circa 6 BC – AD 30
The Life of Jesus
The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.
આ કાળની કલમો
- યોહાન ૪:૧૪આશરે ઈ.સ. ૩૦
પણ જે પાણી હું આપીશ, તે જે કોઈ પીએ તેને કદી તરસ લાગશે નહિ. પણ જે પાણી હું તેને આપીશ તે તેનામાં પાણીનો ઝરો થશે, તે ઝરો અનંતજીવન સુધી વહ્યા કરશે.’”
- યોહાન ૪:૧૫આશરે ઈ.સ. ૩૦
¶ સ્ત્રીએ ઈસુને કહ્યું કે, ‘પ્રભુ, તે પાણી મને આપો કે, મને તરસ ન લાગે અને પાણી ભરવા મારે આટલે દૂર આવવું ન પડે.’”
- યોહાન ૪:૧૬આશરે ઈ.સ. ૩૦
ઈસુએ તેને કહ્યું કે, ‘જા, તારા પતિને અહીં બોલાવી લાવ.’”
- યોહાન ૪:૧૭આશરે ઈ.સ. ૩૦
¶ સ્ત્રીએ ઈસુને કહ્યું કે, ‘મારે પતિ નથી.’”
- યોહાન ૪:૧૮આશરે ઈ.સ. ૩૦
ઈસુ તેને કહે છે, “તેં સાચું કહ્યું કે, ‘તારે પતિ નથી’; કેમ કે તને પાંચ પતિ હતા, અને હમણાં જે તારી સાથે રહે છે તે તારો પતિ નથી; એ તેં સાચું કહ્યું.”
- યોહાન ૪:૧૯આશરે ઈ.સ. ૩૦
¶ સ્ત્રીએ કહ્યું કે. ‘પ્રભુ, તમે પ્રબોધક છો એમ મને માલૂમ પડે છે.
- યોહાન ૪:૨૦આશરે ઈ.સ. ૩૦
અમારા પિતૃઓ આ પહાડ પર ભજન કરતા હતા. પણ તમે કહો છો કે, જે જગ્યાએ ભજન કરવું જોઈએ તે યરુશાલેમમાં છે.’”
- યોહાન ૪:૨૧આશરે ઈ.સ. ૩૦
¶ ઈસુએ તેને કહ્યું કે, ‘સ્ત્રી, મારું માન; એવો સમય આવે છે કે જ્યારે તમે આ પહાડ પર અથવા યરુશાલેમમાં પણ પિતાનું ભજન કરી શકશો નહિ.
- યોહાન ૪:૨૨આશરે ઈ.સ. ૩૦
જેને તમે જાણતા નથી તેને તમે ભજો છો; અમે જેને જાણીએ છીએ તેને ભજીએ છીએ! કેમ કે ઉદ્ધાર યહૂદીઓમાંથી છે.
- યોહાન ૪:૨૩આશરે ઈ.સ. ૩૦
¶ પણ એવો સમય આવે છે અને હાલ આવી ચૂક્યો છે કે, જયારે ખરા ભજનારા આત્માથી તથા સચ્ચાઈથી પિતાનું ભજન કરશે; કેમ કે એવા ભજનારાઓને પિતા ઇચ્છે છે.
- યોહાન ૪:૨૪આશરે ઈ.સ. ૩૦
ઈશ્વર આત્મા છે અને જેઓ તેમને ભજે છે, તેઓએ આત્માથી તથા સચ્ચાઈથી તેમનું ભજન કરવું જોઈએ.’”
- યોહાન ૪:૨૫આશરે ઈ.સ. ૩૦
¶ સ્ત્રીએ તેમને કહ્યું કે ‘મસીહ જે ખ્રિસ્ત કહેવાય છે તે આવે છે, એ હું જાણું છું; તે આવશે ત્યારે તે આપણને બધું કહી બતાવશે.’”
- યોહાન ૪:૨૬આશરે ઈ.સ. ૩૦
ઈસુએ કહ્યું કે, ‘તારી સાથે જે બોલે છે તે હું છું.’”
- યોહાન ૪:૨૭આશરે ઈ.સ. ૩૦
¶ એટલામાં તેમના શિષ્યો આવ્યા; અને ઈસુ જે સ્ત્રી સાથે વાત કરતા હતા તે જોઈને આશ્ચર્ય પામ્યા; પણ કોઈએ ઈસુને કંઈ કહ્યું નહિ કે, ‘તમે શું ચાહો છો અથવા તે સ્ત્રી સાથે કેમ વાત કરો છો.’”
- યોહાન ૪:૨૮આશરે ઈ.સ. ૩૦
¶ પછી તે સ્ત્રી પોતાનો પાણીનો ઘડો ત્યાં જ રહેવા દઈને શહેરમાં ગઈ અને લોકોને કહેવા લાગી કે,
- યોહાન ૪:૨૯આશરે ઈ.સ. ૩૦
‘આવો, મેં જે કર્યું હતું તે બધું જેમણે મને કહી બતાવ્યું તે માણસને જુઓ; તે જ ખ્રિસ્ત છે કે શું?’”
- યોહાન ૪:૩૦આશરે ઈ.સ. ૩૦
ત્યારે તેઓ શહેરમાંથી બહાર આવીને તેમની પાસે આવવા લાગ્યા.
- યોહાન ૪:૩૧આશરે ઈ.સ. ૩૦
¶ તેટલાંમાં શિષ્યોએ તેમને વિનંતી કરી કે, ‘ગુરુજી, ભોજન કરો.’”
- યોહાન ૪:૩૨આશરે ઈ.સ. ૩૦
પણ ઈસુએ તેઓને કહ્યું કે, ‘મારી પાસે ખાવા માટે ભોજન છે કે જેનાં વિષે તમે જાણતા નથી.’”
- યોહાન ૪:૩૩આશરે ઈ.સ. ૩૦
શિષ્યોએ અંદરોઅંદર કહ્યું કે, ‘એમને માટે શું કોઈ કંઈ જમવાનું લાવ્યો હશે?’”
- યોહાન ૪:૩૪આશરે ઈ.સ. ૩૦
¶ ઈસુએ તેઓને કહ્યું કે, “જેમણે મને મોકલ્યો છે, તેમની ઇચ્છા અને તેમનું કામ પૂર્ણ કરવું, તે જ મારો ખોરાક છે.”
- યોહાન ૪:૩૫આશરે ઈ.સ. ૩૦
તમે શું નથી કહેતાં કે, ‘ચાર મહિના પછી ફસલ પાકશે? હું તમને કહું છું કે, ‘તમારી આંખો ઊંચી કરીને ખેતરો તરફ જુઓ કે, તેઓ કાપણીને માટે સફેદ થઈ ચૂક્યાં છે.
- યોહાન ૪:૩૬આશરે ઈ.સ. ૩૦
જે કાપે છે તે બદલો પામે છે અને અનંતજીવન માટે ફળનો સંગ્રહ કરે છે; જેથી વાવનાર તથા કાપનાર બન્ને સાથે હર્ષ પામે.
- યોહાન ૪:૩૭આશરે ઈ.સ. ૩૦
¶ કેમ કે આમાં તે કહેવત સાચી પડે છે કે, ‘એક વાવે છે અને અન્ય કોઈ કાપે છે.’”
- યોહાન ૪:૩૮આશરે ઈ.સ. ૩૦
જેને માટે તમે મહેનત કરી નથી, તે કાપવાને મેં તમને મોકલ્યા છે. બીજાઓએ મહેનત કરી છે અને તમે તેમની મહેનતમાં પ્રવેશ્ય છો.’”