Skip to content

Sickness વિશે બાઇબલની કલમો

120 કલમો · 47 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. તેથી તેનું જીવન ભોજનથી, અને તેનો આત્મા સ્વાદિષ્ટ ભોજનથી પણ કંટાળી જાય છે.

  2. તેનું શરીર સુકાઈ જાય છે અને અદ્રશ્ય થઈ જાય છે; તેનાં હાડકાં દેખાતાં ન હતાં તે હવે દેખાઈ આવે છે.

  3. ખરેખર, તેનો આત્મા કબરની પાસે છે, અને તેનું જીવન નાશ કરનારાઓની નજીક છે.

  4. માણસને શું કરવું સારું છે તે બતાવવાને, હજારો સ્વર્ગદૂતોમાંથી એક દૂત, મધ્યસ્થી તરીકે તેની સાથે હોય,

  5. અને તે દૂત તેના પર દયાળુ થઈને ઈશ્વરને કહે છે કે, ‘આ માણસને કબરમાં જતાં અટકાવો; કારણ કે, તેના બચાવ કરવાની રકમ મને મળી છે,’

  6. હે યહોવાહ, મારા ઈશ્વર, મેં તમને સહાયને માટે અરજ કરી અને તમે મને સાજો કર્યો છે.

  7. હે યહોવાહ, હું તમારા ઉપર આધાર રાખું છું; મારી જરા પણ બદનામી થવા દેતા નહિ. તમારા ન્યાયીપણાથી મારું રક્ષણ કરો.

  8. મારું સાંભળો; ઉતાવળથી મને છોડાવો; તમે મારે માટે મજબૂત ગઢ તથા મારા બચાવને માટે કિલ્લો થાઓ.

  9. કેમ કે તમે મારા ખડક અને કિલ્લો છો; માટે તમારા નામની ખાતર મને દોરવણી આપો અને મને ચલાવો.

  10. મારા શત્રુઓએ પાથરેલી ગુપ્ત જાળમાંથી મને બચાવો, કારણ કે તમે મારો આશ્રય છો.

  11. હું મારો આત્મા તમારા હાથમાં સોંપુ છું; હે યહોવાહ, સત્યના ઈશ્વર, તમે મારો ઉદ્ધાર કર્યો છે.

  12. જુઠા દેવોની પૂજા કરનારને હું ધિક્કારું છું, પણ હું યહોવાહ પર ભરોસો રાખું છું.

  13. હું તમારી દયાથી આનંદ કરીશ તથા હરખાઈશ, કેમ કે તમે મારું દુ:ખ જોયું છે; તમે મારા આત્માની વિપત્તિઓ જાણી છે.

  14. તમે મને શત્રુઓના હાથમાં સોંપ્યો નથી. તમે મારા પગ વિશાળ જગ્યા પર સ્થિર કર્યા છે.

  15. પણ, જ્યારે તેઓ બીમાર હતા, ત્યારે હું ટાટ પહેરતો; હું ઉપવાસથી મારા જીવને દુઃખી કરતો અને મારી પ્રાર્થના મારા હૃદયમાં પાછી આવતી હતી.

  16. બીમારીના બિછાના પર યહોવાહ તેનો આધાર થશે; તેની માંદગીમાં તેનાં દુ:ખ લઈને તેને સાજો કરશે.

  17. કારણ કે તે તને શિકારીના સર્વ ફાંદાઓથી અને નાશકારક મરકીથી બચાવશે.

  18. તે પોતાનાં પીંછાથી તને ઢાંકશે અને તેમની પાંખો નીચે આશ્રય મળશે. તેમની સત્યતા ઢાલ તથા બખતર છે.

  19. રાત્રે જે ભય લાગે છે તેથી અથવા તો દિવસે ઊડનાર તીરથી,

  20. અથવા અંધકારમાં ચાલનાર મરકીથી કે, બપોરે મહામારીથી તું બીશ નહિ.

  21. તારી બાજુએ હજાર અને તારે જમણે હાથે દશ હજાર માણસો પડશે, પણ તે તારી પાસે આવશે નહિ.

  22. હે મારા આત્મા, યહોવાહને સ્તુત્ય માન અને મારા ખરા અંતઃકરણ, તેમના પવિત્ર નામને સ્તુત્ય માન.

  23. હે મારા આત્મા, યહોવાહને સ્તુત્ય માન, અને તેમના સર્વ ઉપકારો તું ભૂલી ન જા.

  24. તે તારાં સઘળાં પાપ માફ કરે છે; અને તારા સર્વ રોગ મટાડે છે.

  25. તેઓ પોતાના બળવાખોર માર્ગોમાં મૂર્ખ હતા તથા પોતાના પાપથી સંકટમાં આવી પડ્યા.