મુખ્ય સામગ્રી પર જાઓ

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 કલમો · 14 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. યર્મિયા ૧૩:૧૪આશરે ઈ.પૂ. ૫૯૯

    હું તેઓને એકબીજાની સાથે લડાવીશ પિતાને તેમ જ દીકરાને હું એકબીજા સાથે અથડાવીશ. એમ યહોવાહ કહે છે. હું તેઓ પર દયા કે કરુણા દર્શાવીશ નહિ અને હું તેઓનો નાશ કરતાં અટકીશ નહિ.

  2. યર્મિયા ૧૩:૧૫આશરે ઈ.પૂ. ૫૯૯

    કાન દઈને સાંભળો, અભિમાની ન થાઓ. કેમ કે યહોવાહ બોલ્યા છે.

  3. યર્મિયા ૧૩:૧૬આશરે ઈ.પૂ. ૫૯૯

    અંધારું થાય તે પહેલાં, અને તમારા પગો અંધકારમય પર્વતો પર ઠોકર ખાય તે અગાઉ, તમે જે પ્રકાશની આશા રાખો છો પણ તે જગ્યાને ગાઢ અંધકારમાં ફેરવી નાખે તે પહેલાં તમારા ઈશ્વર યહોવાહને સન્માન આપો.

  4. યર્મિયા ૧૩:૧૭આશરે ઈ.પૂ. ૫૯૯

    પણ જો હજુ તમે સાંભળશો નહિ, તો પછી તમારા અભિમાનને લીધે મારું અંત:કરણ એકાંતમાં શોક કરશે, મારી આંખોમાંથી ચોધાર આંસુઓ વહેશે, કારણ કે યહોવાહના ટોળાંને બંદીવાસમાં લઈ જવામાં આવ્યા છે.

  5. યર્મિયા ૧૩:૧૮આશરે ઈ.પૂ. ૫૯૯

    રાજા અને રાજમાતાને કહે કે, દીન થઈને બેસો, કેમ કે તમારો મુગટ, તમારું ગૌરવ અને મહિમા તે પડી ગયાં છે.”

  6. યર્મિયા ૧૩:૧૯આશરે ઈ.પૂ. ૫૯૯

    દક્ષિણનાં નગરો બંધ થઈ ગયાં છે, કોઈ તેને ઉઘાડનાર નથી. યહૂદિયાના સર્વ લોકોને બંદીવાસમાં હા, સંપૂર્ણ બંદીવાસમાં લઈ જવામાં આવ્યા છે.

  7. યર્મિયા ૧૩:૨૦આશરે ઈ.પૂ. ૫૯૯

    જેઓ ઉત્તર દિશામાંથી આવે છે, તેઓને તમે આંખો ઊંચી કરીને જુઓ. જે ટોળું મેં તને સોંપ્યું હતું, જે સુંદર ટોળું હતું તે ક્યાં છે?

  8. યર્મિયા ૧૩:૨૧આશરે ઈ.પૂ. ૫૯૯

    તારા પડોશી દેશો જેને તેં શીખવાડ્યું હતું અને જેઓને તેં મિત્રો ગણ્યા હતા તેઓને ઈશ્વર તારા પર રાજકર્તાઓ તરીકે બેસાડશે તો તું શું કહેશે? ત્યારે સ્ત્રીને પ્રસૂતિની પીડા થાય છે તેવી વેદના શું તને થશે નહિ?

  9. યર્મિયા ૧૩:૨૨આશરે ઈ.પૂ. ૫૯૯

    ત્યારે તને થશે કે, “મારે માથે આ બધું શા માટે આવ્યું છે?” તારાં ભયંકર પાપને કારણે તને નિર્વસ્ત્ર કરીને તારા પર બળાત્કાર કરવામાં આવ્યો છે.

  10. યર્મિયા ૧૩:૨૩આશરે ઈ.પૂ. ૫૯૯

    કૂશીઓ કદી પોતાની ચામડી અથવા દીપડાઓ પોતાના ટપકાં બદલી શકે ખરો? તો તમે ભૂંડું કરવાને ટેવાયેલા શું ભલું કરી શકો?

  11. યર્મિયા ૧૩:૨૪આશરે ઈ.પૂ. ૫૯૯

    તે માટે જેમ અરણ્યમાં ભૂસું પવનથી ઊડી જાય છે તેમ હું તમને વિખેરી નાખીશ.

  12. યર્મિયા ૧૩:૨૫આશરે ઈ.પૂ. ૫૯૯

    આ તારો હિસ્સો મેં નીમી આપેલો ભાગ એ જ છે, કેમ કે તું મને વીસરી ગયો છે અને તેં અસત્ય પર ભરોસો રાખ્યો છે. એમ યહોવાહ કહે છે.

  13. યર્મિયા ૧૩:૨૬આશરે ઈ.પૂ. ૫૯૯

    તે માટે હું તારાં વસ્ત્રો તારા મોંઢા આગળ લઈ જઈશ અને તારી લાજ દેખાશે.

  14. યર્મિયા ૧૩:૨૭આશરે ઈ.પૂ. ૫૯૯

    જંગલમાંના પર્વતો પર જારકર્મ, તથા તારો ખોંખારો, તારા વ્યભિચારની બદફેલી તારાં એ ધિક્કારપાત્ર કૃત્યો મેં જોયાં છે. હે યરુશાલેમ, તને અફસોસ! તારે શુદ્ધ થવું જ નથી. ક્યાં સુધી તારી એવી દશા રહેવાની?

  15. યર્મિયા ૧૪:૧આશરે ઈ.પૂ. ૬૦૫

    ¶ સુકવણા વિષે યહોવાહનું જે વચન, યર્મિયા પાસે આવ્યું તે આ છે;

  16. યર્મિયા ૧૪:૨આશરે ઈ.પૂ. ૬૦૫

    “યહૂદિયા શોક કરે છે, તેનાં નગરોમાં શોક ફેલાયેલો છે. તેઓ ભૂમિ પર ઢળી પડ્યા છે; યરુશાલેમમાંથી મદદ માટે પોકાર ઊઠે છે.

  17. યર્મિયા ૧૪:૩આશરે ઈ.પૂ. ૬૦૫

    ધનવાનો પોતાના ચાકરોને પાણી લાવવા મોકલે છે. જ્યારે તેઓ ટાંકા પાસે જાય છે તો તેમાં પાણી હોતું નથી. તેઓ ખાલી ઘડા લઈને પાછા ફરે છે; તેઓ લજવાઈ અને શરમિંદા થઈ પોતાના માથાં ઢાંકે છે.

  18. યર્મિયા ૧૪:૪આશરે ઈ.પૂ. ૬૦૫

    ભૂમિમાં તિરાડો પડી છે, વરસાદ વિના ધરતી સુકાઈ ગઈ છે. ખેડૂતો હેબતાઈ ગયા છે. તેઓ પોતાનાં માથાં છુપાવે છે.

  19. યર્મિયા ૧૪:૫આશરે ઈ.પૂ. ૬૦૫

    ઘાસની અછતને કારણે હરણી પણ પોતાના નવજાત બચ્ચાંનો ત્યાગ કરે છે.

  20. યર્મિયા ૧૪:૬આશરે ઈ.પૂ. ૬૦૫

    જંગલી ગધેડાઓ ઉજ્જડ ટેકરા પર ઊભાં રહીને શિયાળવાની જેમ હવાને માટે હાંફે છે. તેમની આંખે અંધારાં આવે છે. કારણ કે, તેઓને ખાવા માટે ઘાસ નથી.”

  21. યર્મિયા ૧૪:૭આશરે ઈ.પૂ. ૬૦૫

    જોકે, અમારાં પાપો અમારી વિમુખ સાક્ષી પૂરે છે, તેમ છતાં, હે યહોવાહ, તમારા નામ ખાતર કામ કરો. અમે અનેકવાર તમારો ત્યાગ કર્યો છે, અમે તમારી વિરુદ્ધ પાપ કર્યું છે.

  22. યર્મિયા ૧૪:૮આશરે ઈ.પૂ. ૬૦૫

    હે ઇઝરાયલની આશા, સંકટના સમયે તારણહાર, દેશમાં પ્રવાસી જેવા, અથવા રાત્રે મુકામ કરતા મુસાફર જેવા તારે શા માટે થવું જોઈએ?

  23. યર્મિયા ૧૪:૯આશરે ઈ.પૂ. ૬૦૫

    મૂંઝવણમાં પડેલા માણસ જેવા, જે પરાક્રમી છતાં બચાવ કરવા નિ:સહાય હોય તેવા તમે કેમ છો? હે યહોવાહ! તમે અહીં અમારી મધ્યે છો અને અમે તમારા નામથી ઓળખાયા છીએ. અમારો ત્યાગ કરશો નહિ.

  24. યર્મિયા ૧૪:૧૦આશરે ઈ.પૂ. ૬૦૫

    હે યહોવાહ આ લોકોને કહો કે; આમ જ તેઓએ ભટકવા ચાહ્યું છે. તેઓ આવું કરવામાં પોતાના પગને કાબૂમાં રાખી શક્યા નહિ.” આથી હું તેઓના પર પ્રસન્ન નથી. હું હમણાં તેઓના અપરાધો અને તેઓનાં પાપોની સજા કરનાર છું.

  25. યર્મિયા ૧૪:૧૧આશરે ઈ.પૂ. ૬૦૫

    ¶ ત્યારબાદ યહોવાહે મને કહ્યું, આ લોકના હિતને અર્થે પ્રાર્થના ન કર.