Skip to content

The Resurrection વિશે બાઇબલની કલમો

91 કલમો · 36 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ¶ પણ ખ્રિસ્ત મૃત્યુ પામેલાઓમાંથી સજીવન થયા છે. એવું જો પ્રગટ કરાય છે, તો તમારામાંના કેટલાક કેમ કહે છે કે, ‘મૃત્યુ પામેલાઓનું પુનરુત્થાન નથી?’

  2. પણ જો મૃત્યુ પામેલાઓનું પુનરુત્થાન નથી તો ખ્રિસ્ત પણ સજીવન થયા નથી.

  3. અને જો ખ્રિસ્ત સજીવન થયા નથી. તો અમે જે ઉપદેશ કરીએ છીએ તે વ્યર્થ, અને તમે જે વિશ્વાસ કરો છો તે પણ વ્યર્થ છે.

  4. ¶ અને અમે ઈશ્વરના જૂઠા સાક્ષીઓ ઠરીએ છીએ, કારણ કે અમે ઈશ્વર વિષે એવી સાક્ષી આપી, કે તેમણે ખ્રિસ્તને સજીવન કર્યાં, પણ જો મૂએલાં ઊઠતાં નથી, તો ઈસુને પણ સજીવન કરવામાં આવ્યા નથી.

  5. કેમ કે જો મૂએલાંઓનું પુનરુત્થાન નથી, તો ખ્રિસ્ત પણ સજીવન થયા નથી.

  6. અને જો ખ્રિસ્ત સજીવન થયા નથી, તો તમારો વિશ્વાસ વ્યર્થ છે; હજી સુધી તમે તમારા પાપમાં જ છો.

  7. ¶ અને ખ્રિસ્તમાં જેઓ ઊંઘી ગયેલા છે તેઓ પણ નાશ પામ્યા છે.

  8. જો કેવળ આ જીવન માટે જ આપણી આશા ખ્રિસ્તમાં છે, તો સર્વ માણસો કરતાં આપણે વધારે દયાપાત્ર છીએ.

  9. ¶ પણ હવે ખ્રિસ્ત મૃત્યુ પામેલાઓમાંથી સજીવન થયા છે, અને તે ઊંઘી ગયેલાંઓનું પ્રથમફળ થયા છે.

  10. કેમ કે માણસથી મરણ થયું, એ જ રીતે માણસથી મૂએલાંઓનું પુનરુત્થાન પણ થયું છે.

  11. ¶ કેમ કે જેમ આદમમાં સર્વ મરે છે, તેમ ખ્રિસ્તમાં સર્વ સજીવન થશે.

  12. પણ પ્રત્યેક પોતપોતાને અનુક્રમે: ખ્રિસ્ત પ્રથમફળ, ત્યાર પછી જ્યારે તે આવશે ત્યારે જેઓ ખ્રિસ્તનાં છે તેઓને સજીવન કરવામાં આવશે.

  13. ¶ પણ કોઈ કહેશે કે મૂએલાં શી રીતે પુનરુત્થાન પામે છે? અને કેવાં શરીર ધારણ કરીને આવે છે?

  14. ઓ નિર્બુદ્ધ, તું જે વાવે છે તે જો મરે નહિ તો તેને જીવન પણ પ્રાપ્ત થાય નહિ.

  15. ¶ જે શરીર થવાનું નથી તે તેં વાવ્યું છે, પણ તે કેવળ દાણા, કદાચ ઘઉંના કે બીજાકોઈ અનાજના.

  16. પણ ઈશ્વર પોતાની ઇચ્છા પ્રમાણે તેને શરીર આપે છે, અને પ્રત્યેક દાણાને પોતાનું શરીર આપે છે.

  17. સર્વ દેહ એક જ જાતનાં નથી; પણ માણસોનો દેહ જુદો છે, પશુઓનો જુદો અને માછલાંઓનો જુદો તેમ જ પક્ષીઓનો દેહ પણ જુદો છે.

  18. ¶ સ્વર્ગીય શરીરો છે તેમ જ પૃથ્વી પરનાં શરીરો પણ છે. સ્વર્ગીય શરીરોનો વૈભવ જુદો છે, તથા પૃથ્વી પરના શરીરોનો વૈભવ જુદો છે.

  19. સૂર્યનો વૈભવ જુદો, અને ચંદ્રનો વૈભવ જુદો, તેમ જ ચમકતા તારાઓનો મહિમા પણ જુદો છે, કેમ કે ચમકતા તારા તારામાં પણ ફેર છે.

  20. ¶ મૂએલાંઓનું પુનરુત્થાન પણ એવું છે; જે દફનાવાય તે નાશવંત છે. અને જે સજીવન કરાય છે તે સદાકાળ સુધી ટકનાર છે.

  21. અપમાનમાં વવાય છે, મહિમામાં ઉઠાડાય છે; નિર્બળતામાં વવાય છે, પરાક્રમમાં ઉઠાડાય છે.

  22. ભૌતિક શરીર વવાય છે અને આત્મિક શરીરમાં સજીવન કરાય છે; જો ભૌતિક શરીર છે, તો આત્મિક શરીર પણ છે.

  23. ¶ લખ્યું છે કે, ‘પહેલો માણસ આદમ સજીવ જીવંત પ્રાણી થયો, છેલ્લો આદમ જીવનદાયક આત્મા થયો.

  24. આત્મિક પહેલું હોતું નથી, ભૌતિક પહેલું પછી આત્મિક.

  25. ¶ પહેલો માણસ પૃથ્વીની માટીનો બનેલો હતો, બીજો માણસ સ્વર્ગથી આવનાર પ્રભુ છે.