- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
Samuel
આ નામે પણ ઓળખાય છે: Shemuel
Samuel નો ઉલ્લેખ કરતી કલમો
પછી શાઉલ પણ રામામાં ગયો અને સેખુમાંના ઊંડા કૂવા પાસે આવ્યો. તેણે પૂછ્યું, “શમુએલ તથા દાઉદ ક્યાં છે?” કોઈએકે કહ્યું, “જો, તેઓ રામાના નાયોથમાં છે.”
અને તેણે પણ, પોતાનાં વસ્ત્ર ઉતાર્યા, તે પણ શમુએલની આગળ પ્રબોધ કરવા લાગ્યો, તે આખો દિવસ તથા રાત વસ્ત્રવિહીન અવસ્થામાં પડી રહ્યો. આ કારણથી તેઓમાં કહેવત પડી, “શું શાઉલ પણ પ્રબોધકોમાં છે?”
¶ હવે શમુએલ મરણ પામ્યો. સર્વ ઇઝરાયલ એક સાથે એકત્ર થઈને તેને સારુ શોક કર્યો, તેઓએ તેને રામામાં તેના ઘરમાં દફનાવ્યો. પછી દાઉદ ઊઠીને પારાનના અરણ્યમાં ગયો.
¶ શમુએલ મરણ પામ્યો હતો, સર્વ ઇઝરાયલ તેને માટે શોક કરીને તેને તેના પોતાના જ નગરમાં રામામાં દફનાવ્યો. શાઉલે ભૂવા તથા જાદુગરોને દેશમાંથી કાઢી મૂક્યા હતા.
¶ ત્યારે તે સ્ત્રીએ કહ્યું, “હું કોને તારી પાસે ઊઠાડી લાવું?” શાઉલે કહ્યું, “મારી પાસે શમુએલને બોલાવી લાવ.”
જયારે તે સ્ત્રીએ શમુએલને જોયો ત્યારે તેણે મોટી બૂમ પાડી. અને શાઉલને કહ્યું, “તેં મને કેમ છેતરી છે? તું તો શાઉલ છે.”
તેણે સ્ત્રીને કહ્યું, “તે કેવો દેખાય છે?’ સ્ત્રીએ જવાબ આપ્યો, ‘એક વૃદ્ધ પુરુષ ઉપર આવે છે; તેણે ઝભ્ભો પહેરેલો છે.” શાઉલે સમજી ગયો કે તે શમુએલ છે, તેણે પોતાનું માથું ભૂમિ સુધી નમાવીને પ્રણામ કર્યા.
¶ શમુએલે શાઉલને કહ્યું, “શા માટે તું મને ઉઠાડીને હેરાન કરે છે?” શાઉલે કહ્યું, “હું ઘણો દુઃખી છું, કેમ કે પલિસ્તીઓ મારી વિરુદ્ધ યુદ્ધ કરે છે, ઈશ્વરે મને છોડી દીધો છે, પ્રબોધકો અથવા સ્વપ્ન દ્વારા મને ઉત્તર મળતા નથી. તેથી મેં તને બોલાવ્યો છે, કે મારે શું કરવું તે તું મને જણાવે.”
¶ શમુએલે કહ્યું, “જો ઈશ્વરે તને તજી દીધો છે અને તે તારા શત્રુ થયા છે; તો પછી તું મને શા માટે પૂછે છે?
¶ ત્યારે શાઉલ તરત ભૂમિ પર નમી પડ્યો. અને શમુએલના શબ્દોથી બહુ ભયભીત થયો. તેનામાં કંઈ શક્તિ રહી નહોતી; કેમ કે તેણે આખો દિવસ તથા આખી રાત કશું પણ ખાધું ન હતું.
¶ શમુએલના દીકરાઓ: જયેષ્ઠપુત્ર યોએલ તથા બીજો અબિયા.
¶ જેઓ સેવા કરતા હતા તેઓ તથા તેઓના દીકરાઓ: કહાથીઓના કુટુંબનો ગાયક હેમાન, હેમાન યોએલનો દીકરો, યોએલ શમુએલનો દીકરો,
¶ એ સર્વ જે દરવાજા ઉપર દ્વારપાળ તરીકે પસંદ કરાયેલા હતા તેઓ બસો બાર હતા. તેઓ પોતપોતાનાં ગામોમાં તેમની વંશાવળી પ્રમાણે ગણાયા હતા. તેઓને દાઉદે તથા શમુએલ પ્રબોધકે તેઓના મુકરર કરેલા કામ પર નીમ્યા હતા.
પછી ઇઝરાયલના બધા વડીલો હેબ્રોનમાં રાજા સમક્ષ આવ્યા, દાઉદે હેબ્રોનમાં યહોવાહની સમક્ષ તેઓની સાથે કરાર કર્યો. શમુએલ મારફતે અપાયેલા યહોવાહના વચન પ્રમાણે તેઓએ દાઉદને ઇઝરાયલ પર રાજા તરીકે અભિષિક્ત કર્યો.
જે બધું શમુએલ પ્રબોધકે, કીશના પુત્ર શાઉલે, નેરના પુત્ર આબ્નેરે તથા સરુયાના પુત્ર યોઆબે અર્પણ કર્યું હતું. તથા જે કંઈ બીજા કોઈએ અર્પણ કર્યું હતું. તે સાચવવાનું શલોમોથ અને તેના ભાઈઓના હવાલામાં હતું.
¶ રાજા દાઉદના શાસનમાં બનેલા બધા જ બનાવો પહેલેથી છેલ્લે સુધી પ્રબોધક શમુએલ, પ્રબોધક નાથાન અને પ્રબોધક ગાદના પુસ્તકોમાં લખેલા છે.
¶ શમુએલ પ્રબોધકના સમયથી આજ સુધી ઇઝરાયલમાં તેના જેવું પાસ્ખાપર્વ આ રીતે ઊજવાયું નહોતું. તેમ જ આ જેવું પાસ્ખાપર્વ યોશિયાએ, યાજકોએ, લેવીઓએ, યહૂદિયાના લોકોએ, હાજર રહેલા ઇઝરાયલીઓએ તથા યરુશાલેમના વતનીઓએ પાળ્યું તેવું પાસ્ખાપર્વ ઇઝરાયલના રાજાઓમાંના કોઈએ પણ અગાઉ પાળ્યું નહોતું.
તેમના યાજકોમાં મૂસાએ તથા હારુને અને તેમના નામને હાંક મારનારાઓમાં શમુએલે પણ યહોવાહને વિનંતિ કરી અને તેમણે તેઓને ઉત્તર આપ્યો.
¶ પછી યહોવાહે મને કહ્યું કે, “જો મૂસા તથા શમુએલ મારી સમક્ષ ઊભા રહે, તોપણ હું આ લોકો પર દયા કરવાનો નથી. તેઓને મારી નજર સમક્ષથી દૂર લઈ જા, તેઓ દૂર જતા રહે.
¶ વળી શમુએલથી માંડીને તેની પાછળ આવનાર જેટલાં પ્રબોધકો બોલ્યા છે, તે સર્વએ પણ આ દિવસો વિષે કહ્યું છે.
એ પછી તેમણે શમુએલ પ્રબોધકના સમય સુધી તેઓને ન્યાયાધીશો આપ્યા.
¶ એનાથી વધારે શું કહું? કેમ કે ગિદિયોન, બારાક, સામસૂન, યિફતા, દાઉદ, શમુએલ તથા પ્રબોધકો વિષે વિસ્તારથી કહેવાને મને પૂરતો સમય નથી.