Skip to content

Purification વિશે બાઇબલની કલમો

100 કલમો · 13 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. પછી યાકૂબે તેના ઘરનાંને તથા જે સર્વ તેની સાથે હતાં તેઓને કહ્યું, “તમારી વચ્ચે જે અન્ય દેવો છે તેઓને દૂર કરો, પોતપોતાને શુદ્ધ કરો અને તમારાં વસ્ત્ર બદલો.

  2. ¶ પછી યહોવાહે મૂસાને કહ્યું, “તું લોકો પાસે જા અને તેઓને કહે કે, આજે અને આવતીકાલે તેઓ પોતાનાં શરીરો શુદ્ધ કરે અને પોતાનાં વસ્ત્રો ધુએ,

  3. ¶ આથી મૂસા પર્વત પરથી નીચે ઊતરીને લોકો પાસે ગયો. અને તેણે તેઓને શુદ્ધ કર્યા. અને તેઓએ પોતાનાં વસ્ત્રો ધોઈ નાખ્યાં.

  4. પછી મૂસાએ તે લોકોને કહ્યું, “ત્રીજા દિવસને માટે તૈયાર થઈ જજો. ત્યાં સુધી સ્ત્રી સંગ કરશો નહિ.”

  5. ¶ પછી તેણે કેટલાક ઇઝરાયલી નવયુવાનોને યજ્ઞો અર્પવા મોકલ્યા. અને તેઓએ યહોવાહને દહનીયાર્પણ અને શાંત્યર્પણ તરીકે બળદોનું અર્પણ કર્યું.

  6. અને મૂસાએ યજ્ઞનું અડધું રક્ત એક વાસણમાં રાખ્યું અને અડધું રક્ત તેણે વેદી પર છાંટ્યું.

  7. ¶ પછી તેણે કરારનું પુસ્તક લીધું અને બધા લોકોને મોટેથી વાંચી સંભળાવ્યું એટલે તેઓ બોલી ઊઠયા, “યહોવાહે જે જે કહ્યું છે તે બધું અમે માથે ચઢાવીશું અને તે પ્રમાણે કરીશું.”

  8. પછી મૂસાએ વાસણમાંથી રક્ત લઈને લોકો પર છાંટ્યું અને કહ્યું, “આ પુસ્તકમાં લખેલાં વચનો પ્રમાણે યહોવાહે તમારી સાથે જે કરાર કર્યો છે, તેને પાકો કરનાર આ રક્ત છે.”

  9. ત્યારબાદ હારુન અને તેના પુત્રોને મુલાકાતમંડપનાં દ્વાર પાસે લાવીને તેઓને સ્નાન કરાવજે.

  10. “હાથપગ ધોવા તારે પિત્તળના તળિયાવાળી પિત્તળની કૂડી બનાવવી. અને તેને વેદી અને મુલાકાતમંડપની વચ્ચે મૂકીને તેમાં પાણી ભરવું.

  11. ¶ હારુને અને તેના પુત્રોએ હાથપગ ધોવામાં એ પાણીનો ઉપયોગ કરવો.

  12. જો તેમણે એ પાણીથી હાથપગ ધોયા હશે તો તેઓ મુલાકાતમંડપમાં સેવા કરવા જશે અથવા અર્પણ ચઢાવવા વેદી પાસે જશે ત્યારે તેઓ મૃત્યુ પામશે નહિ.

  13. તેઓ મૃત્યુ ન પામે તેટલાં માટે તેઓએ અચૂક હાથપગ ધોવા. આ કાનૂન તેમણે અને તેમના વંશજોએ પેઢી દર પેઢી પાળવાનો રહેશે. હારુન અને તેના પુત્રો માટે આ સૂચનાઓ છે.”

  14. ¶ તું હારુનને તથા તેના પુત્રોને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ લાવજે અને તેઓને પાણીથી સ્નાન કરાવજે.

  15. તેણે મુલાકાતમંડપ અને વેદીની વચ્ચે હોજ ગોઠવી અને તેમાં હાથપગ ધોવા માટે પાણી રેડ્યું.

  16. ¶ મૂસા, હારુન અને તેના પુત્રો મુલાકાતમંડપમાં પ્રવેશ કરવા માટે ત્યાં હાથ પગ ધોતા.

  17. જયારે તેઓ મુલાકાતમંડપમાં જતા અને જ્યારે તેઓ વેદીની પાસે આવતા, ત્યારે તેઓ સ્નાન કરતા, જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તેમ.

  18. પણ જાનવરના આંતરિક ભાગો તથા પગ પાણીથી ધોઈ નાખે. પછી યાજક વેદી પર તે બધાનું અર્પણ કરે. તે દહનીયાર્પણ તરીકે વેદી પર મૂકવું અને એ યહોવાહને માટે સુવાસિત છે.

  19. પણ આંતરિક ભાગો તથા પગને તે પાણીથી ધોઈ નાખે. પછી યાજક તે બધું અર્પીને વેદી પર તેનું અર્પણ કરે. તે યહોવાહને માટે સુવાસિત દહનીયાર્પણ એટલે હોમયજ્ઞ છે.

  20. પણ જે કોઈ માણસ અશુદ્ધ હોવા છતાં શાંત્યર્પણમાંથી, એટલે જે યહોવાહનું છે, તે ખાય તો તેને તેના લોકોથી જુદો કરવો, કારણ કે તેણે જે પવિત્ર છે તેને અશુદ્ધ કર્યુ છે.

  21. ¶ જો કોઈ માણસ અશુદ્ધ વસ્તુનો, એટલે મનુષ્યના અશુદ્ધપણાનો, અશુદ્ધ પશુનો અથવા કોઈપણ અશુદ્ધ કે અમંગળ વસ્તુનો સ્પર્શ કરે અને યહોવાહને માટેનાં શાંત્યર્પણના યજ્ઞનું માંસ ખાય, તે વ્યક્તિ પોતાના લોકોમાંથી અલગ કરાય.’”

  22. ¶ મૂસાએ હારુન તથા તેના પુત્રોને લાવીને પાણીથી સ્નાન કરાવ્યું.

  23. તેણે આંતરડાં અને પગો ધોઈ નાખ્યાં અને વેદી પરના દહનીયાર્પણ ઉપર તેઓનું દહન કર્યું.

  24. ¶ પછી યાજકે જીવતા રહેલા બીજા પક્ષીને, દેવદારનું લાકડું, કિરમજી કાપડ તથા ઝુફો લઈને ઝરાના પાણી ઉપર કાપેલા પક્ષીના રક્તમાં બોળવાં.

  25. જે કુષ્ટરોગમાંથી માણસની શુદ્ધિ કરવાની હોય તેના પર તેણે સાત વાર રક્ત છાંટી તેને શુદ્ધ કરવો. પછી પેલા જીવતા પક્ષીને યાજકે ખુલ્લાં ખેતરમાં છોડી મૂકવું.