circa 6 BC – AD 30
The Life of Jesus
The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.
આ કાળની કલમો
- યોહાન ૩:૨૫આશરે ઈ.સ. ૩૦
¶ ત્યાં યોહાનના શિષ્યોને એક યહૂદી સાથે શુદ્ધિકરણ વિષે વાદવિવાદ થયો.
- યોહાન ૩:૨૬આશરે ઈ.સ. ૩૦
તેઓએ યોહાનની પાસે આવીને તેને કહ્યું કે, ‘ગુરુજી, જે તારી સાથે યર્દન નદીને પેલે પાર હતા, જેને વિષે તેં સાક્ષી પૂરી છે, તે તો બાપ્તિસ્મા આપે છે અને સઘળાં તેની પાસે આવે છે.’”
- યોહાન ૩:૨૭આશરે ઈ.સ. ૩૦
¶ યોહાને જવાબ આપ્યો કે, ‘જો કોઈ માણસને સ્વર્ગેથી આપવામાં આવ્યું ન હોય, તો તે કંઈ પામી શકતો નથી.
- યોહાન ૩:૨૮આશરે ઈ.સ. ૩૦
તમે પોતે મારા સાક્ષી છો કે, મેં કહ્યું તે પ્રમાણે, હું તો ખ્રિસ્ત નથી, પણ તેમની અગાઉ મોકલાયેલો છું.
- યોહાન ૩:૨૯આશરે ઈ.સ. ૩૦
¶ જેને કન્યા છે તેને જ વર છે; પણ વરનો જે મિત્ર ઊભો રહીને તેનું સાંભળે છે, તે વરના શબ્દોથી બહુ આનંદ પામે છે; માટે મારો એ આનંદ સંપૂર્ણ થયો છે.
- યોહાન ૩:૩૦આશરે ઈ.સ. ૩૦
તે વધતા જાય, પણ હું ઘટતો જાઉં, એ જરૂરનું છે.
- યોહાન ૩:૩૧આશરે ઈ.સ. ૩૦
¶ જે સ્વર્ગમાંથી આવ્યા છે તે સર્વોપરી છે; જે પૃથ્વીનો છે તે ઐહિક છે તે પૃથ્વીની વાતો કરે છે; જે સ્વર્ગમાંથી આવ્યા છે તે સર્વની ઉપર છે.
- યોહાન ૩:૩૨આશરે ઈ.સ. ૩૦
તેમણે જે જોયું અને સાંભળ્યું છે, તેની સાક્ષી તે પૂરે છે પણ તેમની સાક્ષી કોઈ માનતું નથી.
- યોહાન ૩:૩૩આશરે ઈ.સ. ૩૦
જેણે તેની સાક્ષી માની છે, તેમણે ઈશ્વર સત્ય છે, તે વાત પર મહોર કરી છે.
- યોહાન ૩:૩૪આશરે ઈ.સ. ૩૦
¶ જેને ઈશ્વરે મોકલ્યા છે તે ઈશ્વરનાં શબ્દો બોલે છે; કેમ કે તેઓ માપથી આત્મા નથી આપતા.
- યોહાન ૩:૩૫આશરે ઈ.સ. ૩૦
પિતા દીકરા પર પ્રેમ કરે છે, અને તેમણે સર્વસ્વ તેમના હાથમાં સોંપ્યું છે.
- યોહાન ૩:૩૬આશરે ઈ.સ. ૩૦
દીકરા પર જે વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે; પણ દીકરા વિષે ન સમજનાર જીવન નહિ જોશે, પણ તેના પર ઈશ્વરનો કોપ રહે છે.’”
- યોહાન ૪:૧આશરે ઈ.સ. ૩૦
¶ હવે ઈસુએ જાણ્યું ફરોશીઓના સાંભળવામાં આવ્યું છે કે, યોહાનના કરતાં ઈસુ ઘણાંને શિષ્ય બનાવીને તેઓને બાપ્તિસ્મા આપે છે.
- યોહાન ૪:૨આશરે ઈ.સ. ૩૦
ઈસુ પોતે તો નહિ, પણ તેમના શિષ્યો બાપ્તિસ્મા આપતા હતા,
- યોહાન ૪:૩આશરે ઈ.સ. ૩૦
ત્યારે તે યહૂદિયા મૂકીને ફરી ગાલીલમાં ગયા.
- યોહાન ૪:૪આશરે ઈ.સ. ૩૦
¶ સમરુનમાં થઈને તેમને જવું પડ્યું.
- યોહાન ૪:૫આશરે ઈ.સ. ૩૦
માટે જે ખેતર યાકૂબે પોતાના દીકરા યૂસફને આપ્યું હતું તેની પાસે સમરુનના સૂખાર નામે એક શહેર આગળ તે આવ્યા.
- યોહાન ૪:૬આશરે ઈ.સ. ૩૦
¶ ત્યાં યાકૂબનો કૂવો હતો. ઈસુ ચાલવાથી થાકેલાં હોવાથી તે કૂવા પર બેઠા; તે સમયે આશરે બપોર થઈ હતી.
- યોહાન ૪:૭આશરે ઈ.સ. ૩૦
એક સમરુની સ્ત્રી પાણી ભરવાને કૂવા પર આવી; ઈસુએ તેની પાસે પાણી માગ્યું.’”
- યોહાન ૪:૮આશરે ઈ.સ. ૩૦
તેમના શિષ્યો ભોજન વેચાતું લેવાને શહેરમાં ગયા હતા.
- યોહાન ૪:૯આશરે ઈ.સ. ૩૦
¶ ત્યારે તે સમરૂની સ્ત્રીએ તેમને કહ્યું કે, ‘હું સમરૂની છતાં તમે યહૂદી થઈને મારી પાસે પાણી કેમ માગો છો?’ કેમ કે સમરૂનીઓ સાથે યહૂદીઓ કંઈ પણ વ્યવહાર રાખતા નથી.
- યોહાન ૪:૧૦આશરે ઈ.સ. ૩૦
ઈસુએ તેને જવાબ આપ્યો કે, ‘ઈશ્વરના દાનને તથા જે તને કહે છે કે, મને પાણી આપ, તે કોણ છે, તે જો તું જાણતી હોત, તો તું તેમની પાસે પાણી માગત અને તે તને જીવતું પાણી આપત.’”
- યોહાન ૪:૧૧આશરે ઈ.સ. ૩૦
¶ સ્ત્રીએ તેમને કહ્યું કે, ‘પ્રભુ, તમારી પાસે પાણી કાઢવાનું કંઈ સાધન નથી અને કૂવો ઊંડો છે; તો તે જીવતું પાણી તમારી પાસે ક્યાંથી હોય?
- યોહાન ૪:૧૨આશરે ઈ.સ. ૩૦
અમારા પૂર્વજ યાકૂબે અમને આ કૂવો આપ્યો અને યાકૂબે પોતે, તેનાં સંતાનોએ તથા જાનવરોએ તેમાંનું પાણી પીધું, તેઓ કરતાં શું તમે મોટા છો?’”
- યોહાન ૪:૧૩આશરે ઈ.સ. ૩૦
¶ ઈસુએ તેને કહ્યું કે, ‘જે કોઈ આ પાણી પીએ તેને ફરી તરસ લાગશે;