મુખ્ય સામગ્રી પર જાઓ

circa 6 BC – AD 30

The Life of Jesus

The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.

3,779 કલમો · 4 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. યોહાન ૭:૪૨આશરે ઈ.સ. ૩૩

    શું શાસ્ત્રવચનોમાં એવું નથી લખેલું કે, દાઉદના વંશમાંથી તથા બેથલેહેમ ગામમાં દાઉદ હતો ત્યાંથી ખ્રિસ્ત આવવાનો છે?’”

  2. યોહાન ૭:૪૩આશરે ઈ.સ. ૩૩

    ¶ એ માટે તેને વિષે લોકોમાં ભાગલાં પડ્યાં.

  3. યોહાન ૭:૪૪આશરે ઈ.સ. ૩૩

    તેઓમાંના કેટલાકે તેને પકડવા ચાહ્યું; પણ તેમના પર કોઈએ હાથ નાખ્યો નહિ.

  4. યોહાન ૭:૪૫આશરે ઈ.સ. ૩૩

    ¶ ત્યારે અધિકારીઓ મુખ્ય યાજકોની તથા ફરોશીઓની પાસે આવ્યા; અધિકારીઓએ તેઓને પૂછ્યું કે, ‘તમે તેને કેમ લાવ્યા નહિ?’”

  5. યોહાન ૭:૪૬આશરે ઈ.સ. ૩૩

    ત્યારે અધિકારીઓએ ઉત્તર આપ્યો કે ‘એમના જેવું કદી કોઈ માણસ બોલ્યું નથી.’”

  6. યોહાન ૭:૪૭આશરે ઈ.સ. ૩૩

    ¶ ત્યારે ફરોશીઓએ તેઓને ઉત્તર આપ્યો કે, ‘શું, તમે પણ ગેરમાર્ગે ખેંચાયા?

  7. યોહાન ૭:૪૮આશરે ઈ.સ. ૩૩

    અધિકારીઓ અથવા ફરોશીઓમાંથી શું કોઈએ તેના પર વિશ્વાસ કર્યો છે?

  8. યોહાન ૭:૪૯આશરે ઈ.સ. ૩૩

    પણ આ જે લોકો નિયમશાસ્ત્ર નથી જાણતા તેઓ શાપિત છે.’”

  9. યોહાન ૭:૫૦આશરે ઈ.સ. ૩૩

    ¶ નિકોદેમસ તેઓમાંનો એક, જે અગાઉ ઈસુની પાસે આવ્યો હતો, તે તેઓને પૂછે છે,

  10. યોહાન ૭:૫૧આશરે ઈ.સ. ૩૩

    ‘માણસનું સાંભળ્યાં અગાઉ અને જે તે કરે છે તે જાણ્યાં વિના, આપણું નિયમશાસ્ત્ર શું તેનો ન્યાય કરે છે?’”

  11. યોહાન ૭:૫૨આશરે ઈ.સ. ૩૩

    તેઓએ તેને ઉત્તર આપ્યો કે, ‘શું તું પણ ગાલીલનો છે? શોધ કરીને જો, કેમ કે કોઈ પ્રબોધક ગાલીલમાંથી ઉત્પન્ન થવાનો નથી.’”

  12. યોહાન ૭:૫૩આશરે ઈ.સ. ૩૩

    ¶ પછી તેઓ પોતપોતાને ઘરે ગયા.

  13. યોહાન ૮:૧આશરે ઈ.સ. ૩૩

    ¶ ઈસુ જૈતૂન નામના પહાડ પર ગયા.

  14. યોહાન ૮:૨આશરે ઈ.સ. ૩૩

    વહેલી સવારે તે ફરી ભક્તિસ્થાનમાં આવ્યા, સઘળા લોકો તેમની પાસે આવ્યા અને તેમણે નીચે બેસીને તેઓને બોધ કર્યો.

  15. યોહાન ૮:૩આશરે ઈ.સ. ૩૩

    ત્યારે શાસ્ત્રીઓ તથા ફરોશીઓ વ્યભિચારમાં પકડાયેલી એક સ્ત્રીને ત્યાં લાવ્યા; અને તેને વચમાં ઊભી રાખીને.

  16. યોહાન ૮:૪આશરે ઈ.સ. ૩૩

    ¶ ઈસુને કહ્યું કે, ‘ગુરુ, આ સ્ત્રી વ્યભિચાર કરતાં જ પકડાઈ છે.

  17. યોહાન ૮:૫આશરે ઈ.સ. ૩૩

    હવે મૂસાના નિયમશાસ્ત્રમાં આપણને આજ્ઞા આપી છે કે, તેવી સ્ત્રીઓને પથ્થરે મારવી; તો તમે તેને વિષે શું કહો છો?’”

  18. યોહાન ૮:૬આશરે ઈ.સ. ૩૩

    તેમના પર દોષ મૂકવાનું કારણ તેમને મળી આવે એ માટે તેમનું પરીક્ષણ કરતાં તેઓએ આ કહ્યું. પણ ઈસુએ નીચા નમીને જમીન પર આંગળીએ લખ્યું.

  19. યોહાન ૮:૭આશરે ઈ.સ. ૩૩

    ¶ તેઓએ તેમને પૂછ્યા કર્યું, ત્યારે તેમણે ઊભા થઈને તેઓને કહ્યું કે, ‘તમારામાં જે કોઈ પાપ વગરનો હોય તે તેના પર પહેલો પથ્થર મારે.’”

  20. યોહાન ૮:૮આશરે ઈ.સ. ૩૩

    ફરીથી પણ તેમણે નીચા નમીને આંગળી વડે જમીન પર લખ્યું.

  21. યોહાન ૮:૯આશરે ઈ.સ. ૩૩

    ¶ જયારે તેઓએ સાંભળ્યું, ત્યારે વૃદ્ધથી માંડીને એક પછી એક બધા ચાલ્યા ગયા. અને એકલા ઈસુ તથા ઊભેલી સ્ત્રી જ ત્યાં રહ્યાં.

  22. યોહાન ૮:૧૦આશરે ઈ.સ. ૩૩

    ઈસુ ઊભા થયા અને તેને પૂછ્યું કે, ‘સ્ત્રી, તારા પર દોષ મૂકનારાઓ ક્યાં છે? શું કોઈએ તને દોષિત ઠરાવી નથી?’”

  23. યોહાન ૮:૧૧આશરે ઈ.સ. ૩૩

    તેણે કહ્યું, ‘પ્રભુ, કોઈએ નહિ.’ ઈસુએ કહ્યું, ‘હું પણ તને દોષિત નથી ઠરાવતો; તું ચાલી જા; હવેથી પાપ કરીશ નહિ.’”

  24. યોહાન ૮:૧૨આશરે ઈ.સ. ૩૩

    ¶ ફરીથી ઈસુએ તેઓને કહ્યું, ‘હું માનવજગતનું અજવાળું છું; જે કોઈ મારી પાછળ આવે છે તે અંધકારમાં નહિ ચાલશે, પણ જીવનનું અજવાળું પામશે.’”

  25. યોહાન ૮:૧૩આશરે ઈ.સ. ૩૩

    ફરોશીઓએ તેમને કહ્યું, ‘તમે તમારે પોતાને વિષે સાક્ષી આપો છો; તમારી સાક્ષી સાચી નથી.’”