મુખ્ય સામગ્રી પર જાઓ

circa 6 BC – AD 30

The Life of Jesus

The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.

3,779 કલમો · 4 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. લૂક ૧:૫૨આશરે ઈ.પૂ. ૫

    તેમણે રાજકર્તાઓને રાજ્યાસન પરથી ઉતારી નાખ્યા છે, અને ગરીબોને ઊંચા કર્યા છે.

  2. લૂક ૧:૫૩આશરે ઈ.પૂ. ૫

    તેમણે ભૂખ્યાંઓને સારાં વાનાંથી તૃપ્ત કર્યા છે; અને શ્રીમંતોને ખાલી હાથે પાછા કાઢ્યાં છે.

  3. લૂક ૧:૫૪આશરે ઈ.પૂ. ૫

    આપણા પૂર્વજોને તેમના કહ્યાં પ્રમાણે, ઇબ્રાહિમ પર તથા તેના વંશ પર

  4. લૂક ૧:૫૫આશરે ઈ.પૂ. ૫

    સદા દયા કરવાનું સંભારીને, તેમણે પોતાના સેવક ઇઝરાયલને સહાય કરી.’”

  5. લૂક ૧:૫૬આશરે ઈ.પૂ. ૫

    ¶ મરિયમ આશરે ત્રણ મહિના સુધી તેની સાથે રહી, પછી પોતાને ઘરે પાછી ગઈ.

  6. લૂક ૧:૫૭આશરે ઈ.પૂ. ૫

    ¶ હવે એલિસાબેતના દિવસો પૂરા થયા, એટલે તેને દીકરો જનમ્યો.

  7. લૂક ૧:૫૮આશરે ઈ.પૂ. ૫

    તેના પડોશીઓએ તથા સગાંઓએ સાંભળ્યું કે, પ્રભુએ તેના પર મોટી દયા કરી છે, ત્યારે તેઓએ તેની સાથે આનંદ કર્યો.

  8. લૂક ૧:૫૯આશરે ઈ.પૂ. ૫

    ¶ આઠમે દિવસે તેઓ છોકરાંની સુન્નત કરવા આવ્યાં, ત્યારે તેઓ તેના પિતાના નામ ઉપરથી તેનું નામ ઝખાર્યા પાડવા માંગતા હતા;

  9. લૂક ૧:૬૦આશરે ઈ.પૂ. ૫

    પણ તેની માએ તેઓને કહ્યું કે, ‘એમ નહિ, પણ તેનું નામ યોહાન પાડવું.’”

  10. લૂક ૧:૬૧આશરે ઈ.પૂ. ૫

    ¶ તેઓએ તેને કહ્યું કે, ‘તારાં સગામાંના કોઈનું એવું નામ પાડેલું નથી.’”

  11. લૂક ૧:૬૨આશરે ઈ.પૂ. ૫

    તેઓએ ઇશારો કરીને તેના પિતાને પૂછ્યું કે, ‘તું તેનું શું નામ પાડવા ચાહે છે?’”

  12. લૂક ૧:૬૩આશરે ઈ.પૂ. ૫

    તેણે પથ્થરપાટી માગીને તેના પર લખ્યું કે, ‘તેનું નામ યોહાન છે.’”

  13. લૂક ૧:૬૪આશરે ઈ.પૂ. ૫

    ¶ તેથી તેઓ સર્વ અચંબો પામ્યા. તરત ઝખાર્યાનું મુખ ઊઘડી ગયું, ને તેની જીભ છૂટી થઈ, તે ઈશ્વરની સ્તુતિ કરતો બોલવા લાગ્યો.

  14. લૂક ૧:૬૫આશરે ઈ.પૂ. ૫

    તેઓની આસપાસના સર્વ રહેવાસીઓને બીક લાગી, અને યહૂદિયાના આખા પહાડી દેશમાં એ વાતોની ચર્ચા ચાલી.

  15. લૂક ૧:૬૬આશરે ઈ.પૂ. ૫

    જેઓએ તે વાતો સાંભળી તે સર્વએ તે મનમાં રાખીને કહ્યું કે, ત્યારે આ છોકરો કેવો થશે? કેમ કે પ્રભુનો હાથ તેના પર હતો.

  16. લૂક ૧:૬૭આશરે ઈ.પૂ. ૫

    ¶ તેના પિતા ઝખાર્યાએ પવિત્ર આત્માથી ભરપૂર થઈને એવો પ્રબોધ કર્યો કે,

  17. લૂક ૧:૬૮આશરે ઈ.પૂ. ૫

    ઇઝરાયલના ઈશ્વર પ્રભુ સ્તુતિમાન થાઓ; કેમ કે તેમણે પોતાના લોકની મુલાકાત લઈને તેઓનો ઉદ્ધાર કર્યો છે.

  18. લૂક ૧:૬૯આશરે ઈ.પૂ. ૫

    જગતના પહેલાથી ઈશ્વરે પવિત્ર પ્રબોધકોના મુખથી કહ્યું હતું તે પ્રમાણે,

  19. લૂક ૧:૭૦આશરે ઈ.પૂ. ૫

    તેમણે પોતાના સેવક દાઉદના કુળમાં, આપણે સારુ એક પરાક્રમી ઉદ્ધારનાર આપ્યા છે,

  20. લૂક ૧:૭૧આશરે ઈ.પૂ. ૫

    એટલે તે આપણા શત્રુઓથી તથા આપણા પર દ્વેષ રાખનારા સર્વના હાથમાંથી આપણને બચાવે;

  21. લૂક ૧:૭૨આશરે ઈ.પૂ. ૫

    એ સારુ કે તે આપણા પૂર્વજો પ્રત્યે દયા દર્શાવે, તથા પોતાનો પવિત્ર કરાર યાદ કરે,

  22. લૂક ૧:૭૩આશરે ઈ.પૂ. ૫

    એટલે તેમણે આપણા પિતા ઇબ્રાહિમની સાથે જે સમ ખાધા તે;

  23. લૂક ૧:૭૪આશરે ઈ.પૂ. ૫

    એ માટે કે તે આપણે સારુ એવું કરે કે, આપણે પોતાના શત્રુઓના હાથમાંથી છૂટકો પામીને, નિર્ભયતાથી આપણા આખા આયુષ્યભર તેમની આગળ

  24. લૂક ૧:૭૫આશરે ઈ.પૂ. ૫

    પવિત્રાઈથી તથા ન્યાયીપણાથી તેમની સેવા કરીએ.

  25. લૂક ૧:૭૬આશરે ઈ.પૂ. ૫

    અને, ઓ પુત્ર, તું પરાત્પર ઈશ્વરનો પ્રબોધક કહેવાશે; કેમ કે તું પ્રભુની આગળ ચાલશે, એ માટે કે તું પ્રભુનો માર્ગ તૈયાર કરે,