મુખ્ય સામગ્રી પર જાઓ

Afflictions and Adversities વિશે બાઇબલની કલમો

526 કલમો · 5 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. તે તેનાં સર્વ હાડકાંનું રક્ષણ કરે છે; તેઓમાંનું એકપણ ભાંગવામાં આવતું નથી.

  2. માણસનો માર્ગ યહોવાહને પસંદ પડે છે અને તે ઈશ્વર તરફના તેના માર્ગો સ્થિર કરે છે.

  3. જો કે તે પડી જાય, તોપણ તે છેક જમીનદોસ્ત થશે નહિ, કેમ કે યહોવાહ તેનો હાથ પકડીને તેને નિભાવશે.

  4. દુષ્ટો સદા ન્યાયી માણસો પર નજર રાખે છે અને તેઓને મારી નાખવાના લાગ શોધતા ફરે છે.

  5. યહોવાહ ન્યાયીઓને દુષ્ટ માણસોના હાથમાં પડવા દેશે નહિ જ્યારે તેનો ન્યાય થશે, ત્યારે તે તેને દોષિત ઠરાવશે નહિ.

  6. તમારા ગુસ્સાને લીધે મારું આખું શરીર બીમાર છે; મારા પાપોને લીધે મારાં હાડકાંમાં આરોગ્ય નથી.

  7. બીમારીના બિછાના પર યહોવાહ તેનો આધાર થશે; તેની માંદગીમાં તેનાં દુ:ખ લઈને તેને સાજો કરશે.

  8. હે મારા આત્મા, તું કેમ ઉદાસ થયો છે? તું મારામાં કેમ ગભરાયો છે? ઈશ્વરની આશા રાખ, કેમ કે તેમની કૃપાદ્રષ્ટિની સહાયને માટે હું હજી સુધી તેમની સ્તુતિ કરીશ.

  9. ઈશ્વર આપણો આશ્રય તથા સામર્થ્ય છે, સંકટને સમયે તે હાજરહજૂર મદદગાર છે.

  10. સંકટને સમયે મને વિનંતિ કર; હું તને છોડાવીશ અને તું મારો મહિમા પ્રગટ કરશે.”

  11. તમારી ચિંતાઓ યહોવાહને સોંપી દો અને તે તમને નિભાવી રાખશે; તે ક્યારેય ન્યાયી વ્યક્તિને પરાજિત થવા દેતા નથી.

  12. તમે મારું ભટકવું જાણો છો અને મારાં આંસુઓ તમારી કુપ્પીમાં રાખો; શું તેઓ તમારા પુસ્તકમાં નોંધેલાં નથી?

  13. જે સમયે હું વિનંતી કરું, તે સમયે મારા શત્રુઓ પાછા ફરશે; હું જાણું છું કે ઈશ્વર મારા પક્ષમાં છે.

  14. ઈશ્વરની મદદથી હું તેમનાં વચનની સ્તુતિ કરીશ, યહોવાહની મદદથી હું તેમનાં વચનની સ્તુતિ કરીશ.

  15. મારો આત્મા શાંતિથી ઈશ્વરની રાહ જુએ છે; કેમ કે તેમનાથી મારો ઉદ્ધાર છે.

  16. તે એકલા જ મારો ખડક તથા મારા ઉદ્ધારક છે; તે મારો ગઢ છે; હું પડી જનાર નથી.

  17. હે મારો આત્મા, તું શાંતિથી ઈશ્વરની રાહ જો; કેમ કે મારી આશા તેમના પર જ છે.

  18. તે એકલા જ મારા ખડક તથા મારા ઉદ્ધારક છે; તે મારા ગઢ છે; હું પડી જનાર નથી.

  19. ઈશ્વરમાં મારો ઉદ્ધાર તથા ગૌરવ છે; મારા સામર્થ્યનો ખડક તથા મારો આશ્રય ઈશ્વરમાં છે.

  20. હે લોકો, તમે સર્વ સમયે તેમના પર ભરોસો રાખો; તેમની આગળ તમારું હૃદય ખુલ્લું કરો; ઈશ્વર આપણો આશ્રય છે. સેલાહ

  21. ઈશ્વર એક વાર બોલ્યા છે, આ વાત મેં બે વાર સાંભળી છે: સામર્થ્ય ઈશ્વરનું જ છે.

  22. વળી, હે પ્રભુ, કૃપા પણ તમારી જ છે, કેમ કે તમે દરેક માણસને તેના કામ પ્રમાણે બદલો વાળી આપો છો.

  23. તમે અમને તમારી જાળમાં પકડ્યા છે; તમે અમારી પીઠ પર ભારે બોજો મૂક્યો છે.

  24. ઈશ્વર એકલા માણસોને કુટુંબવાળા બનાવે છે; તે કેદીઓને બંધનમાંથી છોડાવીને સમૃદ્ધિવાન કરે છે; પણ બંડખોરો સૂકા અને વેરાન પ્રદેશમાં રહે છે.

  25. નિંદાએ મારું હૃદય ભાંગ્યું છે; હું મરણતોલ થયો છું; મેં કરુણા કરનારની રાહ જોઈ, પણ ત્યાં કોઈ નહોતું; મેં દિલાસો આપનારની રાહ જોઈ, પણ મને ત્યાં કોઈ મળ્યું નહિ.