Skip to content

War વિશે બાઇબલની કલમો

639 કલમો · 45 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. આ બધા દેશોના દેવોમાંથી એવા દેવ કોણ છે તેઓએ પોતાના દેશને મારા હાથમાંથી છોડાવ્યો હોય? તો કેવી રીતે યહોવાહ યરુશાલેમને મારા હાથમાંથી છોડાવશે?”

  2. ¶ રાજાએ આજ્ઞા આપી હતી કે, “તેને ઉત્તર આપવો નહિ” માટે બધા લોકો શાંત રહ્યા, કોઈ એક શબ્દ પણ બોલ્યું નહિ.

  3. કેમ કે ઈશ્વર તેમના માટે લડ્યા. તેઓએ ઘણાં શત્રુઓનો સંહાર કર્યો. બંદીવાસ થતાં સુધી તેઓ તેમના દેશમાં રહ્યા.

  4. ઇઝરાયલના ઈશ્વરે આશ્શૂરના રાજા પૂલનું તથા આશ્શૂરના રાજા તિલ્ગાથ-પિલ્નેસેરનું પણ મન ઉશ્કેર્યું. તે તેઓને એટલે રુબેનીઓને, ગાદીઓને તથા મનાશ્શાના અડધા કુળને બંદીવાન કરીને લઈ ગયો. તેણે તેઓને હલાહ, હાબોર, હારા તથા ગોઝાન નદીને કિનારે લાવીને વસાવ્યા, જ્યાં તેઓ આજ સુધી વસેલા છે.

  5. ઝબુલોનમાંથી સૈન્યમાં જઈ શકે તેવા તથા સર્વ પ્રકારના યુદ્ધશસ્ત્રો સહિત યુદ્ધ-વ્યૂહ રચી શકે એવા પચાસ હજાર શૂરવીર પુરુષો હતા તેઓ સંપૂર્ણપણે વફાદાર હતા.

  6. દાનીઓમાંથી વ્યૂહરચના કરી શકે એવા અઠાવીસ હજાર છસો પુરુષો હતા.

  7. ¶ આશેરમાંથી યુદ્ધમાં જઈ શકે એવા તથા વ્યૂહરચના કરી શકે એવા ચાળીસ હજાર પુરુષો હતા.

  8. ત્રણ વર્ષ દુકાળ પડે અથવા ત્રણ મહિના સુધી તારા શત્રુઓ તારો પીછો કરે અને તેઓની તલવારથી તને પકડી પાડે અથવા ત્રણ દિવસ સુધી દેશમાં યહોવાહની તલવારરૂપી મરકી ચાલે એટલે યહોવાહનો દૂત ઇઝરાયલના આખા પ્રદેશમાં વિનાશ કરતો ફરે.’ તો હવે, મને મોકલનારને મારે શો જવાબ આપવો તે વિષે તું નિર્ણય કર.”

  9. પણ યહોવાહે મારી પાસે આવીને કહ્યું કે, ‘તેં ઘણું લોહી વહેવડાવ્યું છે અને તું ઘણાં યુદ્ધો લડ્યો છે. તું મારા નામને માટે ભક્તિસ્થાન બાંધશે નહિ કારણ કે તેં, પૃથ્વી પર, મારી નજર સમક્ષ, ઘણું લોહી વહેવડાવ્યું છે.

  10. ¶ જો કે, તને એક પુત્ર થશે જે શાંતિશીલ માણસ હશે. હું તેને ચારેતરફના શત્રુઓથી રાહત આપીશ. તેનું નામ સુલેમાન અપાશે અને તેના રાજ્યકાળ દરમિયાન ઇઝરાયલમાં સુલેહ તથા શાંતિ જળવાશે.

  11. ¶ અને એમ થયું કે, જયારે રહાબામનું રાજય સ્થિર થયું અને તે બળવાન બન્યો, ત્યારે તેણે તથા તેની સાથેના સર્વ ઇઝરાયલે ઈશ્વરના નિયમનો ત્યાગ કર્યો.

  12. ¶ એ તે લોકો ઈશ્વરને અવિશ્વાસુ બન્યા હોવાથી રહાબામ રાજાના શાસનના પાંચમાં વર્ષે, મિસરના રાજા શિશાકે યરુશાલેમ ઉપર હુમલો કર્યો.

  13. તે બારસો રથો તથા સાઠ હજાર ઘોડેસવારો સહિત ચઢી આવ્યો. મિસરમાંથી તેની સાથે અસંખ્ય સૈનિકો આવ્યા હતા: તેઓમાં લૂબીઓ, સુક્કીઓ તથા કૂશીઓ હતા.

  14. યહૂદિયા સાથે સંકળાયેલાં પિસ્તાળીસ નગરોનો કબજો કરીને તે યરુશાલેમ આવ્યો.

  15. ¶ હવે રહાબામ તથા યહૂદાના આગેવાનો, જેઓ શિશાકને લીધે યરુશાલેમમાં એકત્ર થયા હતા, તેઓની પાસે શમાયા પ્રબોધકે આવીને તેઓને કહ્યું, “ઈશ્વર આમ કહે છે: ‘તમે મને તજી દીધો છે, તેથી મેં પણ તમને શિશાકના હાથમાં સોંપી દીધાં છે.’”

  16. પછી ઇઝરાયલના આગેવાનોએ તથા રાજાએ પોતાને નમ્ર બનાવીને કહ્યું, “ઈશ્વર ન્યાયી છે.”

  17. ¶ ઈશ્વરે જયારે જોયું કે તેઓએ પોતાને નમ્ર બનાવ્યા છે, ત્યારે ઈશ્વરની વાણી શમાયાની પાસે આવી, “તેઓએ પોતાને નમ્ર બનાવ્યા છે. માટે હું તેમનો નાશ નહિ કરું; હું તેમને થોડીવારમાં છોડાવીશ અને હું મારો ક્રોધ શિશાકની મારફતે યરુશાલેમ પર નહિ ઉતારું.

  18. તેમ છતાં, તેઓ તેના ગુલામો થશે, કે જેથી તેઓને સમજાય કે મારી સેવા કરવામાં તથા વિદેશી રાજાઓની સેવા કરવામાં કેટલો ફેર છે.”

  19. ¶ મિસરના રાજા શિશાકે યરુશાલેમ ઉપર ચઢાઈ કરીને ઈશ્વરના સભાસ્થાનનો ખજાનો તથા રાજાના મહેલનો બધો ખજાનો લૂંટી લીધો. તેણે બધું જ લૂંટી લીધું; સુલેમાને સોનાની જે ઢાલો બનાવી હતી એ પણ તે લઈ ગયો.

  20. રહાબામ રાજાએ તેમને સ્થાને પિત્તળની ઢાલો બનાવીને અંગરક્ષકોના ઉપરી અમલદારના, એટલે કે જેઓ રાજાના મહેલની ચોકી કરતા તેઓના હાથમાં સોંપી.

  21. ¶ જયારે રાજા ઈશ્વરના ઘરમાં પ્રવેશ કરતો, ત્યારે રક્ષકો તે ઢાલોને ઊંચકી લેતા; પછી તેઓ તે ઢાલોને પરત લાવતા અને રક્ષકગૃહમાં મૂકી દેતા.

  22. જયારે રહાબામે પોતાને નમ્ર કર્યો ત્યારે ઈશ્વરનો ક્રોધ ઊતર્યો, કેમ કે તે તેનો સંપૂર્ણ નાશ કરવા ચાહતા નહોતા; આ ઉપરાંત, યહૂદિયામાં પણ કંઈક સારી વર્તણૂક માલૂમ પડી.

  23. અબિયાએ પસંદ કરેલા ચાર લાખ શૂરવીર યોદ્ધાઓને લઈને યુદ્ધમાં ગયો. યરોબામ આઠ લાખ પસંદ કરેલા શૂરવીર લડવૈયાઓને લઈને સામે ગયો.

  24. ¶ અબિયાએ એફ્રાઇમના પહાડી પ્રદેશમાં આવેલા સમારાઈમ પર્વત પર ઊભા રહીને કહ્યું, “યરોબામ તથા સર્વ ઇઝરાયલ મારું સાંભળો!

  25. શું તમે નથી જાણતા કે પ્રભુ, ઇઝરાયલના ઈશ્વરે દાઉદને, એટલે તેને તથા તેના દીકરાઓને, ઇઝરાયલ પર સદા રાજ કરવાને માટે કરાર કરેલો છે?