મુખ્ય સામગ્રી પર જાઓ

David

968 કલમો · 40 કુટુંબના સભ્યો

David નો ઉલ્લેખ કરતી કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ¶ હવે પછી, હે ઇઝરાયલના પ્રભુ ઈશ્વર, તમારા સેવક મારા પિતા દાઉદને જે વચન તમે આપ્યું છે તે તેમના પ્રત્યે પાળો; એટલે કે, ‘મારી આગળ તમને ઇઝરાયલના રાજ્યાસન પર બેસનાર માણસની ખોટ પડશે નહિ, જો જેમ તું મારી આગળ ચાલ્યો, તેમ મારી સમક્ષ ચાલવા તારા વંશજોએ સાવચેત રહેવું.’

  2. હવે પછી, હે ઇઝરાયલના ઈશ્વર, હું પ્રાર્થના કરું છું કે તમારા સેવક મારા પિતા દાઉદને આપેલું તમારું વચન કૃપા કરીને સત્ય ઠરો.

  3. આઠમે દિવસે રાજાએ લોકોને વિદાય કર્યા અને તેઓએ રાજાને આશીર્વાદ આપ્યો. જે સર્વ ભલાઈ પોતાના સેવક દાઉદ અને પોતાના ઇઝરાયલી લોકો પર ઈશ્વરે કરી હતી તેથી મનમાં હર્ષ તથા આનંદ કરતા તેઓ પોતપોતાને ઘરે ગયા.

  4. ¶ જો તું તારા પિતા દાઉદની જેમ તારું કામ નીતિમત્તાથી કરીશ અને પ્રામાણિકતાથી વર્તીશ અને મારા વિધિઓ, આજ્ઞાઓ તથા નિયમોને અનુસરીશ તો,

  5. જેમ મેં તારા પિતા દાઉદને જે વચન આપ્યું હતું કે ઇઝરાયલના રાજયાસન પર વારસની ખોટ પડશે નહિ તેમ હું તારા રાજયનું સિંહાસન ઇઝરાયલ પર કાયમ રાખીશ.

  6. ¶ ફારુનની પુત્રી દાઉદ નગરથી સુલેમાને તેને માટે બંધાવેલા રાજમહેલમાં ગઈ અને ત્યાર પછી સુલેમાને મિલ્લોનગર બંધાવ્યુ.

  7. સુલેમાનની વૃદ્ધાવસ્થામાં તેની પત્નીઓએ તેનું હૃદય અન્ય દેવો તરફ વાળી દીધું. અને તેનું હૃદય તેના પિતા દાઉદના હૃદયની જેમ તેના ઈશ્વર યહોવાહ પ્રત્યે સંપૂર્ણ રહ્યું નહિ.

  8. આ રીતે સુલેમાને ઈશ્વરની દ્રષ્ટિમાં અઘટિત કાર્ય કર્યું અને તેના પિતા દાઉદની જેમ તે સંપૂર્ણ હૃદયથી ઈશ્વરને અનુસર્યા નહિ.

  9. તેમ છતાં તારા પિતા દાઉદને કારણે તું જીવતો રહીશ ત્યાં સુધી હું આ નહિ કરું, પરંતુ તારા પુત્રના હાથમાંથી હું રાજય ખૂંચવી લઈશ.

  10. તેમ છતાં પણ હું આખું રાજય નહિ લઈ લઉં; પરંતુ હું મારા સેવક દાઉદને તથા યરુશાલેમ જેને મેં પસંદ કર્યું છે તેને અર્થે હું તારા પુત્રને એક કુળ આપીશ.”

  11. જ્યારે દાઉદ અદોમમાં હતો અને સેનાપતિ યોઆબ મારી નંખાયેલાઓને દફનાવવા ત્યાં ગયો હતો ત્યારે તેણે અદોમના દરેક પુરુષને મારી નાખ્યા હતા.

  12. જયારે હદાદને મિસરમાં સમાચાર મળ્યા કે દાઉદ તેના પિતૃઓ સાથે ઊંઘી ગયો છે અને તેનો સેનાપતિ યોઆબ પણ મૃત્યુ પામ્યો છે, ત્યારે તેણે ફારુનને કહ્યું, “મને અહીંથી વિદાય કર કે જેથી હું મારા પોતાના દેશમાં પાછો જાઉં.”

  13. એ સમયે જ્યારે દાઉદે સોબાહ પર હુમલો કર્યો ત્યારે રઝોને પોતાની સાથે કેટલાક માણસોને ભેગા કર્યા અને પોતે તેનો સરદાર બની ગયો. ત્યાંથી તેઓએ દમસ્કસ જઈને વસવાટ કર્યો અને રઝોને દમસ્કસમાં રાજ કર્યું.

  14. યરોબામે સુલેમાન રાજાની વિરુદ્ધ હાથ ઉઠાવ્યો તેનું કારણ એ છે કે સુલેમાન મિલ્લોનગરનું બાંધકામ કરતો હતો અને પોતાના પિતા દાઉદના નગરની દીવાલનું સમારકામ કરાવતો હતો.

  15. પણ મારા સેવક દાઉદ તથા યરુશાલેમ નગર કે જેને મેં ઇઝરાયલના સર્વ કુળોમાંથી પસંદ કર્યું છે તેની ખાતર હું સુલેમાનને એક કુળ આપીશ.

  16. કારણ કે તેણે મારો ત્યાગ કર્યો છે અને સિદોનીઓની દેવી આશ્તારોથ, મોઆબના દેવ કમોશ અને આમ્મોનીઓના દેવ મિલ્કોમની પૂજા કરી છે. તે મારા માર્ગે ચાલ્યો નથી અને મારી દ્રષ્ટિમાં જે સારું છે, તે તેણે કર્યું નહિ અને તેના પિતા દાઉદે જેમ મારા બધા વિધિઓ અને આજ્ઞાઓ પાળ્યા હતા, તે પ્રમાણે તેઓએ તેનું પાલન કર્યું નહિ.

  17. ¶ તેમ છતાં પણ મારા પસંદ કરેલા સેવક દાઉદે મારા વિધિઓ તથા આજ્ઞાઓનું પાલન કરેલું હોવાને લીધે, હમણાં હું સુલેમાન પાસેથી આખું રાજય ખૂંચવી લઈશ નહિ, પણ તેના બાકીના જીવનકાળ દરમિયાન તે રાજ્ય કરશે.

  18. સુલેમાનના પુત્રને હું એક જ કુળ આપીશ, જેથી યરુશાલેમ નગર કે જેને મારું નામ રાખવા પસંદ કર્યું છે તેમાં મારા સેવક દાઉદનો દીવો મારી આગળ સદા સળગતો રહે.

  19. જો તું મારી બધી આજ્ઞાઓનું પાલન કરીને અને મારા સેવક દાઉદની જેમ મારી દ્રષ્ટિમાં જે સારું છે તે કરશે તથા મારા બધા વિધિઓ અને આજ્ઞાઓનું પાલન કરશે, મારે માર્ગે ચાલશે તો હું તારી સાથે રહીશ, જેમ મેં દાઉદની માટે અવિચળ ઘર બાંધ્યું તેમ તારા માટે પણ બાંધીશ અને ઇઝરાયલનું રાજ્ય તને આપીશ.

  20. હું દાઉદના વંશજોને સજા કરીશ, પણ કાયમ માટે નહિ કરું.’”

  21. સુલેમાન પોતાના પૂર્વજોની સાથે ઊંઘી ગયો અને તેને તેના પિતા દાઉદના નગરમાં દફનાવવામાં આવ્યો; તેની જગ્યાએ તેનો દીકરો રહાબામ રાજા બન્યો.

  22. ¶ જયારે સર્વ ઇઝરાયલે જોયું કે રાજા તેઓનું સાંભળતો નથી, ત્યારે લોકોએ રાજાને જવાબ આપ્યો, “દાઉદમાં અમારો શો ભાગ? યિશાઈના પુત્રમાં અમારો વારસો નથી! ઓ ઇઝરાયલ, તમે તમારા તંબુમાં પાછા જાઓ. હવે હે દાઉદ તું તારું ઘર સંભાળી લે.” તેથી ઇઝરાયલ લોકો પોતપોતાના તંબુએ ગયા.

  23. તેથી ઇઝરાયલે દાઉદના કુટુંબની વિરુદ્ધ આજ સુધી બંડ કરેલું છે.

  24. ¶ જયારે સર્વ ઇઝરાયલે સાંભળ્યું કે યરોબામ પાછો આવ્યો છે, ત્યારે તેઓએ માણસ મોકલીને તેને સભામાં બોલાવ્યો અને તેને સર્વ ઇઝરાયલ પર રાજા ઠરાવ્યો. એકલા યહૂદાના કુળ સિવાય, ત્યાં દાઉદના કુટુંબનું અનુસરણ કરવા કોઈ રહ્યું નહિ.

  25. યરોબામે પોતાના મનમાં વિચાર કર્યો, “હવે રાજ્ય દાઉદના કુટુંબને પાછું મળશે.