મુખ્ય સામગ્રી પર જાઓ

Faith વિશે બાઇબલની કલમો

543 કલમો · 124 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. દાઉદે પલિસ્તીને જવાબ આપ્યો, “તું મારી પાસે તલવાર, ભાલો અને બરછી લઈને આવે છે. પણ હું પ્રભુ સર્વશક્તિમાન ઈશ્વર, ઇઝરાયલના સૈન્યોના ઈશ્વર જેમનો તુચ્છકાર તેં કર્યો છે તેમના નામે તારી પાસે આવું છું.

  2. ¶ આજે ઈશ્વર મને તારા પર વિજય અપાવશે, હું તને મારી નાખીશ અને તારું માથું તારા શરીર પરથી જુદું કરીશ. આજે હું પલિસ્તીઓના સૈન્યોના મૃતદેહોને આકાશના પક્ષીઓ તથા પૃથ્વીનાં જંગલી જાનવરોને આપીશ, કે જેથી આખી પૃથ્વી જાણે કે ઇઝરાયલમાં જ ઈશ્વર છે,

  3. અને આ સર્વ સમુદાય જાણે કે, ઈશ્વરે તલવાર અને બરછીથી વિજય અપાવ્યો નથી. કેમ કે યુદ્ધ તો ઈશ્વર લડે છે અને તે તમને અમારા હાથમાં પકડાવી દેશે.”

  4. તેણે કહ્યું, “ઈશ્વર મારો ખડક, મારો કિલ્લો તે મને બચાવનાર છે.

  5. ઈશ્વર મારા ખડક છે. હું તેમના પર ભરોસો રાખીશ. તેઓ મારી ઢાલ તથા મારા તારણનું શિંગ, મારા ઊંચા બુરજ તથા મારું આશ્રયસ્થાન છે, તે મારા ઉદ્ધારક ત્રાતા છે, તેઓ મને જુલમથી બચાવે છે.

  6. ઈશ્વર જે સ્તુતિને યોગ્ય છે તેમને હું હાંક મારીશ, તેથી હું મારા શત્રુઓથી બચી જઈશ.

  7. કેમ કે મૃત્યુનાં મોજાંઓએ મને ઘેરી લીધો, દુર્જનોના ધસારાએ મને બીવડાવ્યો.

  8. યશાયાએ તેઓને કહ્યું કે, “તમારા માલિકને કહો કે, ‘યહોવાહ કહે છે કે, “જે વચનો તેં સાંભળ્યાં છે, જેનાથી આશ્શૂરના રાજાના સેવકોએ મારું અપમાન કર્યું છે તેનાથી તમે ગભરાશો નહિ.”

  9. જુઓ, હું તેનામાં એક આત્મા મૂકીશ, તે એક અફવા સાંભળીને પોતાના દેશમાં પાછો જશે. પછી હું તેને તેના પોતાના દેશમાં તલવારથી મારી નંખાવીશ.”

  10. ¶ પરંતુ અમારા માટે તો પ્રભુ એ જ અમારા ઈશ્વર છે અને અમે તેમને તજી દીધા નથી. ઈશ્વરની સેવા કરનારા અમારા યાજકો તો હારુનના વંશજો છે તથા લેવીઓ પણ પોતપોતાનાં કામ કરે છે.

  11. તેઓ રોજ સવારે તથા સાંજે ઈશ્વરને માટે દહનીયાર્પણો તથા સુવાસિત ધૂપ બાળે છે. તેઓ અર્પિત રોટલી પણ શુદ્ધ મેજ પર ગોઠવે છે; દરરોજ સાંજે સોનાના દીપવૃક્ષ પર દીવા પણ સળગાવે છે. અમે તો અમારા પ્રભુ, ઈશ્વરની આજ્ઞાઓ પાળીએ છીએ, પણ તમે તો તેમને તજી દીધા છે.

  12. “તમે બળવાન તથા હિંમતવાન થાઓ. આશ્શૂરના રાજાથી તથા તેની સાથેના મોટા સૈન્યથી ગભરાશો તથા નાહિંમત થશો નહિ, કેમ કે તેની સાથેના સૈન્ય કરતાં આપણી સાથે જેઓ છે તેઓ વધારે છે.

  13. તેની પાસે ફક્ત માણસો જ છે, પણ આપણને સહાય કરવાને તથા આપણાં યુદ્ધો લડવાને આપણી સાથે આપણા પ્રભુ ઈશ્વર છે.” પછી યહૂદિયાના રાજા હિઝકિયાના ઉત્તેજનથી લોકો ઉત્સાહિત થયા હતા.

  14. ¶ જે શબ્દો તમે તમારા સેવક મૂસા મારફતે ફરમાવ્યાં હતાં તેને સંભારો, તમે કહ્યું હતું કે, ‘જો તમે અવિશ્વાસુપણે વર્તશો તો હું તમને વિદેશીઓમાં વિખેરી નાખીશ,

  15. પરંતુ જો તમે મારી પાસે પાછા આવશો અને મારી આજ્ઞાઓનું પાલન કરશો અને તેનો અમલ કરશો, તો તમારા વંશજો આકાશના છેડા સુધી વેરવિખેર થઈ ગયા હશે તો પણ હું તેમને મારા નામ માટે મેં જે સ્થાન પસંદ કર્યુ છે ત્યાં પાછા લાવીશ.’”

  16. ¶ “તેઓ તમારા સેવકો અને તમારા લોક છે, જેઓને તમે તમારા મહાન સામર્થ્ય વડે અને તમારા બળવાન હાથ વડે મુક્ત કર્યાં છે.

  17. હું તને વિનંતી કરું છું કે, આ વિષે વિચાર કર; કયા નિર્દોષ માણસો નાશ પામ્યા છે? અને કયા સદાચારીની પાયમાલી થઈ છે?

  18. મારા અનુભવ પ્રમાણે જેઓ અન્યાય ખેડે છે, તથા નુકશાન વાવે છે, તેઓ તેવું જ લણે છે.

  19. ઈશ્વરના શ્વાસથી તેઓ નાશ પામે છે. તેઓના કોપની જ્વાલાઓથી તેઓ ભસ્મ થઈ જાય છે.

  20. સિંહની ગર્જના અને વિકરાળ સિંહનો અવાજ, અને જુવાન સિંહના દાંત તૂટી જાય છે.

  21. વૃદ્ધ સિંહ શિકાર વગર નાશ પામે છે. અને જુવાન સિંહણના બચ્ચાં રખડી પડે છે.

  22. હમણાં એક ગુપ્ત વાત મારી પાસે આવી, અને તેના ભણકારા મારા કાને પડ્યા.

  23. જ્યારે માણસો ભરનિદ્રામાં પડે છે, ત્યારે રાતનાં સંદર્શનો પરથી આવતા વિચારોમાં,

  24. હું ભયથી ધ્રુજી ગયો અને મારાં સર્વ હાડકાં થથરી ઊઠયાં.

  25. ત્યારે એક આત્મા મારા મોંને સ્પશીર્ને પસાર થઈ ગયો અને મારા શરીરનાં રૂઆં ઊભાં થઈ ગયાં.