Skip to content

Select Readings વિશે બાઇબલની કલમો

802 કલમો · 47 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. અને જાણે તેમને કશાની ગરજ હોય એમ માણસોના હાથની સેવા તેમને જોઈએ છે એવું નહિ, કેમ કે જીવન, શ્વાસોચ્છવાસ તથા સર્વ વસ્તુ તે પોતે સર્વને આપે છે.

  2. તેમણે માણસોની સર્વ દેશજાતિઓને આખી પૃથ્વીના પૃષ્ઠ પર રહેવા સારુ એકમાંથી ઉત્પન્ન કરી, તેણે તેઓને સારુ નીમેલા સમય તથા તેઓના નિવાસની સીમાઓ ઠરાવી આપી.

  3. એ માટે કે તેઓ ઈશ્વરને શોધે, કે કદાપિ તેઓ તેમને માટે શોધીને તેમને પામે; પરંતુ ઈશ્વર આપણામાંના કોઈથી દુર નથી.

  4. કેમ કે આપણે તેમનામાં જીવીએ છીએ, હાલીએ છીએ, હોઈએ છીએ, જેમ તમારા પોતાના જ કવિઓમાંના કેટલાકે કહ્યું છે કે, ‘આપણે પણ તેમના વંશજો છીએ.’”

  5. હવે આપણે ઈશ્વરના વંશજો છીએ માટે આપણે એમ ન ધારવું જોઈએ કે ઈશ્વર માણસોની કારીગરી તથા ચતુરાઈથી કોતરેલા સોના કે રૂપા કે પથ્થરના જેવા છે.

  6. એ અજ્ઞાનપણાના સમયો પ્રત્યે ઈશ્વરે ઉપેક્ષા કરી ખરી; પણ હવે સર્વ સ્થળે સઘળાં માણસોને પસ્તાવો કરવાની તે આજ્ઞા કરે છે.

  7. કેમ કે તેણે એક દિવસ નિયત કર્યો છે કે જે દિવસે તે પોતાના ઠરાવેલા માણસ દ્વારા જગતનો અદલ ન્યાય કરશે; જે વિષે તેમણે તેમને મરણ પામેલાઓમાંથી સજીવન કરીને સર્વને ખાતરી કરી આપી છે.

  8. ¶ પાંચ દિવસ પછી અનાન્યા પ્રમુખ યાજક, કેટલાક વડીલોને તથા તર્તુલસ નામે એક વકીલને સાથે લઈને આવ્યો, તેઓએ રાજ્યપાલની સમક્ષ પાઉલની વિરુદ્ધ ફરિયાદ રજૂ કરી.

  9. પાઉલને બોલાવવામાં આવ્યો ત્યારે તર્તુલસ નીચે દર્શાવ્યા પ્રમાણે બોલીને તેના વિરુદ્ધ આરોપ મૂકવાનું શરૂ કરતા કહ્યું કે, ‘ઓ નેકનામદાર ફેલીક્સ, આપનાથી અમે બહુ સુખશાંતિ પામીએ છીએ, આપની સમજદારીથી આ પ્રજાના લાભમાં અનર્થો દૂર કરવામાં આવે છે,

  10. તેથી અમે સર્વ પ્રકારે આપના ખૂબ આભારી છીએ.

  11. પણ હું આપને વધારે તસ્દી ન આપું માટે હું વિનંતી કરું છું કે, કૃપા કરીને અમારી થોડી વાતો સાંભળો.

  12. કે આ માણસ પીડાકારક તથા આખા જગતના સર્વ યહૂદીઓમાં હંગામો પેદા કરનાર તથા ઈસુ નાઝારી પંથનો આગેવાન હોવાનું અમને માલૂમ પડયું છે.

  13. તેણે ભક્તિસ્થાનને પણ અશુદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો હતો, ત્યારે અમે તેની ધરપકડ કરી; અને અમે અમારા શાસ્ત્ર પ્રમાણે તેનો ન્યાય કરવા માગતા હતા.

  14. પણ લુકિયસ સરદાર આવીને બહુ બળજબરી કરીને અમારા હાથમાંથી તેને છોડાવી લઈ ગયા.

  15. તેના પર ફરિયાદ કરનારાઓને આપની પાસે આવવાની આજ્ઞા કરી. એની તપાસ આપ પોતે કરશો, જે સઘળા વિશે અમે એના પર દોષ મૂકીએ છીએ તે સર્વથી આપ વાકેફ થશો.

  16. યહૂદીઓએ પણ ફરિયાદમાં સામેલ થઈને કહ્યું કે, એ વાતો એ પ્રમાણે જ છે.

  17. ¶ પછી રાજ્યપાલે પાઉલને બોલવાનો ઇશારો કર્યો, ત્યારે તેણે ઉત્તર આપ્યો કે, ‘ઘણાં વર્ષોથી તમે આ દેશના ન્યાયાધીશ છો, એ જાણીને હું ખુશીથી પોતાના બચાવમાં પ્રત્યુત્તર આપું છું.

  18. કેમ કે (તપાસ કરવાથી) આપને માલૂમ પડશે કે ભજન કરવા સારુ યરુશાલેમમાં જવાને મને બાર કરતાં વધારે દિવસ થયા નથી.

  19. સભાસ્થાનોમાં કે શહેરમાં કોઈની સાથે વાદવિવાદ કરતો, અથવા લોકોમાં હંગામો ઉઠાવતો તેઓએ મને જોયો નથી.

  20. મારા પર જે આરોપો તેઓ હમણાં મૂકે છે તેની સાબિતી તેઓ આપની આગળ કરી શકતા નથી.

  21. પણ આપની આગળ હું આટલું કબૂલ કરું છું કે, જે માર્ગને તેઓ દુર્મતે કહે છે તે પ્રમાણે હું અમારા પૂર્વજોના ઈશ્વરની ભક્તિ કરું છું, જે વચનો નિયમશાસ્ત્રમાં તથા પ્રબોધકોના પુસ્તકમાં લખેલી છે તે સર્વ હું માનું છું.

  22. હું ઈશ્વર વિષે એવી આશા રાખું છું, જેમ તેઓ પોતે પણ રાખે છે, કે ન્યાયીઓ તથા અન્યાયીઓનું પુનરુત્થાન થશે.

  23. વળી હું એવો પ્રયત્ન કરું છું કે, ઈશ્વરની તથા માણસોની પ્રત્યે હું સદા નિર્દોષ અંતઃકરણ રાખું.

  24. હવે ઘણા વર્ષ પછી હું પોતાના લોકને દાન આપવાને અને અર્પણ કરવાને આવ્યો.

  25. તે દરમ્યાન તેઓએ મને ભક્તિસ્થાનમાં શુદ્ધ થયેલો જોયો, ત્યાં ભીડ કે તોફાન થયું નહોતું; પણ આસિયાના કેટલાક યહૂદીઓ (ત્યાં હતા),