મુખ્ય સામગ્રી પર જાઓ

circa 6 BC – AD 30

The Life of Jesus

The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.

3,779 કલમો · 4 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. યોહાન ૪:૩૯આશરે ઈ.સ. ૩૦

    ¶ જે સ્ત્રીએ સાક્ષી આપી કે, ‘મેં જે કર્યું હતું તે બધું તેમણે મને કહી બતાવ્યું,’ તે સ્ત્રીની વાતથી શહેરના ઘણાં સમરૂનીઓએ ઈસુ પર વિશ્વાસ કર્યો.

  2. યોહાન ૪:૪૦આશરે ઈ.સ. ૩૦

    સમરૂનીઓએ તેમની પાસે આવીને તેમને વિનંતી કરી કે, ‘તમે આવીને અમારી સાથે રહો;’ અને ઈસુ બે દિવસ સુધી ત્યાં રહ્યા.

  3. યોહાન ૪:૪૧આશરે ઈ.સ. ૩૦

    ¶ તેમના ઉપદેશથી બીજા ઘણાંએ વિશ્વાસ કર્યો;

  4. યોહાન ૪:૪૨આશરે ઈ.સ. ૩૦

    તેઓએ તે સ્ત્રીને કહ્યું કે, ‘હવે અમે ફક્ત તારા કહેવાથી વિશ્વાસ કરતા નથી; પણ અમે પોતે સાંભળીને જાણીએ છીએ કે માનવજગતના ઉદ્ધારક નિશ્ચે તેઓ જ છે.’”

  5. યોહાન ૪:૪૩આશરે ઈ.સ. ૩૦

    ¶ બે દિવસ ત્યાં રહ્યા પછી ઈસુ ત્યાંથી ગાલીલમાં ગયા.

  6. યોહાન ૪:૪૪આશરે ઈ.સ. ૩૦

    કેમ કે ઈસુએ પોતે સાક્ષી આપી કે, ‘પ્રબોધકને પોતાના પિતાના વતનમાં કંઈ માન નથી.’”

  7. યોહાન ૪:૪૫આશરે ઈ.સ. ૩૦

    જયારે ઈસુ ગાલીલમાં આવ્યા, ત્યારે ગાલીલીઓએ તેમનો આવકાર કર્યો; કેમ કે જે કામ તેમણે યરુશાલેમમાં પર્વની વેળાએ કર્યાં હતાં, તે સર્વ કામ તેઓએ જોયાં હતાં; કેમ કે તેઓ પણ પર્વમાં ગયા હતા.

  8. યોહાન ૪:૪૬આશરે ઈ.સ. ૩૦

    ¶ ઈસુ ફરીથી ગાલીલમાંનું જે કાના ગામ છે, જ્યાં તેમણે પાણીનો દ્રાક્ષારસ બનાવ્યો હતો, ત્યાં આવ્યા; ત્યાં એક અધિકારી માણસ હતો, તેનો દીકરો કપરનાહૂમમાં માંદો હતો.

  9. યોહાન ૪:૪૭આશરે ઈ.સ. ૩૦

    તેણે સાંભળ્યું હતું કે ઈસુ યહૂદિયાથી ગાલીલમાં આવ્યા છે, ત્યારે તેણે તેમની પાસે જઈને તેમને વિનંતી કરી કે, ‘આવીને મારા દીકરાને સાજો કરો;’ કેમ કે તે મરવાની અણી પર હતો.

  10. યોહાન ૪:૪૮આશરે ઈ.સ. ૩૦

    ¶ ત્યારે ઈસુએ તેને કહ્યું કે, ‘ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો જોયા વગર તમે વિશ્વાસ કરવાના નથી.’”

  11. યોહાન ૪:૪૯આશરે ઈ.સ. ૩૦

    તે અધિકારીએ ઈસુને કહ્યું કે, ‘પ્રભુ, મારો દીકરો મરણ પામે તે અગાઉ આવો.’”

  12. યોહાન ૪:૫૦આશરે ઈ.સ. ૩૦

    ઈસુ તેને કહે છે કે, ‘ચાલ્યો જા, તારો દીકરો જીવતો રહ્યો છે.’ જે વાત ઈસુએ તેને કહી, તે પર વિશ્વાસ રાખીને તે માણસ રવાના થયો.

  13. યોહાન ૪:૫૧આશરે ઈ.સ. ૩૦

    ¶ તે જતો હતો એટલામાં તેના નોકરો તેને મળ્યા અને તેઓએ કહ્યું કે, ‘તારો દીકરો જીવતો રહ્યો છે.’”

  14. યોહાન ૪:૫૨આશરે ઈ.સ. ૩૦

    તેણે તેઓને પૂછ્યું કે, ‘કયા સમયથી તે સાજો થવા લાગ્યો?’ ત્યારે તેઓએ તેને કહ્યું કે, ‘ગઈકાલે બપોરના એક વાગ્યા પછી તેનો તાવ જતો રહ્યો.’”

  15. યોહાન ૪:૫૩આશરે ઈ.સ. ૩૦

    ¶ તેથી પિતાએ જાણ્યું કે, “જે સમયે ઈસુએ તેને કહ્યું હતું કે, ‘તારો દીકરો જીવતો રહ્યો છે’ તે જ સમયે એમ થયું;” અને તેણે પોતે તથા તેના કુટુંબનાં બધાએ વિશ્વાસ કર્યો.

  16. યોહાન ૪:૫૪આશરે ઈ.સ. ૩૦

    ઈસુએ ફરી યહૂદિયાથી ગાલીલમાં આવીને આ બીજું ચમત્કારિક ચિહ્ન કર્યું.

  17. યોહાન ૫:૧આશરે ઈ.સ. ૩૧

    ¶ એ બન્યા પછી યહૂદીઓનું એક પર્વ હતું; તે સમયે ઈસુ યરુશાલેમ ગયા.

  18. યોહાન ૫:૨આશરે ઈ.સ. ૩૧

    હવે યરુશાલેમમાં ‘ઘેટાંનો દરવાજો’ નામે જગ્યા પાસે એક કૂંડ છે, તે હિબ્રૂ ભાષામાં બેથઝાથા કહેવાય છે. તેને લગતી પાંચ પરસાળ છે.

  19. યોહાન ૫:૩આશરે ઈ.સ. ૩૧

    તેમાં રોગી, અંધજનો, અપંગ, લકવાગ્રસ્તો એવાં ઘણાં બીમાર લોકો હતા. તેઓ તે કૂંડમાં પાણી હલવાની રાહ જોતાં હતા.

  20. યોહાન ૫:૪આશરે ઈ.સ. ૩૧

    (કેમ કે કોઈ કોઈ સમયે એક દૂત તે કૂંડમાં ઊતરીને પાણીને હલાવતો હતો; પાણી હલાવ્યાં પછી જે કોઈ પહેલો તેમાં ઊતરતો, તેને જે કંઈ રોગ હોય તેથી તે રોગી સાજો થતો.)

  21. યોહાન ૫:૫આશરે ઈ.સ. ૩૧

    ¶ ત્યાં એક માણસ હતો, જે આડત્રીસ વર્ષથી બીમાર હતો.

  22. યોહાન ૫:૬આશરે ઈ.સ. ૩૧

    તેને પડી રહેલો જોઈને તથા ઘણાં સમયથી તે એવો જ છે, તે જાણીને ઈસુ તેને કહે છે કે, ‘શું તું સાજો થવા ચાહે છે?’”

  23. યોહાન ૫:૭આશરે ઈ.સ. ૩૧

    ¶ તે બીમાર માણસે ઈસુને એવો જવાબ આપ્યો કે, ‘પ્રભુ, જે સમયે પાણી હાલે છે, તે સમયે મને કૂંડમાં ઉતારવાને મારી પાસે કોઈ હોતું નથી. પણ હું ઊતરવા જાઉં છું, એટલામાં બીજો મારી અગાઉ ઊતરી પડે છે.’”

  24. યોહાન ૫:૮આશરે ઈ.સ. ૩૧

    ઈસુ તેને કહે છે કે, ‘ઊઠ, તારું બિછાનું ઊંચકીને ચાલતો થા.’”

  25. યોહાન ૫:૯આશરે ઈ.સ. ૩૧

    ¶ તરત તે માણસ સાજો થયો અને પોતાનું બિછાનું ઊંચકીને ચાલવા લાગ્યો. તે દિવસે વિશ્રામવાર હતો.