મુખ્ય સામગ્રી પર જાઓ

circa 6 BC – AD 30

The Life of Jesus

The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.

3,779 કલમો · 4 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. યોહાન ૬:૩૮આશરે ઈ.સ. ૩૨

    કેમ કે હું મારી પોતાની ઇચ્છા નહિ, પણ જેમણે મને મોકલ્યો છે તેમની ઇચ્છા પૂરી કરવાને સ્વર્ગથી ઊતર્યો છું.

  2. યોહાન ૬:૩૯આશરે ઈ.સ. ૩૨

    જેમણે મને મોકલ્યો છે તેમની ઇચ્છા એ છે કે, તેમણે મને જે સર્વ આપ્યું છે, તેમાંથી હું કંઈ ખોઉં નહીં, પણ છેલ્લાં દિવસે તેને પાછું ઉઠાડું.

  3. યોહાન ૬:૪૦આશરે ઈ.સ. ૩૨

    કેમ કે મારા પિતાની ઇચ્છા એ છે કે, જે કોઈ દીકરાને જોઈને તેના પર વિશ્વાસ કરશે, તેને અનંતજીવન મળશે; અને છેલ્લાં દિવસે હું તેને પાછો સજીવન કરીશ.’”

  4. યોહાન ૬:૪૧આશરે ઈ.સ. ૩૨

    ¶ એ માટે યહૂદીઓએ તેમને વિષે બડબડાટ કર્યો; કેમ કે તેમણે કહ્યું હતું કે, ‘સ્વર્ગમાંથી ઊતરેલી રોટલી હું છું.’”

  5. યોહાન ૬:૪૨આશરે ઈ.સ. ૩૨

    તેઓએ કહ્યું કે, ‘યૂસફનો દીકરો, ઈસુ જેનાં માતાપિતાને અમે ઓળખીએ છીએ, તે શું એ જ નથી? ત્યારે તે હમણાં એમ કેમ કહે છે કે, સ્વર્ગમાંથી હું ઊતર્યો છું?’”

  6. યોહાન ૬:૪૩આશરે ઈ.સ. ૩૨

    ¶ ઈસુએ જવાબ આપ્યો કે, ‘તમે અંદરોઅંદર બડબડાટ ન કરો.

  7. યોહાન ૬:૪૪આશરે ઈ.સ. ૩૨

    જે મારા પિતાએ મને મોકલ્યો છે, તેમના તેડ્યાં વગર કોઈ મનુષ્ય મારી પાસે આવી શકતો નથી; અને છેલ્લાં દિવસે હું તેને પાછો સજીવન કરીશ.

  8. યોહાન ૬:૪૫આશરે ઈ.સ. ૩૨

    પ્રબોધકના પુસ્તકમાં એમ લખેલું છે કે, ‘તેઓ સઘળા ઈશ્વરથી શીખેલા થશે. તો જે કોઈ પિતાની પાસેથી સાંભળીને શીખ્યો છે, તે મારી પાસે આવે છે.

  9. યોહાન ૬:૪૬આશરે ઈ.સ. ૩૨

    કેમ કે કોઈ માણસે પિતાને જોયા નથી; ઈશ્વરની પાસેથી જે આવ્યો છે; તેણે જ પિતાને જોયા છે.’”

  10. યોહાન ૬:૪૭આશરે ઈ.સ. ૩૨

    હું તમને નિશ્ચે કહું છું કે, ‘જે વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે.

  11. યોહાન ૬:૪૮આશરે ઈ.સ. ૩૨

    જીવનની રોટલી હું છું.

  12. યોહાન ૬:૪૯આશરે ઈ.સ. ૩૨

    તમારા પૂર્વજોએ અરણ્યમાં માન્ના ખાધું, અને તેઓ મૃત્યુ પામ્યા.

  13. યોહાન ૬:૫૦આશરે ઈ.સ. ૩૨

    પણ જે રોટલી સ્વર્ગમાંથી ઊતરી છે, તે એ જ છે કે જો કોઈ તે ખાય તો તે મૃત્યુ પામે નહિ.

  14. યોહાન ૬:૫૧આશરે ઈ.સ. ૩૨

    સ્વર્ગમાંથી ઊતરેલી જીવનની રોટલી હું છું; જો કોઈ એ રોટલી ખાય, તો તે સદા જીવતો રહેશે; જે રોટલી હું આપીશ તે મારું માંસ છે, તે માનવજગતના જીવનને માટે હું આપીશ.’”

  15. યોહાન ૬:૫૨આશરે ઈ.સ. ૩૨

    ¶ તે માટે યહૂદીઓએ અંદરોઅંદર વાદવિવાદ કરતાં કહ્યું કે, ‘એ માણસ પોતાનું માંસ આપણને ખાવાને શી રીતે આપી શકે?’”

  16. યોહાન ૬:૫૩આશરે ઈ.સ. ૩૨

    ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, જો તમે માણસના દીકરાનું માંસ ન ખાઓ અને તેનું રક્ત ન પીઓ, તો તમારામાં જીવન નથી.

  17. યોહાન ૬:૫૪આશરે ઈ.સ. ૩૨

    જે કોઈ મારું માંસ ખાય છે અને મારું રક્ત પીવે છે, તેને અનંતજીવન છે; છેલ્લાં દિવસે હું તેને પાછો સજીવન કરીશ.

  18. યોહાન ૬:૫૫આશરે ઈ.સ. ૩૨

    કેમ કે મારું માંસ ખરેખરો ખોરાક છે અને મારું રક્ત ખરેખરું પીણું છે.

  19. યોહાન ૬:૫૬આશરે ઈ.સ. ૩૨

    જે મારું માંસ ખાય છે અને મારું રક્ત પીવે છે, તે મારામાં રહે છે અને હું તેનામાં રહું છું.

  20. યોહાન ૬:૫૭આશરે ઈ.સ. ૩૨

    જેમ જીવતા પિતાએ મને મોકલ્યો છે અને હું પિતા દ્વારા જીવું છું; તેમ જે મને ખાય છે, તે પણ મારે સહારે જીવશે.

  21. યોહાન ૬:૫૮આશરે ઈ.સ. ૩૨

    જે રોટલી સ્વર્ગમાંથી ઊતરી તે એ જ છે; જેમ તમારા પૂર્વજો ખાઈને મૃત્યુ પામ્યા તેવી રોટલી એ નથી; પણ આ રોટલી જે ખાય છે, તે સદા જીવતો રહેશે.’”

  22. યોહાન ૬:૫૯આશરે ઈ.સ. ૩૨

    તેમણે કપરનાહૂમના સભાસ્થાનમાં બોધ કરતાં એ વાતો કહી.

  23. યોહાન ૬:૬૦આશરે ઈ.સ. ૩૨

    ¶ એ માટે તેમના શિષ્યોમાંના ઘણાંએ તે સાંભળીને કહ્યું કે, ‘આ વાત કઠણ છે, તે કોણ સાંભળી શકે?’”

  24. યોહાન ૬:૬૧આશરે ઈ.સ. ૩૨

    પણ મારા શિષ્યો જ તે વિષે કચકચ કરે છે એ ઈસુએ પોતાના મનમાં જાણીને તેઓને કહ્યું કે, ‘શું તમને આ વાતથી માઠું લાગ્યું છે?

  25. યોહાન ૬:૬૨આશરે ઈ.સ. ૩૨

    ત્યારે માણસનો દીકરો જ્યાં પહેલાં હતો ત્યાં જો તેને પાછો ચઢતાં તમે જુઓ તો કેમ?