મુખ્ય સામગ્રી પર જાઓ

Unity of God વિશે બાઇબલની કલમો

46 કલમો · 20 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. પુરાતન કાળની વસ્તુઓ વિષે વિચાર કરો, કેમ કે હું ઈશ્વર છું અને બીજો કોઈ નથી, હું ઈશ્વર છું અને મારા જેવો કોઈ નથી.

  2. હું આરંભથી પરિણામ જાહેર કરનાર અને જે થયું નથી તેની ખબર આપનાર છું. હું કહું છું, “મારી યોજના પ્રમાણે થશે અને મારી ઇચ્છા પ્રમાણે હું કરીશ.”

  3. હું પૂર્વથી એક શિકારી પક્ષીને તથા દૂર દેશમાંથી મારી પસંદગીના માણસને બોલાવું છું; હા, હું બોલ્યો છું; હું તે પરિપૂર્ણ કરીશ; મેં તે નક્કી કર્યું છે, હું તે પણ કરીશ.

  4. તમારા જેવા ઈશ્વર કોણ છે? તમે તો પાપ માફ કરો છો, તમારા વારસાના બચેલા ભાગના અપરાધને, દરગુજર કરો છો; તમે પોતાનો ક્રોધ હંમેશા રાખતા નથી, કેમ કે તમે દયા કરવામાં આનંદ માનો છો.

  5. ¶ ત્યારે ઈસુએ તેને કહ્યું કે, “અરે શેતાન, દૂર જા! કેમ કે લખેલું છે કે, ‘પ્રભુ તારા ઈશ્વરનું ભજન કર અને એકલા તેમની જ સેવા કર.’”

  6. ત્યારે તેમણે તે વ્યક્તિને કહ્યું, “તું મને સારાં વિષે કેમ પૂછે છે? સારો તો એક જ છે, પણ જો તું જીવનનાં માર્ગમાં પ્રવેશવા ચાહે છે, તો આજ્ઞાઓ પાળ.”

  7. ‘આ માણસ આવી રીતે કેમ બોલે છે? એ તો દુર્ભાષણ કરે છે. એક, એટલે ઈશ્વર, તેમના વગર કોણ પાપોની માફી આપી શકે?’”

  8. ઈસુએ તેને ઉત્તર આપ્યો કે, ‘પહેલી એ છે કે, ઓ ઇઝરાયલ, સાંભળ, પ્રભુ આપણા ઈશ્વર તે એક જ છે;

  9. તારા પૂરા હૃદયથી, તારા પૂરા જીવથી, તારા પૂરા મનથી અને તારા પૂરા સામર્થ્યથી પ્રભુ તારા ઈશ્વર પર તું પ્રેમ કર.

  10. હું તથા પિતા એક છીએ.’”

  11. ઈસુ તેને કહે છે કે, ‘ફિલિપ, લાંબા સમય સુધી હું તમારી સાથે રહ્યો છું, તોપણ શું તું મને ઓળખતો નથી? જેણે મને જોયો છે તેણે પિતાને જોયા છે; તો તું શા માટે કહે છે કે, ‘અમને પિતા દેખાડો?

  12. હું બાપમાં છું અને બાપ મારામાં છે, એવો વિશ્વાસ તું કરે છે કે નહિ? જે વાતો હું તમને કહું છું તે હું મારા પોતાના તરફથી નથી કહેતો; પણ પિતા મારામાં રહીને પોતાના કામ કરે છે.

  13. હું બાપમાં છું અને બાપ મારામાં છે, એવો વિશ્વાસ મારા પર કરો, નહિ તો કામોને જ લીધે મારા પર વિશ્વાસ રાખો.’”

  14. અનંતજીવન એ છે કે તે તમને એકલાને, સત્ય ઈશ્વરને તથા ઈસુ ખ્રિસ્તને કે જેને તેમણે મોકલ્યો છે તેને ઓળખે.

  15. ¶ મૂર્તિઓનાં પ્રસાદી ખાવા વિષે તો આપણે જાણીએ છીએ કે મૂર્તિ દુનિયામાં કંઈ જ નથી અને એક ઈશ્વર સિવાય બીજાકોઈ ઈશ્વર નથી.

  16. તોપણ આપણા તો એક જ ઈશ્વર એટલે પિતા છે, જેમનાંથી સર્વ સર્જાયું છે; અને આપણે તેમને અર્થે છીએ; એક જ પ્રભુ એટલે ઈસુ ખ્રિસ્ત છે, જેમને આશરે સર્વ છે અને આપણે પણ તેમને આશ્રયે છીએ.

  17. એક ઈશ્વર અને સર્વના પિતા, ઈશ્વર સર્વ ઉપર, સર્વ મધ્યે તથા સર્વમાં છે.

  18. ¶ કેમ કે એક જ ઈશ્વર છે તદુપરાંત ઈશ્વર તથા મનુષ્યોની વચ્ચે એક જ મધ્યસ્થ છે તે મનુષ્ય, ખ્રિસ્ત ઈસુ

  19. તું વિશ્વાસ કરે છે કે, ઈશ્વર એક છે; તો તું સારું કરે છે; દુષ્ટાત્માઓ પણ વિશ્વાસ કરે છે અને કાંપે છે.

  20. પણ ઓ નિર્બુદ્ધ માણસ, કાર્યો વગર વિશ્વાસ નિર્જીવ છે, તે જાણવાની તું ઇચ્છા રાખે છે?

  21. જે સાક્ષી પૂરે છે તે તો પવિત્ર આત્મા છે, કેમ કે આત્મા સત્ય છે.