Skip to content

Purification વિશે બાઇબલની કલમો

100 કલમો · 13 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ¶ જે માણસનું શુદ્ધિકરણ કરવાનું હોય તે પોતાના વસ્ત્રો ધોઈ નાખે, પોતાના સર્વ વાળ મૂંડાવે તથા પાણીમાં સ્નાન કરે અને પછી તે શુદ્ધ થયો ગણાય. પછી તે છાવણીમાં રહેવા માટે પાછો ફરે, પરંતુ સાત દિવસ પર્યંત તેણે પોતાના તંબુની બહાર રહેવું.

  2. સાતમે દિવસે તેણે પોતાના માથાના સર્વ વાળ, દાઢીના તથા પોતાના ભમરના તેમ જ શરીર પરના બીજા બધા વાળ મૂંડાવી નાખવા. તેણે પોતાના વસ્ત્રો ધોઈ નાખવાં અને પાણીમાં સ્નાન કરવું, પછી તે રોગથી સંપૂર્ણ રીતે શુદ્ધ થયો એવું જાહેર થાય.

  3. ¶ સ્રાવવાળો માણસ જે પથારીમાં સૂએ અને જે કોઈ વસ્તુ પર તે બેસે તે પણ અશુદ્ધ ગણાય.

  4. જે કોઈ વ્યક્તિ તે માણસની પથારીનો સ્પર્શ કરે તેણે પોતાના વસ્ત્રો ધોઈ નાખવાં તથા તેણે પાણીથી સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.

  5. ¶ જે વસ્તુ પર સ્રાવવાળો બેઠો હોય તે પર જે કોઈ બેસે, તે વ્યક્તિએ પોતાના વસ્ત્રો ધોઈ નાખવાં તથા તેણે સ્નાન કરવું અને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.

  6. અને સ્રાવવાળા પુરુષના શરીરનો જે કોઈ સ્પર્શ કરે તો તેણે પોતાના વસ્ત્રો ધોઈ નાખવાં તથા તેણે પાણીથી સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.

  7. ¶ જો સ્રાવવાળો માણસ કોઈ સ્વચ્છ માણસ પર થૂંકે, તો તે માણસે પોતાના વસ્ત્રો ધોઈ નાખવાં તથા તેણે પાણીથી સ્નાન કરવું અને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.

  8. સ્રાવવાળો માણસ જે જીન પર બેસીને સવારી કરે તે પણ અશુદ્ધ ગણાય.

  9. ¶ જે કંઈ પણ તેની નીચે આવેલું હોય, તેને સ્પર્શ કરનાર વ્યક્તિ સાંજ સુધી અશુદ્ધ ગણાય; જે કોઈ તે વસ્તુને ઉપાડે તેણે પોતાના વસ્ત્રો ધોઈ નાખવાં અને પાણીથી સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.

  10. સ્રાવવાળો માણસ પોતાના હાથ ધોયા વિના જો કોઈ વ્યક્તિને સ્પર્શ કરે તો તેણે પોતાના વસ્ત્રો ધોઈ નાખવા, પાણીથી સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.

  11. અશુદ્ધ વ્યક્તિ માટીના વાસણને સ્પર્શ કરે તો તે વાસણને ફોડી નાખવું અને લાકડાના પ્રત્યેક વાસણને પાણીમાં ધોઈ નાખવું.

  12. ¶ જ્યારે તે વ્યક્તિ તેના સ્રાવથી શુદ્ધ થાય ત્યારે તે પોતાના શુદ્ધિકરણ માટે સાત દિવસ ગણે અને પોતાના વસ્ત્રો ધોઈ નાખે; અને ઝરણાનાં પાણીમાં સ્નાન કરે. ત્યાર પછી તે શુદ્ધ ગણાશે.

  13. ¶ જો કોઈ પુરુષને વીર્યસ્રાવ થાય, તો તેણે પાણીથી સ્નાન કરવું; સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.

  14. જે પ્રત્યેક વસ્ત્ર કે ચામડા પર વીર્ય પડ્યું હોય તેને પાણીથી ધોઈ નાખવું. સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.

  15. અને જો કોઈ સ્ત્રીપુરુષનો સંયોગ થયો હોય અને પુરુષને વીર્યસ્રાવ થયો હોય તો તે બન્નેએ પાણીથી સ્નાન કરવું; તેઓ સાંજ સુધી અશુદ્ધ ગણાય.

  16. ¶ જો કે સ્ત્રીને માસિકસ્રાવ થયો હોય તો તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય અને તે દિવસો દરમ્યાન જે કોઈ તેને સ્પર્શ કરે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.

  17. તે અશુદ્ધ હોય ત્યારે તે જેના પર સૂતી હોય કે બેઠી હોય તે પણ અશુદ્ધ ગણાય.

  18. ¶ જે કોઈ માણસ તેની પથારીને સ્પર્શ કરે તેણે પોતાના વસ્ત્રો ધોઈ નાખવાં અને પાણીથી સ્નાન કરવું; તે માણસ સાંજ સુધી અશુદ્ધ ગણાય.

  19. તે સ્ત્રી જેના પર બેઠી હોય તેને જો કોઈ સ્પર્શ કરે તો તેણે પોતાના વસ્ત્રો ધોઈ નાખવાં, પાણીથી સ્નાન કરવું; તે વ્યક્તિ સાંજ સુધી અશુદ્ધ ગણાય.

  20. તે સ્ત્રી જેના પર બેઠી હોય તે આસન અથવા પથારી પરની કોઈ વસ્તુને જો કોઈ સ્પર્શે તો તે પોતાના વસ્ત્રો ધોઈ નાખે અને સ્નાન કરે. તે માણસ સાંજ સુધી અશુદ્ધ ગણાય.

  21. ¶ અને જો કોઈ પુરુષ તેની સાથે શારીરિક સંબંધ કરે અને જો તેની અશુદ્ધતા તેને લાગે તો તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય. તે જે પથારીમાં સૂએ તે પણ અશુદ્ધ ગણાય.

  22. ¶ જો કોઈ સ્ત્રીને ઋતુકાળ સિવાય ઘણા દિવસો સુધી રક્તસ્રાવ થાય અથવા તેના ઋતુકાળ ઉપરાંત લાંબા સમય સુધી તેનો સ્રાવ ચાલુ રહે, તો તેના સ્રાવના સર્વ દિવસો સુધી તે ઋતુકાળની જેમ અશુદ્ધ ગણાય.

  23. એ સમય દરમિયાન પણ તે જે પથારીમાં સૂએ તે તેના ઋતુકાળના સામાન્ય દિવસોની જેમ અશુદ્ધ ગણાય. અને તે જયાં બેસે તે જગ્યા પણ અશુદ્ધ ગણાય.

  24. ¶ જે કોઈ તે પથારી કે આસનને સ્પર્શ કરે તે અશુદ્ધ ગણાય. તેણે પોતાના વસ્ત્રો ધોઈ નાખવાં, પાણીથી સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.

  25. તે શણનું પવિત્ર ઉપવસ્ત્ર અને શણની ઈજાર પહેરે. કમરે શણનો કમરપટો અને માથે શણની પાઘડી બાંધે. આ પવિત્ર વસ્ત્રો છે. એ પહેરતાં પહેલાં તેણે પાણીથી સ્નાન કરવું.