મુખ્ય સામગ્રી પર જાઓ

David

968 કલમો · 40 કુટુંબના સભ્યો

David નો ઉલ્લેખ કરતી કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ¶ તેણે ઈશ્વરને માટે પવિત્ર થયેલા અને ઇઝરાયલને બોધ કરનાર લેવીઓને કહ્યું કે, “ઇઝરાયલના રાજા દાઉદના પુત્ર સુલેમાને બંધાવેલા ઘરમાં પવિત્ર કોશને મૂકો. તમારે તેને ખભા પર ઊંચકવો નહિ. હવે તમે ઈશ્વર તમારા પ્રભુની અને તેમના લોકો, ઇઝરાયલીઓની સેવા કરો;

  2. ઇઝરાયલના રાજા દાઉદ અને તેના પુત્ર સુલેમાનની સૂચનાઓમાં લખ્યા પ્રમાણે તમે તમારા પિતૃઓના કુટુંબો પોતપોતાના વિભાગોમાં ગોઠવાઈ જાઓ.

  3. ¶ દાઉદ, આસાફ, હેમાન તથા રાજાના પ્રબોધકો યદૂથૂનની આજ્ઞા પ્રમાણે આસાફના વંશજો, એટલે ગાનારાઓ, પોતપોતાની જગ્યાએ ઊભા હતા. દ્વારપાળો દરેક દરવાજે ઊભા હતા; તેઓને પોતાનાં સેવાસ્થાનેથી પાસ્ખા તૈયાર કરવા જવાની જરૂર નહોતી, કારણ કે તેઓના ભાઈ લેવીઓ તેઓને માટે તૈયાર કરતા હતા.

  4. ¶ બાંધનારાઓએ યહોવાહના સભાસ્થાનનો પાયો નાખ્યો ત્યારે ઇઝરાયલના રાજા દાઉદના હુકમ પ્રમાણે, યહોવાહની સ્તુતિ કરવા માટે યાજકો રણશિંગડાં સાથે ગણવેશમાં, લેવી આસાફના દીકરાઓ ઝાંઝ સાથે, ઊભા રહ્યાં.

  5. ફીનહાસનો વંશજ ગેર્શોમ; ઈથામારનો વંશજ દાનિયેલ; દાઉદના વંશજ શખાન્યાનો પુત્ર હાટ્ટુશ.

  6. દાઉદે તથા તેના સરદારોએ સભાસ્થાનની સેવાને માટે જે લેવીઓને નીમ્યા હતા, તેઓમાંના બસો વીસ; તેઓના નામ દર્શાવવામાં આવેલા હતાં.

  7. ¶ કારંજાના દરવાજાની મરામત કોલ-હોઝેહનો દીકરો શાલ્લુમ, જે મિસ્પાના જિલ્લાનો અધિકારી હતો, તે કરતો હતો. તેણે તે સમારકામ કરી તેનાં બારણા બેસાડ્યા. તેમને મિજાગરાં જડ્યાં અને ભૂંગળો બેસાડી. રાજાના બગીચા પાસેના શેલાના તળાવની દીવાલ પણ છેક દાઉદનગરમાંથી ઊતરવાની સીડી સુધી બાંધ્યો.

  8. ¶ તેની બાજુમાં આઝબૂકનો દીકરો નહેમ્યા, જે બેથ-સૂરના અર્ધા જીલ્લાનો અધિકારી હતો, તેણે દાઉદની કબરોની સામેની જગ્યા સુધી તથા ખોદીને બનાવેલા તળાવ સુધી અને શૂરવીરોના ઘર સુધીના ભાગનું સમારકામ કરાવ્યું.

  9. ¶ લેવીઓના આગેવાનો આ પ્રમાણે હતા: હશાબ્યા, શેરેબ્યા તથા કાદમીએલનો પુત્ર યેશૂઆ તથા તેઓના ભાઈઓ સામસામે ઊભા રહીને ગાતા, વારાફરતી પોતપોતાના ક્રમે ઈશ્વરભક્ત દાઉદની આજ્ઞા પ્રમાણે સ્તુતિ તથા આભારસ્તુતિ કરતા હતા.

  10. અને તેના ભાઈઓ શમાયા તથા અઝારેલ, મિલલાય, ગિલલાય, માઆય, નથાનએલ, યહૂદા તથા હનાની, તેઓ ઈશ્વર ભકત દાઉદના વાજિંત્રો લઈને ચાલ્યા. એઝરા શાસ્ત્રી તેઓની આગળ ચાલતો હતો.

  11. કારંજાને દરવાજેથી સીધા આગળ ચાલીને દાઉદનગરના પગથિયાં પર થઈને, કોટના ચઢાવ પર દાઉદના મહેલની ઉપર બાજુએ પૂર્વ તરફના પાણીના દરવાજા સુધી તેઓ ગયા.

  12. તેઓએ, ગાનારાઓએ તથા દ્વારપાળોએ પોતાના ઈશ્વરની સેવા કરી તથા દાઉદ તથા તેના પુત્ર સુલેમાનની આજ્ઞા પ્રમાણે શુદ્ધિકરણની સેવા બજાવી.

  13. ¶ કારણ કે પ્રાચીનકાળમાં દાઉદના અને આસાફના સમયમાં આસાફ ગાયકોનો મુખ્ય આગેવાન હતો. વળી ઈશ્વરના સ્તવનના તથા આભારસ્તુતિનાં ગીતો પણ હતાં.

  14. હે યહોવાહ, મારા વેરીઓ કેટલા બધા વધી ગયા છે! મારી સામે હુમલો કરનારા ઘણા છે.

  15. હે મને ન્યાયી ઠરાવનાર મારા ઈશ્વર, જ્યારે હું તમને વિનંતિ કરું, ત્યારે તમે મને ઉત્તર આપજો; મારી પ્રાર્થના સાંભળીને તમારી કૃપા વરસાવજો.

  16. હે યહોવાહ, મારા બોલવા પર કાન ધરો; મારા ચિંતન પર લક્ષ આપો.

  17. હે યહોવાહ, તમારા ક્રોધમાં મને ધમકાવશો નહિ અને તમારા રોષમાં મને શિક્ષા કરશો નહિ.

  18. હે યહોવાહ મારા ઈશ્વર, હું તમારા પર ભરોસો રાખું છું! જે સઘળા મારી પાછળ પડે છે, તેઓથી મને બચાવીને છોડાવો.

  19. હે યહોવાહ, અમારા પ્રભુ, આખી પૃથ્વી પર તમારું નામ કેવું ભવ્ય છે! તમે આકાશમાં પોતાનો મહિમા મૂક્યો છે.

  20. હું મારા સંપૂર્ણ હૃદયથી યહોવાહની આભારસ્તુતિ કરીશ; હું તમારાં સર્વ આશ્ચર્યકારક કૃત્યો જાહેર કરીશ.

  21. યહોવાહ પર હું ભરોસો રાખું છું; તમે મારા જીવને કેમ કહો છો કે, “પક્ષીની જેમ તું પર્વત પર ઊડી જા?”

  22. હે યહોવાહ, મદદ કરો, કેમ કે ઈશ્વરના લોકો ઓછા થઈ ગયા છે; વિશ્વાસુ લોકો ઓછા થઈ ગયા છે.

  23. હે યહોવાહ, ક્યાં સુધી તમે મને ભૂલી જશો? ક્યાં સુધી તમે મારાથી વિમુખ રહેશો?

  24. મૂર્ખ માણસ પોતાના મનમાં કહે છે, “ઈશ્વર છે જ નહિ.” તેઓ ભ્રષ્ટ થયા છે અને અન્યાયથી ભરેલાં ઘૃણાપાત્ર કામો કર્યાં છે; તેઓમાં સત્કાર્ય કરનાર કોઈ નથી.

  25. હે યહોવાહ, તમારા પવિત્રમંડપમાં કોણ નિવાસ કરશે? તમારા પવિત્ર પર્વતમાં કોણ રહેશે?