મુખ્ય સામગ્રી પર જાઓ

circa 1446–1406 BC

The Wilderness Years

Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.

2,247 કલમો · 2 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. પુનર્નિયમ ૨૨:૧૦આશરે ઈ.પૂ. ૧૪૫૧

    બળદ તથા ગધેડા બન્નેને એક સાથે જોડીને તું હળ વડે ખેતી ન કર.

  2. પુનર્નિયમ ૨૨:૧૧આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ઊન તથા શણનું મિશ્રણ હોય તેવાં વસ્ત્ર પહેરવાં નહિ.

  3. પુનર્નિયમ ૨૨:૧૨આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ જે ઝભ્ભો તું પહેરે છે તેની ચારે બાજુની કિનારે સુશોભિત ઝાલર મૂકવી.

  4. પુનર્નિયમ ૨૨:૧૩આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ જો કોઈ પુરુષ સ્ત્રી સાથે લગ્ન કરે, તેની પાસે જાય, પછી તેને ધિક્કારે,

  5. પુનર્નિયમ ૨૨:૧૪આશરે ઈ.પૂ. ૧૪૫૧

    તેને બદનામ કરીને તેના પર ખોટા આરોપ મૂકીને કહે કે, “મેં આ સ્ત્રી સાથે લગ્ન કર્યા અને તેની પાસે ગયો, ત્યારે મેં જોયું તો તેનામાં કૌમાર્યનાં કોઈ ચિહ્ન મને મળ્યાં નહિ.”

  6. પુનર્નિયમ ૨૨:૧૫આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ તો તે કન્યાના માતાપિતા તેના કૌમાર્યનાં પુરાવા ગામના વડીલો પાસે લાવે.

  7. પુનર્નિયમ ૨૨:૧૬આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ અને કન્યાના પિતા ગામના વડીલોને કહે કે, “મેં મારી દીકરીને આ પુરુષને પરણાવી, હવે તે તેને ધિક્કારે છે.”

  8. પુનર્નિયમ ૨૨:૧૭આશરે ઈ.પૂ. ૧૪૫૧

    જો તે તેના પર ખોટા આરોપ મૂકીને કહે છે કે, “મને તમારી દીકરીમાં કૌમાર્યનાં પુરાવા મળ્યા નથી પણ મારી દીકરીના કૌમાર્યના પુરાવા આ રહ્યા.” પછી તેઓ ગામના વડીલો આગળ ચાદર પાથરે.

  9. પુનર્નિયમ ૨૨:૧૮આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ ત્યારે તે નગરના વડીલો તે પુરુષને પકડીને સજા કરે;

  10. પુનર્નિયમ ૨૨:૧૯આશરે ઈ.પૂ. ૧૪૫૧

    તેઓ તેને સો શેકેલ ચાંદીનો દંડ કરે, તે કન્યાના પિતાને આપે, કેમ કે તે પુરુષે ઇઝરાયલની કન્યા પર ખોટા આરોપ મૂક્યો છે. તે હંમેશા તેની પત્ની તરીકે રહે; તેના બધા દિવસો દરમિયાન તે તેને દૂર કરી શકે નહિ.

  11. પુનર્નિયમ ૨૨:૨૦આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ પણ જો આ વાત સાચી હોય અને તે કન્યામાં કૌમાર્યના પુરાવા મળ્યા ન હોય,

  12. પુનર્નિયમ ૨૨:૨૧આશરે ઈ.પૂ. ૧૪૫૧

    તો તેઓ તે કન્યાને તેના પિતાના ઘરના બારણા આગળ લાવે અને તે ગામના લોકો તે સ્ત્રીને પથ્થરે મારીને મારી નાખે, કેમ કે, તેણે તેના પિતાના ઘરમાં વ્યભિચાર કરીને ઇઝરાયલમાં શરમજનક કૃત્ય કર્યું છે.આ રીતે તારે તારી મધ્યેથી દુષ્ટતા દૂર કરવી.

  13. પુનર્નિયમ ૨૨:૨૨આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ જો કોઈ પુરુષ પરિણીત સ્ત્રી સાથે વ્યભિચાર કરતાં જોવા મળે, તો તેઓ એટલે કે તે સ્ત્રી તથા વ્યભિચાર કરનાર પુરુષ બન્ને માર્યા જાય. આ રીતે તારે ઇઝરાયલમાંથી દુષ્ટતા દૂર કરવી.

  14. પુનર્નિયમ ૨૨:૨૩આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ જો કોઈ કન્યાની સગાઈ કોઈ પુરુષ સાથે થઈ હોય અને જો અન્ય પુરુષ તેને નગરમાં મળીને તેની સાથે વ્યભિચાર કરે,

  15. પુનર્નિયમ ૨૨:૨૪આશરે ઈ.પૂ. ૧૪૫૧

    તો તમારે તે બન્નેને ગામના દરવાજા આગળ લાવીને પથ્થર મારીને મારી નાખવાં. કન્યાને પથ્થરે મારવી, કેમ કે તે નગરમાં હતી છતાં પણ તેણે બૂમ પાડી નહિ. અને પુરુષને પથ્થરે મારવો, કેમ કે તેણે ઇઝરાયલી પડોશીની પત્નીનું અપમાન કર્યું છે. આ રીતે તારી મધ્યેથી દુષ્ટતા દૂર કરવી.

  16. પુનર્નિયમ ૨૨:૨૫આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ પણ જો કોઈ પુરુષ સગાઈ કરેલી કન્યાને ખેતરમાં મળે, જો તે તેની સાથે બળજબરી કરીને વ્યભિચાર કરે, તો ફક્ત તેની સાથે વ્યભિચાર કરનાર પુરુષ જ માર્યો જાય.

  17. પુનર્નિયમ ૨૨:૨૬આશરે ઈ.પૂ. ૧૪૫૧

    પણ તે કન્યાને તમારે કંઈ કરવું નહિ; મરણયોગ્ય કોઈ પાપ કન્યાએ કર્યું નથી. આ તો કોઈ માણસ તેના પડોશી વિરુદ્ધ ઊઠીને તેને મારી નાખે તેના જેવી તે વાત છે.

  18. પુનર્નિયમ ૨૨:૨૭આશરે ઈ.પૂ. ૧૪૫૧

    કેમ કે તે તેને ખેતરમાં મળી; સગાઈ કરેલી કન્યાએ બૂમ પાડી, પણ ત્યાં તેને બચાવનાર કોઈ ન હતું.

  19. પુનર્નિયમ ૨૨:૨૮આશરે ઈ.પૂ. ૧૪૫૧

    વળી જો કોઈ પુરુષ કુંવારી કન્યા કે જેની સગાઈ કરેલી નથી, તેને પકડીને તેની સાથે વ્યભિચાર કરતાં તેઓ પકડાય;

  20. પુનર્નિયમ ૨૨:૨૯આશરે ઈ.પૂ. ૧૪૫૧

    તો તે કન્યા સાથે વ્યભિચાર કરનાર તે પુરુષ તે કન્યાના પિતાને પચાસ શેકેલ ચાંદી આપે. તે તેની પત્ની થાય, વળી તેણે આબરુ લીધી છે. તેના આખા આયુષ્યભર માટે તે કદી તેને છૂટાછેડા આપે નહિ.

  21. પુનર્નિયમ ૨૨:૩૦આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ કોઈ પણ પુરુષે પોતાના પિતાની પત્ની સાથે વ્યભિચાર કરવો નહિ, તેમ પોતાના પિતાની નિવસ્ત્રતા જોવી નહિ.

  22. પુનર્નિયમ ૨૩:૧આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ જો કોઈ વ્યક્તિના વૃષણ ઘાયલ થયાં હોય અથવા જેની જનનેન્દ્રિય કાપી નાખવામાં આવી હોય, તેને યહોવાહની સભામાં દાખલ થવા દેવો નહિ.

  23. પુનર્નિયમ ૨૩:૨આશરે ઈ.પૂ. ૧૪૫૧

    વ્યભિચારથી જન્મેલો યહોવાહની સભામાં પ્રવેશ ન કરે; તેઓની છેક દસ પેઢી સુધી તેઓનું કોઈ પણ યહોવાહની સભામાં પ્રવેશ કરે નહિ.

  24. પુનર્નિયમ ૨૩:૩આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ આમ્મોની કે મોઆબી અથવા દસ પેઢી સુધી તેઓનું કોઈ પણ યહોવાહની સભામાં દાખલ થાય નહિ.

  25. પુનર્નિયમ ૨૩:૪આશરે ઈ.પૂ. ૧૪૫૧

    કારણ કે, જયારે તમે મિસરમાંથી બહાર આવ્યા, ત્યારે તેઓ માર્ગમાં રોટલી તથા પાણી લઈને તમારી સામે આવ્યા નહિ; વળી તેને લીધે તેઓએ અરામ-નાહરાઈમના પથોરથી બેઓરના દીકરા બલામની સાથે કરાર કરીને તમને શાપ આપવા તેને બોલાવ્યો.