને ઈશ્વરની દ્રષ્ટિમાં અઘટિત કાર્ય કર્યું અને તેના પિતા દાઉદની જેમ તે સંપૂર્ણ હૃદયથી ઈશ્વરને અનુસર્યા નહિ.

  15. ¶ ઈશ્વર સુલેમાન પર ખૂબ કોપાયમાન થયા. કારણ કે ઈશ્વરે તેને બે વખત દર્શન આપ્યાં છતાં તેણે પોતાનું હૃદય ઇઝરાયલના ઈશ્વરથી ફેરવી લીધું હતું.

  16. અને તેમણે તેને આજ્ઞા આપી હતી કે તેણે અન્ય દેવની પૂજા કરવી નહિ તેમ છતાં તેણે ઈશ્વરની આજ્ઞાનું પાલન કર્યું નહિ.

  17. ¶ તેથી ઈશ્વરે સુલેમાનને કહ્યું, “કેમ કે તેં આ કર્યું છે અને આપણી વચ્ચે થયેલા કરાર તથા વિધિઓનું પાલન તેં કર્યું નથી અને મારી આજ્ઞા માની નથી, તેથી હું તારી પાસેથી રાજય ખૂંચવી લઈશ અને તારા ચાકરને તે આપીશ.

  18. તેમ છતાં તારા પિતા દાઉદને કારણે તું જીવતો રહીશ ત્યાં સુધી હું આ નહિ કરું, પરંતુ તારા પુત્રના હાથમાંથી હું રાજય ખૂંચવી લઈશ.

  19. તેમ છતાં પણ હું આખું રાજય નહિ લઈ લઉં; પરંતુ હું મારા સેવક દાઉદને તથા યરુશાલેમ જેને મેં પસંદ કર્યું છે તેને અર્થે હું તારા પુત્રને એક કુળ આપીશ.”

  20. ¶ પછી ઈશ્વરે અદોમી હદાદને સુલેમાનના શત્રુ તરીકે ઊભો કર્યો, તે રાજવંશનો હતો.

  21. ¶ ઈશ્વરે સુલેમાનની વિરુદ્ધ એક બીજો શત્રુ ઊભો કર્યો. તે એલ્યાદાનો પુત્ર રઝોન હતો. જે તેના માલિક સોબાહના રાજા હદાદેઝેર પાસેથી નાસી ગયો હતો.

  22. ¶ પછી તેણે યરોબામને કહ્યું કે, “આમાંથી દસ ટુકડાં લે, કારણ કે ઇઝરાયલના ઈશ્વર યહોવાહ કહે છે, ‘જુઓ, સુલેમાનના હાથમાંથી રાજ્ય ખૂંચવી લઈને હું તને દસ કુળ આપીશ.

  23. કારણ કે તેણે મારો ત્યાગ કર્યો છે અને સિદોનીઓની દેવી આશ્તારોથ, મોઆબના દેવ કમોશ અને આમ્મોનીઓના દેવ મિલ્કોમની પૂજા કરી છે. તે મારા માર્ગે ચાલ્યો નથી અને મારી દ્રષ્ટિમાં જે સારું છે, તે તેણે કર્યું નહિ અને તેના પિતા દાઉદે જેમ મારા બધા વિધિઓ અને આજ્ઞાઓ પાળ્યા હતા, તે પ્રમાણે તેઓએ તેનું પાલન કર્યું નહિ.

  24. ¶ તેમ છતાં પણ મારા પસંદ કરેલા સેવક દાઉદે મારા વિધિઓ તથા આજ્ઞાઓનું પાલન કરેલું હોવાને લીધે, હમણાં હું સુલેમાન પાસેથી આખું રાજય ખૂંચવી લઈશ નહિ, પણ તેના બાકીના જીવનકાળ દરમિયાન તે રાજ્ય કરશે.

  25. સુલેમાનના પુત્રને હું એક જ કુળ આપીશ, જેથી યરુશાલેમ નગર કે જેને મારું નામ રાખવા પસંદ કર્યું છે તેમાં મારા સેવક દાઉદનો દીવો મારી આગળ સદા સળગતો રહે.