મુખ્ય સામગ્રી પર જાઓ

circa 6 BC – AD 30

The Life of Jesus

The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.

3,779 કલમો · 4 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. યોહાન ૫:૧૦આશરે ઈ.સ. ૩૧

    ¶ તેથી જેને સાજો કરવામાં આવ્યો હતો તેને યહૂદીઓએ કહ્યું કે, ‘આજે વિશ્રામવાર છે, એટલે તારે બિછાનું ઊંચકવું યોગ્ય નથી.’”

  2. યોહાન ૫:૧૧આશરે ઈ.સ. ૩૧

    પણ તેણે તેઓને એવો જવાબ આપ્યો કે, ‘જેમણે મને સાજો કર્યો તેમણે મને કહ્યું કે, તારું બિછાનું ઊંચકીને ચાલતો થા.’”

  3. યોહાન ૫:૧૨આશરે ઈ.સ. ૩૧

    ¶ તેઓએ તેને પૂછ્યું કે, “તને જેણે એમ કહ્યું કે, ‘બિછાનું ઊંચકીને ચાલ,’ તે માણસ કોણ છે?”

  4. યોહાન ૫:૧૩આશરે ઈ.સ. ૩૧

    પણ તે કોણ છે, તે સાજો થયેલો માણસ જાણતો નહોતો; કેમ કે તે જગ્યાએ ભીડ હતી, ઈસુ ત્યાંથી આગળ ગયા હતા.

  5. યોહાન ૫:૧૪આશરે ઈ.સ. ૩૧

    ¶ પછીથી ઈસુએ તે માણસને ભક્તિસ્થાનમાં મળીને તેને કહ્યું કે, ‘જો તું સાજો થયો છે; હવેથી પાપ ન કર, રખેને તારા પર વિશેષ વિપત્તિ આવી પડે.’”

  6. યોહાન ૫:૧૫આશરે ઈ.સ. ૩૧

    તે માણસે જઈને યહૂદીઓને કહ્યું કે, ‘જેમણે મને સાજો કર્યો તે ઈસુ છે.’”

  7. યોહાન ૫:૧૬આશરે ઈ.સ. ૩૧

    ¶ તે કામો ઈસુએ વિશ્રામવારે કર્યાં હતાં, માટે યહૂદીઓ તેમને સતાવવા લાગ્યા.

  8. યોહાન ૫:૧૭આશરે ઈ.સ. ૩૧

    પણ ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, ‘મારા પિતા અત્યાર સુધી કામ કરે છે અને હું પણ કાર્યરત છું.’”

  9. યોહાન ૫:૧૮આશરે ઈ.સ. ૩૧

    તે માટે ઈસુને મારી નાખવા યહૂદીઓએ વિશેષ પ્રયત્ન કર્યો; કેમ કે ઈસુએ વિશ્રામવારનો ભંગ કર્યો એટલું જ નહિ, પણ ઈશ્વરને પોતાના પિતા કહીને પોતાને ઈશ્વર સમાન કર્યા.

  10. યોહાન ૫:૧૯આશરે ઈ.સ. ૩૧

    ¶ ત્યારે ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, ‘હું તમને ખરેખર કહું છું કે, દીકરો પિતાને જે કંઈ કરતા જુએ છે તે સિવાય પોતે અન્ય કંઈ કરી નથી શકતો; કેમ કે તે જે જે કરે છે તે તે દીકરો પણ કરે છે.

  11. યોહાન ૫:૨૦આશરે ઈ.સ. ૩૧

    કેમ કે પિતા દીકરા પર પ્રેમ કરે છે અને પોતે જે કંઈ કરે છે તે બધું તે તેને બતાવે છે; અને તે તેને એ કરતાં મોટાં કામ બતાવશે, એ માટે કે તમે આશ્ચર્ય પામો.

  12. યોહાન ૫:૨૧આશરે ઈ.સ. ૩૧

    કેમ કે જે પિતા મૃત્યુ પામેલાઓને સજીવન કરે છે, તેમ જ દીકરો પણ ચાહે તેમને જીવન આપે છે.

  13. યોહાન ૫:૨૨આશરે ઈ.સ. ૩૧

    કેમ કે પિતા કોઈનો ન્યાય કરતા નથી, પણ ન્યાય કરવાનું સઘળું કામ તેમણે દીકરાને સોંપ્યું છે

  14. યોહાન ૫:૨૩આશરે ઈ.સ. ૩૧

    કે, જેમ બધા પિતાને માન આપે છે, તેમ દીકરાને પણ માન આપે. દીકરાને જે માન આપતો નથી, તે તેના મોકલનાર પિતાને પણ માન આપતો નથી.

  15. યોહાન ૫:૨૪આશરે ઈ.સ. ૩૧

    હું તમને નિશ્ચે કહું છું કે, જે મારાં વચન સાંભળે છે અને મને મોકલનાર પર વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે; તે અપરાધી ઠરશે નહિ, પણ તે મૃત્યુમાંથી નીકળીને જીવનમાં આવ્યો છે.

  16. યોહાન ૫:૨૫આશરે ઈ.સ. ૩૧

    હું તમને નિશ્ચે કહું છું કે, એવો સમય આવે છે અને હમણાં આવી ચૂક્યો છે કે, જયારે મૃત્યુ પામેલાંઓ ઈશ્વરના દીકરા ઈસુનાં વચન સાંભળશે અને સાંભળનારાંઓ જીવશે.

  17. યોહાન ૫:૨૬આશરે ઈ.સ. ૩૧

    કેમ કે જેમ પિતાને પોતાનામાં જીવન છે, તેમ દીકરાને પણ પોતાનામાં જીવન રાખવાનું તેમણે આપ્યું.

  18. યોહાન ૫:૨૭આશરે ઈ.સ. ૩૧

    ન્યાય કરવાનો અધિકાર પણ તેમણે તેને આપ્યો, કેમ કે તે માણસનો દીકરો છે.

  19. યોહાન ૫:૨૮આશરે ઈ.સ. ૩૧

    તેથી તમે આશ્ચર્ય ન પામો; કેમ કે એવો સમય આવે છે કે જયારે સર્વ જેઓ કબરમાં છે તેઓ તેમનો અવાજ સાંભળશે;

  20. યોહાન ૫:૨૯આશરે ઈ.સ. ૩૧

    અને જેઓએ સારાં કામ કર્યા છે, તેઓ જીવનનું પુનરુત્થાન પામવા માટે અને જેઓએ ખરાબ કામ કર્યાં છે, તેઓ શિક્ષાત્મક પુનરુત્થાન પામવા માટે, નીકળી આવશે.

  21. યોહાન ૫:૩૦આશરે ઈ.સ. ૩૧

    હું મારી પોતાની તરફથી કંઈ કરી શકતો નથી; પરંતુ જે પ્રમાણે હું સાંભળું છું, તે પ્રમાણે ન્યાય કરું છું; અને મારો ન્યાયચુકાદો અદલ છે. કેમ કે હું મારી પોતાની ઇચ્છા નહિ, પણ જેમણે મને મોકલ્યો છે, તેમની ઇચ્છા પૂરી કરવા ચાહું છું.

  22. યોહાન ૫:૩૧આશરે ઈ.સ. ૩૧

    જો હું પોતાના વિષે સાક્ષી આપું, તો મારી સાક્ષી સાચી નથી.

  23. યોહાન ૫:૩૨આશરે ઈ.સ. ૩૧

    પણ મારા વિષે જે સાક્ષી આપે છે, તે બીજો છે; અને જે સાક્ષી મારા વિષે તે આપે છે, તે સાચી છે, એ હું જાણું છું.

  24. યોહાન ૫:૩૩આશરે ઈ.સ. ૩૧

    તમે યોહાન પાસે માણસો મોકલ્યા, તમને તેણે સત્ય વિષે સાક્ષી આપી છે.

  25. યોહાન ૫:૩૪આશરે ઈ.સ. ૩૧

    તોપણ જે સાક્ષી હું સ્વીકારું છું તે માણસો તરફથી નથી; પણ તમે ઉદ્ધાર પામો માટે હું એ વાતો કહું છું.