મુખ્ય સામગ્રી પર જાઓ

Meat Offerings વિશે બાઇબલની કલમો

49 કલમો · 28 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. યાજકના પ્રત્યેક ખાદ્યાર્પણનું પૂરેપૂરું દહન કરવું. તે ખાવું નહિ.”

  2. અને હારુન યાજકના દીકરા એલાઝારનુ કામ આ છે; એટલે રોશનીને માટે તેલ, સુગંધી દ્રવ્ય નિત્યનું ખાદ્યાર્પણ તથા અભિષેક માટેનું તેલ તથા પવિત્રમંડપ અને તેમાંની સર્વ વસ્તુઓની સંભાળ તેઓએ રાખવાની છે.”

  3. ¶ તો એ બાબતમાં તે પુરુષ પોતાની પત્નીને યાજક પાસે લાવે. તે તેને માટે પોતાનું અર્પણ લાવે, એટલે એક દશાંશ એફાહ જવનો મેંદો તેની પર તે કંઈ તેલ રેડે નહિ કે લોબાન પણ ન મૂકે. કારણ કે એ ઈર્ષ્યાનું ખાદ્યાર્પણ છે. એટલે કે અન્યાય યાદ કરાવવા માટેનું સ્મરણદાયક ખાદ્યાર્પણ છે.

  4. અને તેનું અર્પણ ચાંદીની એક કથરોટ હતું, જેનું વજન એકસો ત્રીસ શેકેલ હતું. પવિત્રસ્થાનના શેકેલ મુજબ સિત્તેર શેકેલ ચાંદીનો એક પ્યાલો હતો; બન્ને પાત્રો ખાધાર્પણ તરીકે તેલમિશ્રિત મેંદાથી ભરેલાં હતાં.

  5. અને તેણે આ અર્પણ ચઢાવ્યું. એટલે ચાંદીની એક કથરોટ જેનું વજન એકસો વીસ શેકેલ હતું તથા પવિત્ર સ્થાનના શેકેલ મુજબ સિતેર શેકેલ ચાંદીનો એક પ્યાલો. આ બન્ને પાત્રોમાં ખાધાર્પણ તરીકે તેલથી મોહેલો મેંદાથી ભરેલો હતો.

  6. તેનું અર્પણ આ હતું; ચાંદીની એક કથરોટ જેનું વજન એકસોને ત્રીસ શેકેલ હતું અને પવિત્રસ્થાનના શેકેલ મુજબ સિત્તેર શેકેલ એક ચાંદીનો પ્યાલો હતો. બન્ને પાત્રો ખાધાર્પણ તરીકે તેલમિશ્રિત મેંદાથી ભરેલાં હતાં.

  7. અને જ્યારે તમે અર્પણ માટે ઐચ્છિકાર્પણ તરીકે તમારા નક્કી કરેલા પર્વોમાં યહોવાહને સારુ સુવાસને અર્થે ઘેટાંબકરાંનો કે અન્ય જાનવરોના હોમયજ્ઞ તથા દહનીયાર્પણ અથવા યજ્ઞ ચઢાવો.

  8. ¶ ત્યારે પોતાનું અર્પણ કરતી વખતે અર્પણ ચઢાવનારે એની સાથે પા હિન ચોથા ભાગના તેલથી મોહેલા એક દશાંશ એફાહ મેંદાનું ખાદ્યાર્પણ યહોવાહને અર્પણ કરવું.

  9. અને દરેક હલવાનને સારુ દહનીયાર્પણ સાથે કે યજ્ઞ સાથે પા હિન દ્રાક્ષારસનું પેયાર્પણ તું તૈયાર કર.

  10. ¶ જો તું ઘેટાંનું અર્પણ ચઢાવે તો, એક તૃતીયાંશ હિન તેલથી મોહેલા બે દશાંશ એફાહ મેંદાનું ખાદ્યાપર્ણ તૈયાર કર.

  11. અને એક તૃતીયાંશ હિન દ્રાક્ષારસનું સુવાસિત પેયાર્પણ યહોવાહને ચઢાવ.

  12. ¶ અને જ્યારે તું દહનીયાર્પણ કે પ્રતિજ્ઞા પૂર્ણ કરવાના યજ્ઞને માટે અથવા યહોવાહને માટે શાંત્યર્પણોને સારુ બળદ તૈયાર કરે,

  13. ત્યારે તે બળદ સાથે અડધા હિન તેલથી મોહેલા ત્રણ દશાંશ એફાહ મેંદાનું ખાદ્યાર્પણ ચઢાવે.

  14. અને યહોવાહને માટે સુવાસિત પેયાર્પણ તરીકે અર્ધો હિન દ્રાક્ષારસ હોમયજ્ઞ તરીકે ચઢાવ.

  15. ¶ પ્રત્યેક બળદ વિષે, કે પ્રત્યેક ઘેટા વિષે કે પ્રત્યેક નર હલવાન વિષે, કે પ્રત્યેક બકરીના બચ્ચા વિષે આ પ્રમાણે કરવું.

  16. પ્રત્યેક બલિદાન જે તું તૈયાર કરી અને અર્પણ કરે તેના સંબંધમાં અહીં દર્શાવ્યાં મુજબ કરવું.

  17. ¶ ઇઝરાયલીઓ અને લેવીઓએ પોતે ઉઘરાવેલાં બધાં અનાજના અર્પણો, દ્રાક્ષારસ, તેલનું ઉચ્છાલીયાર્પણ ભંડારના ઓરડાઓમાં લાવવાં, કેમ કે પવિત્રસ્થાનનાં પાત્રો ત્યાં રાખવામાં આવે છે. ત્યાં સેવા કરતા યાજકો, દ્વારપાળો તથા ગાયકો રહે છે. આમ, અમે સૌ અમારા ઈશ્વરના સભાસ્થાનની અવગણના નહિ કરીએ.

  18. એલ્યાશીબે ટોબિયા માટે એક વિશાળ રૂમ તૈયાર કરી તેમાં અગાઉ ખાદ્યાર્પણો, ધૂપ, વાસણો, અનાજ, નવો દ્રાક્ષારસ અને જૈતતેલના દશાંશ રાખવામાં આવતા હતા. અને તેમાંથી નિયમ પ્રમાણે લેવીઓ, ગાનારાઓ તથા દ્વારપાળોને આપવામાં આવતું હતું. તેમ જ યાજકોનાં ઉચ્છાલીયાર્પણો પણ તેમાં રાખવામાં આવતાં હતાં.

  19. નાળાંમાંના સુંવાળા પથ્થરોમાં તમારો ભાગ છે. તેઓ તારી ભક્તિનો હેતુ છે. તેઓને તેં પેયાર્પણ રેડ્યું અને ખાદ્યાર્પણ ચઢાવ્યું છે. શું આ બાબતોમાં મારે આનંદ કરવો જોઈએ?”

  20. ¶ તે માણસે મને કહ્યું, “ઉત્તર તરફની ઓરડીઓ તથા દક્ષિણ તરફની ઓરડીઓ પવિત્ર ઓરડીઓ છે, જ્યાં યહોવાહની સેવા કરનાર યાજકો પરમપવિત્ર અર્પણો ખાય છે. તેઓ ત્યાં અતિ પવિત્ર વસ્તુઓ અર્પણ કરે છે એટલે ખાદ્યાર્પણો, પાપાર્થાર્પણો તથા દોષાર્થાર્પણો, કેમ કે તે પવિત્ર સ્થાન છે.

  21. ¶ દેશના બધા લોકોએ ઇઝરાયલના સરદારને આ હિસ્સો આપવો.

  22. યહોવાહના ઘરમાં ખાદ્યાર્પણો અને પેયાર્પણો આવતાં નથી. યહોવાહના સેવકો, યાજકો, શોક કરે છે.

  23. હે યાજકો શોકનાં વસ્ત્રો ધારણ કરો, તમારા વસ્ત્રોને બદલે હૃદય ફાળો. હે વેદીના સેવકો, તમે બૂમ પાડીને રડો. હે મારા ઈશ્વરના સેવકો, ચાલો, શોકના વસ્ત્રોમાં સૂઈ જઈને આખી રાત પસાર કરો. કેમ કે ખાદ્યાર્પણ કે પેયાર્પણ તમારા ઈશ્વરના ઘરમાં આવતાં બંધ થઈ ગયા છે.

  24. જો કે તમે તમારાં દહનીયાર્પણ અને ખાદ્યાર્પણ લાવશો, તોપણ હું તેનો સ્વીકાર કરીશ નહિ. હું તમારાં પુષ્ટ પશુઓનાં શાંત્યર્પણોની સામે જોઈશ પણ નહિ.