મુખ્ય સામગ્રી પર જાઓ

Jerusalem

753 verses · 2 known names

આ નામે પણ ઓળખાય છે: Jerusalem's

31.7700, 35.2300 ગૂગલ નકશા પર જુઓ

Jerusalem નો ઉલ્લેખ કરતી કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ¶ પ્રાંતના જે આગેવાનો યરુશાલેમમાં રહ્યા તેઓ આ છે. ઇઝરાયલના લોકો, યાજકો, લેવીઓ, ભક્તિસ્થાનના સેવકો અને સુલેમાનના ચાકરોના વંશજો યહૂદિયાના નગરોમાં પોતપોતાનાં વતનમાં રહ્યા.

  2. યહૂદાના કેટલાક અને બિન્યામીનના કેટલાક વંશજો યરુશાલેમમાં વસ્યા. તેઓ આ છે. યહૂદાના વંશજોમાંના: અથાયા ઉઝિયાનો પુત્ર, ઉઝિયા ઝખાર્યાનો, ઝખાર્યા અમાર્યાનો, અમાર્યા શફાટયાનો, શફાટયા માહલાલેલનો પુત્ર અને માહલાલેલ પેરેસના વંશજોમાંનો એક હતો.

  3. પેરેસના સર્વ વંશજો જેઓ યરુશાલેમમાં વસ્યા તેઓ ચારસો અડસઠ હતા. તેઓ સર્વ પરાક્રમી પુરુષો હતા.

  4. ¶ યરુશાલેમના લેવીઓનો અધિકારી પણ, ઈશ્વરના ભક્તિસ્થાનના કામ પર, આસાફના વંશજોમાંના એટલે ગાનારોમાંના મિખાનો દીકરો માત્તાન્યાનો દીકરો હશાબ્યાનો દીકરો બાનીનો દીકરો ઉઝિઝ હતો.

  5. ¶ યરુશાલેમના કોટની પ્રતિષ્ઠાને પ્રસંગે લોકોએ લેવીઓને તેઓની સર્વ જગ્યાઓમાંથી શોધી કાઢ્યા કે તેઓને ઈશ્વરની આભારસ્તુતિનાં ગાયનો ગાવા, ઝાંઝો, સિતાર અને વીણાઓ વગાડતાં ઉત્સાહથી પ્રતિષ્ઠાપર્વ પાળવા માટે તેઓ તેમને યરુશાલેમમાં લાવે.

  6. ગાનારાઓના પુત્રો યરુશાલેમની આસપાસના મેદાનમાંથી તથા નટોફાથીઓનાં ગામોમાંથી એકત્ર થયા.

  7. ¶ વળી તેઓ બેથ ગિલ્ગાલથી, ગેબાના અને આઝમાવેથના ખેતરોમાંથી પણ એકત્ર થયા; કેમ કે ગાનારાઓએ પોતાને માટે યરુશાલેમની આસપાસ ગામો બાંધ્યા હતાં.

  8. ¶ અને તે દિવસે તેમણે પુષ્કળ બલિદાન આપ્યાં તથા આનંદોત્સવ કર્યો; કેમ કે ઈશ્વરે તેઓને આનંદથી ભરપૂર કર્યા હતા. વળી સ્ત્રીઓએ તથા બાળકોએ પણ આનંદ કર્યો. તે આનંદ એટલો મોટો હતો કે તેનો અવાજ યરુશાલેમથી ઘણે દૂર સુધી સંભળાતો હતો.

  9. ¶ પણ તે સમયે હું યરુશાલેમમાં નહોતો, કારણ, બાબિલના રાજા આર્તાહશાસ્તાના બત્રીસમા વર્ષે હું રાજા પાસે ગયો હતો. થોડા સમય પછી મેં રાજા પાસે જવાની પરવાનગી માંગી.

  10. હું યરુશાલેમ પાછો આવ્યો. એલ્યાશીબે ટોબિયાને માટે ઈશ્વરના સભાસ્થાનની પરસાળમાં રૂમ બાંધીને જે દુષ્કર્મ કર્યું હતું તેની મને ખબર પડી.

  11. ¶ તે સમયે યહૂદિયામાં મેં કેટલાક લોકોને વિશ્રામવારના દિવસે દ્રાક્ષચક્કીમાં દ્રાક્ષ પીલતા તથા અનાજની ગૂણો અંદર લાવી ગધેડા પર લાદતા અને દ્રાક્ષારસ, દ્રાક્ષો, અંજીર તથા સર્વ પ્રકારના ભાર યરુશાલેમમાં લાવતા જોયા. તેઓને અન્ન વેચતા પણ મેં જોયા, ત્યારે મેં તે દિવસે તેઓની સામે વાંધો લીધો.

  12. ¶ યરુશાલેમમાં તૂરના માણસો પણ રહેતા હતા, જેઓ માછલી તથા બીજી બધી જાતનો માલ લાવતા અને વિશ્રામવારના દિવસે યહૂદિયાના લોકોને તે વેચતા.

  13. ¶ વિશ્રામવારને આગલે દિવસે સૂર્ય અસ્ત થાય ત્યારે યરુશાલેમના દરવાજા બંધ કરવાની અને સાબ્બાથ પહેલાં તેઓને નહિ ઉઘાડવાની મેં આજ્ઞા આપી. મેં મારા ચાકરોમાંના કેટલાકને દરવાજા પર ગોઠવ્યા, જેથી શહેરમાં સાબ્બાથને દિવસે કોઈપણ જાતનો માલ અંદર લાવવામાં ન આવે.

  14. વેપારીઓ તથા સર્વ પ્રકારનો માલ વેચનારાઓએ એક બે વખત યરુશાલેમની બહાર મુકામ કર્યો.

  15. બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર યહૂદિયાના રાજા યકોન્યાની સાથે યરુશાલેમથી જે બંદીવાનોને લઈ ગયો હતો તેમાંનો તે પણ એક હતો.

  16. તમે કૃપા કરીને સિયોનનું ભલું કરો; યરુશાલેમના કોટોને ફરી બાંધો.

  17. કેમ કે યરુશાલેમના તમારા ઘરમાં રાજાઓ તમારી પાસે ભેટો લાવશે.

  18. હે ઈશ્વર, વિદેશીઓ તમારા વતનમાં આવ્યા છે; તેઓએ તમારા પવિત્રસ્થાનને અશુદ્ધ કર્યુ છે; તેઓએ યરુશાલેમને ખંડિયેર કરી નાખ્યું છે.

  19. તેઓએ યરુશાલેમની આસપાસ પાણીની જેમ લોહી વહેવડાવ્યું છે અને તેઓને દફનાવનાર કોઈ નથી.

  20. પછી માણસો સિયોનમાં યહોવાહનું નામ અને યરુશાલેમમાં તેમની સ્તુતિ જાહેર કરે.

  21. હે યરુશાલેમ, તારી અંદર, યહોવાહના ઘરનાં આંગણામાં યહોવાહની સ્તુતિ થાઓ.

  22. હે યરુશાલેમ, તારા દ્વારોમાં અમે ઊભા રહ્યા હતા.

  23. યરુશાલેમ તો હારબંધ ઇમારતોવાળા નગરના જેવું બાંધેલું છે.

  24. યરુશાલેમની શાંતિને માટે પ્રાર્થના કરો! જેઓ તને ચાહે છે તેને શાંતિ મળો.

  25. જેમ યરુશાલેમની આસપાસ પર્વતો આવેલા છે, તેમ આ સમયથી તે સર્વકાળ માટે યહોવાહ પોતાના લોકોની આસપાસ છે.