મુખ્ય સામગ્રી પર જાઓ

circa 6 BC – AD 30

The Life of Jesus

The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.

3,779 કલમો · 4 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. યોહાન ૬:૬૩આશરે ઈ.સ. ૩૨

    જે જીવાડે છે તે આત્મા છે; શરીરથી કંઈ લાભ થતો નથી. જે બાબતો મેં તમને કહી છે, તે આત્મા તથા જીવન છે.

  2. યોહાન ૬:૬૪આશરે ઈ.સ. ૩૨

    પણ તમારામાંના કેટલાક વિશ્વાસ કરતા નથી.’ કેમ કે કોણ અવિશ્વાસી છે અને કોણ તેમને પરસ્વાધીન કરવાનો છે, તે ઈસુ પહેલેથી જાણતા હતા.

  3. યોહાન ૬:૬૫આશરે ઈ.સ. ૩૨

    તેમણે કહ્યું કે, ‘મેં એ જ કારણથી તમને કહ્યું કે, પિતા તરફથી તેને આપવામાં આવ્યું ન હોય તો કોઈ મારી પાસે આવી શકતો નથી.’”

  4. યોહાન ૬:૬૬આશરે ઈ.સ. ૩૨

    ¶ આ સાંભળીને તેમના શિષ્યોમાંના ઘણાં પાછા પડી ગયા. અને તેમની સાથે ચાલ્યા નહિ.

  5. યોહાન ૬:૬૭આશરે ઈ.સ. ૩૨

    તે માટે ઈસુએ બાર શિષ્યો ને પૂછ્યું કે, ‘શું તમે પણ જતા રહેવા ચાહો છો?’”

  6. યોહાન ૬:૬૮આશરે ઈ.સ. ૩૨

    સિમોન પિતરે તેમને જવાબ આપ્યો કે, ‘પ્રભુ, અમે કોની પાસે જઈએ? અનંતજીવનની વાતો તો તમારી પાસે છે.

  7. યોહાન ૬:૬૯આશરે ઈ.સ. ૩૨

    અમે વિશ્વાસ કર્યો છે અને જાણીએ છીએ કે, ઈશ્વરના પવિત્ર તે તમે છો.’”

  8. યોહાન ૬:૭૦આશરે ઈ.સ. ૩૨

    ¶ ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, ‘શું મેં તમો બારને પસંદ નહોતા કર્યા? પણ તમારામાંની એક વ્યક્તિ તો શેતાન છે.’”

  9. યોહાન ૬:૭૧આશરે ઈ.સ. ૩૨

    તેમણે તો સિમોનના દીકરા યહૂદા ઇશ્કારિયોત વિષે તે કહ્યું; કેમ કે તે, બાર શિષ્યોમાંનો હોવા છતાં, તેમને પરાધીન કરનાર હતો.

  10. યોહાન ૭:૧આશરે ઈ.સ. ૩૩

    ¶ અને પછી ઈસુ ગાલીલમાં ફર્યા, કેમ કે યહૂદીઓ તેમને મારી નાખવા શોધતાં હતા, માટે યહૂદિયામાં ફરવાને તે ચાહતા નહોતા.

  11. યોહાન ૭:૨આશરે ઈ.સ. ૩૩

    હવે યહૂદીઓનું માંડવાપર્વ પાસે આવ્યું હતું.

  12. યોહાન ૭:૩આશરે ઈ.સ. ૩૩

    ¶ માટે તેમના ભાઈઓએ તેને કહ્યું કે, ‘અહીંથી યહૂદિયામાં જાઓ કે, તમે જે કામો કરો છો તે તમારા શિષ્યો પણ જુએ.

  13. યોહાન ૭:૪આશરે ઈ.સ. ૩૩

    કેમ કે કોઈ પોતે પ્રસિદ્ધ થવાને ચાહતો હોવાથી ગુપ્ત રીતે કંઈ કરતો નથી; જો તમે એ કામો કરો છો, તો દુનિયાની આગળ પોતાને જાહેર કરો.’”

  14. યોહાન ૭:૫આશરે ઈ.સ. ૩૩

    ¶ કેમ કે તેમના ભાઈઓએ પણ તેમના પર વિશ્વાસ કર્યો ન હતો.

  15. યોહાન ૭:૬આશરે ઈ.સ. ૩૩

    ત્યારે ઈસુ તેઓને કહે છે કે, ‘મારો સમય હજી આવ્યો નથી; પણ તમારા માટે સર્વ સમય એક સમાન છે.

  16. યોહાન ૭:૭આશરે ઈ.સ. ૩૩

    જગત તમારો દ્વેષ કરી નથી શકતું, પણ મારો તો તે દ્વેષ કરે છે; કેમ કે તે વિષે હું એવી સાક્ષી આપું છું કે, તેનાં કામ દુષ્ટ છે.

  17. યોહાન ૭:૮આશરે ઈ.સ. ૩૩

    તમે આ પર્વમાં જાઓ; મારો સમય હજી પરિપૂર્ણ થયો નથી, માટે હું આ પર્વમાં જતો નથી.’”

  18. યોહાન ૭:૯આશરે ઈ.સ. ૩૩

    ઈસુ તેઓને એ વાત કહીને ગાલીલમાં જ રહ્યા.

  19. યોહાન ૭:૧૦આશરે ઈ.સ. ૩૩

    ¶ પરંતુ ઈસુના ભાઈઓ પર્વમાં ગયા, તે પણ જાહેરમાં નહિ, પણ ખાનગી રીતે ગયા.

  20. યોહાન ૭:૧૧આશરે ઈ.સ. ૩૩

    ત્યારે યહૂદીઓએ પર્વમાં તેમની શોધ કરતાં કહ્યું કે, ‘તે ક્યાં છે?’”

  21. યોહાન ૭:૧૨આશરે ઈ.સ. ૩૩

    ¶ તેમને વિષે લોકોમાં ઘણી ચર્ચા ચાલી; કેમ કે કેટલાકે કહ્યું કે, ‘તે સારો માણસ છે;’ બીજાઓએ કહ્યું કે, ‘એમ નથી, પણ લોકોને તે ગેરમાર્ગે દોરે છે.’”

  22. યોહાન ૭:૧૩આશરે ઈ.સ. ૩૩

    તોપણ યહૂદીઓના ડરને લીધે તેમને વિષે કોઈ ખુલ્લી રીતે કંઈ બોલ્યું નહિ.

  23. યોહાન ૭:૧૪આશરે ઈ.સ. ૩૩

    ¶ પણ પર્વ અર્ધું થવા આવ્યું ત્યારે ઈસુએ ભક્તિસ્થાનમાં જઈને ઉપદેશ કર્યો.

  24. યોહાન ૭:૧૫આશરે ઈ.સ. ૩૩

    ત્યારે યહૂદીઓએ આશ્ચર્ય પામીને કહ્યું કે, ‘એ માણસ કદી પણ શીખ્યો નથી, તેમ છતાં તે વિદ્યા ક્યાંથી જાણે છે?’”

  25. યોહાન ૭:૧૬આશરે ઈ.સ. ૩૩

    માટે ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, ‘મારો ઉપદેશ મારો પોતાનો નથી, પણ જેમણે મને મોકલ્યો તેમનો છે.