circa 6 BC – AD 30
The Life of Jesus
The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.
આ કાળની કલમો
- યોહાન ૫:૩૫આશરે ઈ.સ. ૩૧
તે સળગતો તથા પ્રગટતો દીવો હતો, તેના પ્રકાશમાં તમે ઘડીભર આનંદ કરવાને રાજી હતા.
- યોહાન ૫:૩૬આશરે ઈ.સ. ૩૧
¶ પણ યોહાનના કરતાં મારી પાસે મોટી સાક્ષી છે; કેમ કે પિતાએ જે કામો મને પૂરાં કરવાને આપ્યાં છે, એટલે જે કામો હું કરું છું, તે જ મારે વિષે સાક્ષી આપે છે કે પિતાએ મને મોકલ્યો છે.
- યોહાન ૫:૩૭આશરે ઈ.સ. ૩૧
વળી પિતાએ મને મોકલ્યો છે, તેમણે પણ મારે વિષે સાક્ષી આપી છે. તમે કદી તેમની વાણી નથી સાંભળી અને તેમનું સ્વરૂપ પણ નિહાળ્યું નથી.
- યોહાન ૫:૩૮આશરે ઈ.સ. ૩૧
તેમના વચન તમારામાં રહેલાં નથી; કેમ કે જેને તેમણે મોકલ્યો, તેના પર તમે વિશ્વાસ કરતા નથી.
- યોહાન ૫:૩૯આશરે ઈ.સ. ૩૧
¶ તમે પવિત્રશાસ્ત્ર તપાસી જુઓ છો, કેમ કે તેઓથી તમને અનંતજીવન છે, એમ તમે ધારો છો; અને મારે વિષે સાક્ષી આપનાર તે એ જ છે.
- યોહાન ૫:૪૦આશરે ઈ.સ. ૩૧
અને જીવન પામવા માટે તમે મારી પાસે આવવા ચાહતા નથી.
- યોહાન ૫:૪૧આશરે ઈ.સ. ૩૧
¶ હું માણસો તરફથી પ્રશંસાની ઇચ્છા રાખતો નથી.
- યોહાન ૫:૪૨આશરે ઈ.સ. ૩૧
પણ હું જાણું છું કે ઈશ્વર પરનો પ્રેમ તમારામાં નથી.
- યોહાન ૫:૪૩આશરે ઈ.સ. ૩૧
¶ હું મારા પિતાના નામે આવ્યો છું, પણ તમે મારો સ્વીકાર કરતા નથી; જો કોઈ બીજો પોતાને નામે આવશે, તો તેનો તમે સ્વીકાર કરશો.
- યોહાન ૫:૪૪આશરે ઈ.સ. ૩૧
તમે એકબીજાથી પ્રશંસા પામો છો, પણ જે પ્રશંસા એકલા ઈશ્વરથી છે તે તમે શોધતાં નથી, તો તમે વિશ્વાસ શી રીતે કરી શકો?
- યોહાન ૫:૪૫આશરે ઈ.સ. ૩૧
¶ હું પિતાની આગળ તમારા પર દોષ મૂકીશ, એમ ન ધારો; તમારા પર દોષ મૂકનાર એક, એટલે મૂસા છે, તેના પર તમે ભરોસો રાખો છો.
- યોહાન ૫:૪૬આશરે ઈ.સ. ૩૧
કેમ કે જો તમે મૂસા પર વિશ્વાસ કર્યો હોત, તો તમે મારા પર વિશ્વાસ કરત; કેમ કે તેણે મારે વિષે લખેલું છે.
- યોહાન ૫:૪૭આશરે ઈ.સ. ૩૧
પણ જો તમે તેનાં લખેલાં વચન પર વિશ્વાસ નથી કરતા, તો મારી વાતો પર તમે કેમ વિશ્વાસ કરશો?’”
- યોહાન ૬:૧આશરે ઈ.સ. ૩૨
¶ પછી ઈસુ ગાલીલનો સમુદ્ર જે તિબેરિયસ કહેવાય છે, તેની સામે બાજુએ ગયા.
- યોહાન ૬:૨આશરે ઈ.સ. ૩૨
ત્યાં લોકોનો મોટો સમુદાય તેમની પાછળ ગયો; કેમ કે તેમણે જે ચમત્કારિક ચિહ્નો બીમાર લોકો પર કર્યા હતા, તે તેઓએ જોયા હતા.
- યોહાન ૬:૩આશરે ઈ.સ. ૩૨
પછી ઈસુ પહાડ પર ગયા અને ત્યાં પોતાના શિષ્યો સાથે બેઠા.
- યોહાન ૬:૪આશરે ઈ.સ. ૩૨
¶ હવે યહૂદીઓનું પાસ્ખાપર્વ પાસે આવ્યું હતું.
- યોહાન ૬:૫આશરે ઈ.સ. ૩૨
માટે ઈસુ ઊંચી નજર કરીને પોતાની પાસે આવતા મોટા સમુદાયને જોઈને ફિલિપને પૂછે છે કે, ‘તેમના ભોજનને માટે આપણે રોટલી ક્યાંથી વેચાતી લઈએ?’”
- યોહાન ૬:૬આશરે ઈ.સ. ૩૨
જોકે ઈસુએ ફિલિપને પારખવા માટે એ પૂછ્યું હતું; કેમ કે ઈસુ પોતે શું કરવાના હતા તે તે પોતે જાણતા હતા.
- યોહાન ૬:૭આશરે ઈ.સ. ૩૨
¶ ફિલિપે તેમને જવાબ આપ્યો, ‘બસો દીનારની રોટલી તેઓને સારુ પૂરતી નથી કે, તેઓમાંના દરેકને થોડું થોડું મળે.’”
- યોહાન ૬:૮આશરે ઈ.સ. ૩૨
તેમના શિષ્યોમાંના એક, એટલે સિમોન પિતરનો ભાઈ આન્દ્રિયા, તેમને કહે છે કે,
- યોહાન ૬:૯આશરે ઈ.સ. ૩૨
‘એક જુવાન અહીં છે, તેની પાસે જવની પાંચ રોટલી અને બે માછલી છે; પણ તે આટલાં બધાને કેવી રીતે પૂરાં પડે?’”
- યોહાન ૬:૧૦આશરે ઈ.સ. ૩૨
¶ ઈસુએ કહ્યું કે, ‘લોકોને બેસાડો.’ તે જગ્યાએ ઘણું ઘાસ હતું. અને તેઓ બેસી ગયા, પુરુષોની સંખ્યા આશરે પાંચ હજારની હતી.
- યોહાન ૬:૧૧આશરે ઈ.સ. ૩૨
ત્યારે ઈસુએ તે રોટલીઓ લીધી અને સ્તુતિ કરીને બેઠેલાઓને વહેંચી; માછલીઓમાંથી પણ જેટલું જોઈએ તેટલું વહેચ્યું.
- યોહાન ૬:૧૨આશરે ઈ.સ. ૩૨
તેઓ તૃપ્ત થયા પછી ઈસુ પોતાના શિષ્યોને કહે છે કે, ‘કંઈ નકામું ન જાય માટે વધેલા ટુકડાં એકઠા કરો.’”