- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 800–400 BC
The Hebrew Prophets
God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.
આ કાળની કલમો
- યશાયા ૫૧:૭આશરે ઈ.પૂ. ૭૧૨
જેઓ જાણે છે કે સાચું શું છે અને જેઓના હૃદયમાં મારો નિયમ છે, તેઓ મારું સાંભળો: માણસોની નિંદાથી બીશો નહિ કે તેઓના મહેણાંથી ડરશો નહિ.
- યશાયા ૫૧:૮આશરે ઈ.પૂ. ૭૧૨
કેમ કે ઉધાઈ તેઓને વસ્ત્રની જેમ ખાઈ જશે અને કીડા તેઓને ઊનને જેમ કોતરી ખાશે; પણ મારું ન્યાયીપણું સદાકાળ ટકશે અને મેં કરેલો ઉદ્ધાર પેઢી દરપેઢી રહેશે.”
- યશાયા ૫૧:૯આશરે ઈ.પૂ. ૭૧૨
હે યહોવાહના ભુજ, જાગૃત થા, જાગૃત થા, સામર્થ્યના વસ્ત્રો પહેરી લો. પૂર્વકાળની જેમ, પુરાતન કાળની પેઢીઓમાં થયું તેમ જાગૃત થા. જેણે રાહાબના ટુકડેટુકડા કરી નાખ્યા, જેણે અજગરને વીંધ્યો, તે જ તમે નથી?
- યશાયા ૫૧:૧૦આશરે ઈ.પૂ. ૭૧૨
જેણે સમુદ્રને, તેનાં અતિ ઊંડાં પાણીને સૂકવી નાખ્યાં અને ઉદ્ધાર પામેલાઓને પાર ઉતારવાને અર્થે સમુદ્રનાં ઊંડાણોમાં થઈને માર્ગ કરી આપ્યો, તે જ તમે નથી?
- યશાયા ૫૧:૧૧આશરે ઈ.પૂ. ૭૧૨
યહોવાહથી ઉદ્ધાર પામેલાઓ પાછા આવીને હર્ષનાદસહિત સિયોન પહોંચશે અને તેઓના માથે સદાકાળ આનંદ રહેશે; તેઓને હર્ષ તથા આનંદ પ્રાપ્ત થશે અને દુ:ખ તથા શોક જતાં રહેશે.
- યશાયા ૫૧:૧૨આશરે ઈ.પૂ. ૭૧૨
હું, હું જ છું, હું તને દિલાસો આપું છું. જે માણસ મરનાર છે તે, મનુષ્યના સંતાનોને, ઘાસની જેમ બનાવવામાં આવ્યાં છે, તું શા માટે માણસની બીક રાખે છે?
- યશાયા ૫૧:૧૩આશરે ઈ.પૂ. ૭૧૨
તું કેમ તારા કર્તા યહોવાહને ભૂલી ગયો, તેમણે આકાશો પ્રસાર્યાં છે અને પૃથ્વીનો પાયો નાખ્યો છે? જુલમગાર વિનાશ કરવાને તૈયારી કરે છે ત્યારે તું આખો દિવસ તેના ક્રોધને લીધે બીએ છે. જુલમીનો ક્રોધ ક્યાં છે?
- યશાયા ૫૧:૧૪આશરે ઈ.પૂ. ૭૧૨
જે દબાયેલા છે તે જલદીથી મુકત થશે, યહોવાહ ઉતાવળે તેને છોડાવશે; તે મરશે નહિ અને કબરમાં ઊતરશે નહિ, વળી તેનું અન્ન ખૂટશે નહિ.
- યશાયા ૫૧:૧૫આશરે ઈ.પૂ. ૭૧૨
કેમ કે હું યહોવાહ તમારો ઈશ્વર છું, જે સમુદ્રને ખળભળાવે છે, તેથી તેનાં મોજાંઓ ગર્જના કરે છે; સૈન્યોના ઈશ્વર યહોવાહ તેમનું નામ છે.
- યશાયા ૫૧:૧૬આશરે ઈ.પૂ. ૭૧૨
મેં મારાં વચનો તારા મુખમાં મૂક્યાં છે અને મારા હાથની છાયામાં તને ઢાંક્યો છે, જેથી હું આકાશોને સ્થાપું, પૃથ્વીનો પાયો નાખું અને સિયોનને કહું કે, ‘તું મારી પ્રજા છે.’”
- યશાયા ૫૧:૧૭આશરે ઈ.પૂ. ૭૧૨
હે યરુશાલેમ જાગૃત થા, જાગૃત થા, ઊભું થા, તેં યહોવાહના હાથથી તેમના કોપનો કટોરો પીધો છે; તેં એ કટોરો પીધો છે, તેં લથડિયાં ખવડાવનારો કટોરો પીને ખાલી કર્યો છે.
- યશાયા ૫૧:૧૮આશરે ઈ.પૂ. ૭૧૨
જે સર્વ દીકરાઓને તેણે જન્મ આપ્યો છે તેઓમાંનો કોઈ તેને દોરી લઈ જનાર નથી; જે સર્વ દીકરાઓને તેણે મોટા કર્યા છે તેઓમાંનો કોઈ તેનો હાથ પકડીને લઈ જાય એવો નથી.
- યશાયા ૫૧:૧૯આશરે ઈ.પૂ. ૭૧૨
તારા પર આ બે દુઃખ આવી પડશે - કોણ તારે લીધે શોક કરશે? - પાયમાલી તથા વિનાશ, દુકાળ તથા તલવાર. કોણ તને સાંત્વના આપશે?
- યશાયા ૫૧:૨૦આશરે ઈ.પૂ. ૭૧૨
તારા દીકરાઓ બેહોશ થઈ ગયા છે; તેઓ જાળમાં ફસાયેલા હરણની જેમ, ગલીના દરેક ખૂણામાં પડી રહે છે. તેઓ યહોવાહના કોપથી અને તારા ઈશ્વરના ઠપકાથી ભરપૂર.
- યશાયા ૫૧:૨૧આશરે ઈ.પૂ. ૭૧૨
માટે હે દુઃખી તથા પીધેલી, પરંતુ દ્રાક્ષારસથી નહિ, તું આ સાંભળ:
- યશાયા ૫૧:૨૨આશરે ઈ.પૂ. ૭૧૨
તમારા પ્રભુ યહોવાહ, તમારા ઈશ્વર, જે પોતાના લોકો માટે વાદ કરનાર છે, તે એવું કહે છે: “જો, લથડિયાં ખવડાવનારો પ્યાલો મેં તારા હાથમાંથી લઈ લીધો છે, મારા કોપનો કટોરો હવે પછી તું કદી પીનાર નથી.
- યશાયા ૫૧:૨૩આશરે ઈ.પૂ. ૭૧૨
હું તેને તારા પર જુલમ કરનારાઓનાં હાથમાં મૂકીશ, જેઓ તને કહેતાં હતાં કે, ‘ઊંધો પડ કે, અમે તારા ઉપર થઈને ચાલીએ;’ તેં તારી પીઠ જમીન જેવી અને તેઓને ચાલવાના રસ્તા જેવી બનાવી દીધી હતી.”
- યશાયા ૫૨:૧આશરે ઈ.પૂ. ૭૧૨
હે સિયોન, જાગૃત થા, જાગૃત થા, તારા સામર્થ્યથી વેષ્ટિત થા; હે યરુશાલેમ, પવિત્ર નગર, તારાં સુંદર વસ્ત્રો પહેરી લે; કેમ કે હવે પછી બેસુન્નતી તથા અશુદ્ધ કદી તારામાં પ્રવેશ કરશે નહિ.
- યશાયા ૫૨:૨આશરે ઈ.પૂ. ૭૧૨
હે યરુશાલેમ, તારા પરની ધૂળ ખંખેરી નાખ, ઊઠ અને બેસ: હે સિયોનની બંદીવાન દીકરી, તારી ગરદન પરની સાંકળ કાઢી નાખ.
- યશાયા ૫૨:૩આશરે ઈ.પૂ. ૭૧૨
કેમ કે યહોવાહ કહે છે, “તમે મફત વેચાયા હતા અને નાણાં વિના તમે છોડાવી લેવામાં આવશો.”
- યશાયા ૫૨:૪આશરે ઈ.પૂ. ૭૧૨
કેમ કે પ્રભુ યહોવાહ એવું કહે છે, “શરૂઆતમાં મારા લોકો મિસરમાં અસ્થાયી વસવાટ કરવા માટે ગયા હતા; આશ્શૂરે હમણાં જ તેમના ઉપર જુલમ કર્યો.”
- યશાયા ૫૨:૫આશરે ઈ.પૂ. ૭૧૨
¶ આ યહોવાહની ઘોષણા છે: “હવે અહીં મારે શું કરવું, કેમ કે મારા લોકને વિના કારણે લઈ જવામાં આવ્યા છે? તેઓના અધિકારીઓ બૂમ પાડે છે અને મારા નામની સતત આખો દિવસ નિંદા કરે છે.” આ યહોવાહની ઘોષણા છે.
- યશાયા ૫૨:૬આશરે ઈ.પૂ. ૭૧૨
તેથી મારા લોકો મારું નામ જાણશે; તેઓ તે દિવસે જાણશે કે મેં જ આ કહ્યું હતું. હું જ તે છું!”
- યશાયા ૫૨:૭આશરે ઈ.પૂ. ૭૧૨
સુવાર્તાનો સંદેશ લાવનારનાં પગલાં પર્વતો પર કેવાં શોભાયમાન છે, જે શાંતિની જાહેરાત કરે છે, જે વધામણીના સમાચાર લાવે છે, જે ઉદ્ધારની વાત જાહેર કરે છે, જે સિયોનને કહે છે, “તારા ઈશ્વર રાજ કરે છે!”
- યશાયા ૫૨:૮આશરે ઈ.પૂ. ૭૧૨
સાંભળ, તારા ચોકીદારો પોકારે છે, તેઓ સાથે હર્ષનાદ કરે છે, કેમ કે યહોવાહ કેવી રીતે સિયોનમાં પાછા આવે છે, તે તેઓ નજરોનજર જોશે.