- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 930–586 BC
The Divided Kingdom
The kingdom splits into Israel and Judah; prophets warn of judgment as both nations slowly drift into idolatry and exile.
આ કાળની કલમો
- 2 રાજઓ ૨૩:૩૭આશરે ઈ.પૂ. ૬૧૦
યહોયાકીમે પોતાના પિતૃઓએ જે બધું કર્યું હતું તે પ્રમાણે યહોવાહની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કર્યું.
¶ યહોયાકીમના દિવસોમાં બાબિલના રાજા નબૂખાદનેસ્સારે યરુશાલેમ પર ચઢાઈ કરી; યહોયાકીમ ત્રણ વર્ષ સુધી તેનો ચાકર બની રહ્યો. પછી તેણે પાછા ફરી જઈને તેની સામે બળવો કર્યો.
યહોવાહ પોતાના સેવક પ્રબોધકો દ્વારા જે વચન બોલ્યા હતા તે પ્રમાણે, યહોવાહે યહોયાકીમ વિરુદ્ધ ખાલદીઓની ટોળી, અરામીઓ, મોઆબીઓ તથા આમ્મોનીઓને રવાના કર્યાં; તેમણે યહૂદિયાની વિરુદ્ધ તેનો નાશ કરવા માટે તેઓને મોકલ્યા.
¶ મનાશ્શાએ તેનાં કૃત્યોથી જે પાપો કર્યાં હતાં તેને લીધે તેઓને પોતાની દ્રષ્ટિ આગળથી દૂર કરવા યહોવાહની આજ્ઞાથી જ યહૂદિયા પર દુઃખ આવી પડ્યું હતું.
અને નિર્દોષ રક્ત વહેવડાવ્યાના લીધે, તે નિર્દોષ લોહીથી તેણે યરુશાલેમને ભરી દીધું હતું, માટે યહોવાહ તેને ક્ષમા કરવા ઇચ્છતા ન હતા.
¶ યહોયાકીમનાં બાકીનાં કાર્યો, તેણે જે કર્યું તે સર્વ, યહૂદિયાના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?
- 2 રાજઓ ૨૪:૬આશરે ઈ.પૂ. ૫૯૯
યહોયાકીમ પોતાના પિતૃઓ સાથે ઊંઘી ગયો, તેની જગ્યાએ તેનો દીકરો યહોયાખીન રાજા બન્યો.
- 2 રાજઓ ૨૪:૭આશરે ઈ.પૂ. ૫૯૯
¶ મિસરનો રાજા ત્યાર પછી કદી પોતાના દેશમાંથી હુમલો કરવા બહાર આવ્યો નહિ, કારણ બાબિલના રાજાએ મિસરના ઝરાથી ફ્રાત નદી સુધી જે કંઈ મિસરના રાજાના કબજામાં હતું તે જીતી લીધું હતું.
- 2 રાજઓ ૨૪:૮આશરે ઈ.પૂ. ૫૯૯
¶ યહોયાખીન રાજ કરવા લાગ્યો ત્યારે તે અઢાર વર્ષનો હતો; તેણે યરુશાલેમમાં માત્ર ત્રણ મહિના રાજ કર્યુ. તેની માતાનું નામ નહુશ્તા હતું; તે યરુશાલેમના એલ્નાથાનની દીકરી હતી.
- 2 રાજઓ ૨૪:૯આશરે ઈ.પૂ. ૫૯૯
તેના પિતાએ કરેલાં બધાં કાર્યો પ્રમાણે તેણે યહોવાહની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કર્યું.
- 2 રાજઓ ૨૪:૧૦આશરે ઈ.પૂ. ૫૯૯
¶ તે સમયે બાબિલના રાજા નબૂખાદનેસ્સારના સૈન્યએ યરુશાલેમ પર ચઢાઈ કરી તે નગરને ઘેરી લીધું.
- 2 રાજઓ ૨૪:૧૧આશરે ઈ.પૂ. ૫૯૯
જ્યારે તેના સૈનિકોએ નગરને ઘેરી લીધું હતું, ત્યારે બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર ત્યાં આવી પહોંચ્યો.
- 2 રાજઓ ૨૪:૧૨આશરે ઈ.પૂ. ૫૯૯
યહૂદિયાનો રાજા યહોયાખીન, તેની માતા, તેના ચાકરો, તેના રાજકુમારો તથા કારભારીઓ બાબિલના રાજાને મળવા બહાર આવ્યા. બાબિલના રાજાએ પોતાના શાસનનાં આઠમા વર્ષે તેને પકડ્યો.
- 2 રાજઓ ૨૪:૧૩આશરે ઈ.પૂ. ૫૯૯
¶ યહોવાહે કહ્યું હતું તે પ્રમાણે, યહોવાહના સભાસ્થાનની તેમ જ રાજમહેલની બધી કિંમતી વસ્તુઓ તે ઉપાડી ગયો. તેણે યહોવાહના ઘરમાં ઇઝરાયલના રાજા સુલેમાને બનાવેલા સોનાનાં બધાં વાસણોને કાપીને ટુકડાં કર્યાં.
- 2 રાજઓ ૨૪:૧૪આશરે ઈ.પૂ. ૫૯૯
તે બધા યરુશાલેમ વાસીને, બધા આગેવાનોને, બધા પરાક્રમી યોદ્ધાઓને, દસ હજાર કેદીઓને, લુહારોને તથા કારીગરોને પકડીને લઈ ગયો. ગરીબ લોકો સિવાય દેશમાં કોઈ બાકી રહ્યું નહિ.
- 2 રાજઓ ૨૪:૧૫આશરે ઈ.પૂ. ૫૯૯
¶ નબૂખાદનેસ્સાર યહોયાખીનને બાબિલ લઈ ગયો. તેમ જ તેની માતા, પત્ની, અધિકારીઓ તથા દેશના મુખ્ય માણસોને પકડીને તે તેમને યરુશાલેમથી બાબિલ લઈ ગયો.
- 2 રાજઓ ૨૪:૧૬આશરે ઈ.પૂ. ૫૯૯
બધા પરાક્રમી માણસો એટલે સાત હજાર માણસો, એક હજાર કારીગરો તથા લુહારો, જે બધા પરાક્રમી તથા યુદ્ધને માટે યોગ્ય હતા તે બધાને બાબિલનો રાજા કેદ કરીને બાબિલ લઈ ગયો.
- 2 રાજઓ ૨૪:૧૭આશરે ઈ.પૂ. ૫૯૯
બાબિલના રાજાએ યહોયાખીનના કાકા માત્તાન્યાને તેની જગ્યાએ રાજા બનાવ્યો, તેનું નામ બદલીને સિદકિયા રાખ્યું.
- 2 રાજઓ ૨૪:૧૮આશરે ઈ.પૂ. ૫૯૯
¶ સિદકિયા રાજ કરવા લાગ્યો, ત્યારે તે એકવીસ વર્ષનો હતો, તેણે યરુશાલેમમાં અગિયાર વર્ષ રાજ કર્યું. તેની માતાનું નામ હમૂટાલ હતું, તે લિબ્નાહ નગરનો યર્મિયાની દીકરી હતી.
- 2 રાજઓ ૨૪:૧૯આશરે ઈ.પૂ. ૫૯૯
યહોયાકીમે જેમ કર્યું હતું તેમ સિદકિયાએ યહોવાહની દ્રષ્ટિમાં જે બધું ખોટું હતું તે કર્યું.
- 2 રાજઓ ૨૪:૨૦આશરે ઈ.પૂ. ૫૯૯
યરુશાલેમ અને યહૂદિયામાં આ બધું જે થયું તે યહોવાહના કોપને લીધે થયું, તેથી તેમણે તેઓને પોતાની દ્રષ્ટિ આગળથી દૂર કર્યા. પછી રાજા સિદકિયાએ બાબિલના રાજાની વિરુદ્ધ બળવો કર્યો.
- 2 રાજઓ ૨૫:૧આશરે ઈ.પૂ. ૫૯૦
¶ સિદકિયા રાજાના શાસનના નવમા વર્ષના દસમા માસના, દસમા દિવસે બાબિલના રાજા નબૂખાદનેસ્સારે પોતાના આખા સૈન્ય સહિત યરુશાલેમ પર હુમલો કર્યો. તેણે તેની સામે છાવણી નાખી અને તેની ચારે બાજુ કિલ્લા બાંધ્યા.
- 2 રાજઓ ૨૫:૨આશરે ઈ.પૂ. ૫૯૦
એ પ્રમાણે સિદકિયા રાજાના શાસનકાળના અગિયારમા વર્ષ સુધી યરુશાલેમ નગર બાબિલના ઘેરામાં રહ્યું.
- 2 રાજઓ ૨૫:૩આશરે ઈ.પૂ. ૫૮૮
તે વર્ષના ચોથા માસના નવમા દિવસે નગરમાં એટલો સખત દુકાળ પડ્યો હતો કે, દેશમાં લોકો માટે બિલકુલ ખોરાક ન હતો.
- 2 રાજઓ ૨૫:૪આશરે ઈ.પૂ. ૫૮૮
¶ પછી નગરના કોટને તોડવામાં આવ્યો, તે રાત્રે બધા લડવૈયા માણસો રાજાના બગીચા પાસેની બે દીવાલો વચ્ચે આવેલા દરવાજામાંથી નાસી ગયા, ખાલદીઓએ નગરને ચારેબાજુથી ઘેરી લીધું. રાજા અરાબાના માર્ગે ગયો.