circa 6 BC – AD 30
The Life of Jesus
The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.
આ કાળની કલમો
- લૂક ૧:૨૭આશરે ઈ.પૂ. ૫
દાઉદના વંશના, યૂસફ નામે, એક પુરુષ સાથે તેની સગાઈ થઈ હતી; તેનું નામ મરિયમ હતું.
- લૂક ૧:૨૮આશરે ઈ.પૂ. ૫
સ્વર્ગદૂતે તેની પાસે આવીને કહ્યું કે, ‘હે કૃપા પામેલી, સુખી રહે, પ્રભુ તારી સાથે છે!’
- લૂક ૧:૨૯આશરે ઈ.પૂ. ૫
પણ એ વચન સાંભળીને તે ઘણી ગભરાઈ અને વિચાર કરવા લાગી કે, આ તે કઈ જાતની સલામ હશે!
- લૂક ૧:૩૦આશરે ઈ.પૂ. ૫
¶ સ્વર્ગદૂતે તેને કહ્યું કે, ‘હે મરિયમ, બીશ નહીં; કેમ કે તું ઈશ્વરથી કૃપા પામી છે.
- લૂક ૧:૩૧આશરે ઈ.પૂ. ૫
જો, તને ગર્ભ રહેશે, તને દીકરો થશે, અને તું તેમનું નામ ઈસુ પાડશે.
- લૂક ૧:૩૨આશરે ઈ.પૂ. ૫
તે મોટા થશે અને પરાત્પર ઈશ્વરના દીકરા કહેવાશે; અને ઈશ્વર પ્રભુ તેમને તેમના પિતા દાઉદનું રાજ્યાસન આપશે.
- લૂક ૧:૩૩આશરે ઈ.પૂ. ૫
તે યાકૂબના વંશજો પર સર્વકાળ રાજ્ય કરશે, અને તેમના રાજ્યનો અંત આવશે નહિ.’”
- લૂક ૧:૩૪આશરે ઈ.પૂ. ૫
¶ મરિયમે સ્વર્ગદૂતને કહ્યું કે, ‘એ કેમ કરીને થશે? કેમ કે હું કુંવારી છું, અને હું કોઈ પુરુષ સાથે સંબંધમાં આવી નથી.’”
- લૂક ૧:૩૫આશરે ઈ.પૂ. ૫
સ્વર્ગદૂતે તેને ઉત્તર આપ્યો કે, ‘પવિત્ર આત્મા તારા પર આવશે, અને પરાત્પર ઈશ્વરનું પરાક્રમ તારા પર આચ્છાદન કરશે; માટે જે તારાથી જન્મ લેશે તેને પવિત્ર ઈશ્વરનો દીકરો કહેવાશે.
- લૂક ૧:૩૬આશરે ઈ.પૂ. ૫
¶ જો, તારી સગી એલિસાબેતે પણ તેની વૃદ્ધાવસ્થામાં દીકરાનો ગર્ભ ધર્યો છે; અને જે નિ:સંતાન કહેવાતી હતી, તેને આ છઠ્ઠો મહિનો જાય છે.
- લૂક ૧:૩૭આશરે ઈ.પૂ. ૫
‘કેમ કે ઈશ્વર માટે કશું જ અશક્ય નથી!’
- લૂક ૧:૩૮આશરે ઈ.પૂ. ૫
મરિયમે સ્વર્ગદૂતને કહ્યું કે, ‘જો, હું પ્રભુની સેવિકા છું, તારા કહ્યાં પ્રમાણે મને થાઓ.’ ત્યારે સ્વર્ગદૂત તેની પાસેથી ગયો.
- લૂક ૧:૩૯આશરે ઈ.પૂ. ૫
તે દિવસોમાં મરિયમ ઊઠીને પહાડી દેશમાં યહૂદિયાના એક શહેરમાં તરત જ ગઈ.
- લૂક ૧:૪૦આશરે ઈ.પૂ. ૫
¶ ઝખાર્યાને ઘરે જઈને એલિસાબેતને સલામ કહી.
- લૂક ૧:૪૧આશરે ઈ.પૂ. ૫
એલિસાબેતે મરિયમની સલામ સાંભળી ત્યારે બાળક તેના પેટમાં કૂદ્યું; અને એલિસાબેતે પવિત્ર આત્માથી ભરપૂર થઈને.
- લૂક ૧:૪૨આશરે ઈ.પૂ. ૫
¶ તથા ઊંચા સ્વરથી કહ્યું કે, ‘સ્ત્રીઓમાં તું આશીર્વાદિત છે, તારું બાળક પણ આશીર્વાદિત છે!’
- લૂક ૧:૪૩આશરે ઈ.પૂ. ૫
એ કૃપા મને ક્યાંથી કે, મારા પ્રભુની મા મારી પાસે આવે?
- લૂક ૧:૪૪આશરે ઈ.પૂ. ૫
કેમ કે, જો, તારી સલામનો અવાજ મારે કાને પડતાં બાળક મારા પેટમાં આનંદથી કૂદ્યું.
- લૂક ૧:૪૫આશરે ઈ.પૂ. ૫
જેણે વિશ્વાસ કર્યો તે આશીર્વાદિત છે, કેમ કે પ્રભુ તરફથી જે વાતો તેને કહેવામાં આવી છે તેઓ પૂર્ણ થશે.
- લૂક ૧:૪૬આશરે ઈ.પૂ. ૫
¶ મરિયમે કહ્યું કે, મારો જીવ પ્રભુને મહાન માને છે,
- લૂક ૧:૪૭આશરે ઈ.પૂ. ૫
અને ઈશ્વર, મારા ઉદ્ધારકમાં મારો આત્મા હરખાયો છે.
- લૂક ૧:૪૮આશરે ઈ.પૂ. ૫
કારણ કે તેમણે પોતાની સેવિકાની દીનાવસ્થા પર દ્ર્ષ્ટિ કરી છે; કેમ કે, જો, હવેથી સઘળી પેઢીઓ મને આશીર્વાદિત કહેશે.
- લૂક ૧:૪૯આશરે ઈ.પૂ. ૫
કેમ કે પરાક્રમી ઈશ્વરે મારે સારુ મહાન કૃત્યો કર્યા છે, તેમનું નામ પવિત્ર છે.
- લૂક ૧:૫૦આશરે ઈ.પૂ. ૫
જેઓ તેમનું સન્માન કરે છે, તેઓ પર તેમની દયા પેઢી દરપેઢી રહે છે.
- લૂક ૧:૫૧આશરે ઈ.પૂ. ૫
તેમણે પોતાના પરાક્રમી હાથો વડે ઘણાં પરાક્રમી કાર્યો કર્યાં છે, અભિમાનીઓને તેઓનાં હૃદયની કલ્પનામાં તેમણે વિખેરી નાખ્યા છે.