મુખ્ય સામગ્રી પર જાઓ

Paul વિશે બાઇબલની કલમો

619 કલમો · 103 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. કેમ કે દાઉદ તો પોતાના જમાનામાં ઈશ્વરની ઇચ્છા પ્રમાણે સેવા કરીને ઊંઘી ગયો, અને તેને પોતાના પૂર્વજોની બાજુમાં દફનાવવામાં આવ્યો, અને તેનો દેહ સડો પામ્યો.

  2. પણ જેમને ઈશ્વરે મૃત્યુમાંથી સજીવન કર્યા, તેમના દેહને સડો લાગ્યો નહિ.

  3. ¶ એ માટે, ભાઈઓ, તમને માલૂમ થાય કે, એમના દ્વારા પાપોની માફી છે; તે તમને પ્રગટ કરવામાં આવે છે.

  4. અને જે બાબતો વિષે મૂસાના નિયમશાસ્ત્રથી તમે ન્યાય કરી શક્યા નહિ, તે સર્વ વિષે દરેક વિશ્વાસ કરનાર તેમના દ્વારા ન્યાયી ઠરે છે.

  5. ¶ માટે સાવધાન રહો, રખેને પ્રબોધકોના લેખમાંનું આ વચન તમારા ઉપર આવી પડે કે,

  6. ‘ઓ તિરસ્કાર કરનારાઓ, તમે જુઓ, અને આશ્ચર્ય અનુભવો અને નાશ પામો; કેમ કે તમારા દિવસોમાં હું એવું કાર્ય કરવાનો છું કે, તે વિષે કોઈ તમને કહે, તો તમે તે માનશો જ નહિ.’

  7. ¶ અને તેઓ ભક્તિસ્થાનમાંથી બહાર આવતા હતા ત્યારે લોકોએ વિનંતી કરી કે, ‘આવતા વિશ્રામવારે એ વચનો ફરીથી અમને કહી સંભળાવજો’.

  8. કેમ કે અમને પ્રભુએ એવો હુકમ આપ્યો છે કે, “મેં તમને બિનયહૂદીઓને સારુ અજવાળા તરીકે ઠરાવ્યાં છે કે તમે પૃથ્વીના અંતભાગ સુધી ઉદ્ધાર સિદ્ધ કરનારા થાઓ.”

  9. ¶ એ સાંભળીને બિનયહૂદીઓએ ખુશ થઈને ઈશ્વરનું વચન મહિમાવાન માન્યું; અને અનંતજીવનને સારુ જેટલાં નિર્માણ કરાયેલા હતા તેટલાંએ વિશ્વાસ કર્યો.

  10. તે આખા પ્રદેશમાં પ્રભુની વાત ફેલાઈ ગઈ.

  11. ¶ પણ યહૂદીઓએ ધાર્મિક તથા કુલીન મહિલાઓને, તથા શહેરના અધિકારીઓને ઉશ્કેરીને પાઉલ તથા બાર્નાબાસને કાઢી મૂક્યા.

  12. પણ પોતાના પગની ધૂળ તેઓની વિરુદ્ધ ખંખેરીને તેઓ ઈકોનિયા ગયા.

  13. ¶ ઈકોનિયામાં તેઓ બંને યહૂદીઓના સભાસ્થાનમાં ગયા, અને એવી રીતે બોલ્યા કે ઘણાં યહૂદીઓએ તથા ગ્રીક લોકોએ વિશ્વાસ કર્યો.

  14. પણ અવિશ્વાસી યહૂદીઓએ બિનયહૂદીઓને ઉશ્કેરીને તેઓનાં મનમાં ભાઈઓની સામે ઉશ્કેરાટ ઊભો કર્યો.

  15. ¶ તેથી તેઓ લાંબા સમય સુધી ત્યાં રહીને પ્રભુની સહાયથી હિંમતથી બોલતા રહ્યા અને પ્રભુએ તેઓની મધ્યે ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો થવા દઈને પોતાની કૃપાના વચનના સમર્થનમાં સાક્ષી આપી.

  16. પણ શહેરના લોકોમાં ભાગલા પડ્યા, કેટલાક યહૂદીઓના પક્ષમાં રહ્યા અને કેટલાક પ્રેરિતોના પક્ષમાં રહ્યા.

  17. ¶ તેઓનું અપમાન કરવા તથા તેઓને પથ્થરે મારવા સારુ જયારે બિનયહૂદીઓએ તથા યહૂદીઓએ પોતાના અધિકારીઓ સહિત યોજના કરી.

  18. ત્યારે તેઓ તે જાણીને લુકાનિયાનાં શહેરો લુસ્ત્રા તથા દેર્બેમાં તથા આસપાસના પ્રાંતોમાં વિખેરાઈ ગયા;

  19. ¶ લુસ્ત્રામાં એક અપંગ માણસ બેઠેલો હતો, તે જન્મથી જ અપંગ હતો અને કદી ચાલ્યો ન હતો.

  20. તેણે પાઉલને બોલતાં સાંભળ્યો. પાઉલે તેની તરફ એક નજરે જોઈ રહીને તથા તેને સાજો થવાનો વિશ્વાસ છે,

  21. એ જાણીને મોટે સ્વરે કહ્યું કે, ‘તું પોતાને પગે સીધો ઊભો રહે.’ ત્યારે તે કૂદીને ઊભો થયો અને ચાલવા લાગ્યો.

  22. ¶ પાઉલે જે ચમત્કાર કર્યો હતો તે જોઈને લોકોએ લુકાનિયાની ભાષામાં મોટે સ્વરે કહ્યું કે, માણસોનું રૂપ ધારણ કરીને દેવો આપણી પાસે ઊતરી આવ્યા છે.

  23. તેઓએ બાર્નાબાસને ઝૂસ માન્યો, અને પાઉલને હેર્મેસ માન્યો, કેમ કે પાઉલ મુખ્ય બોલનાર હતો.

  24. ઝૂસનું મંદિર એ શહેરની બહાર હતું તેનો પૂજારી બળદો તથા ફૂલના હાર શહેરના દરવાજાએ લાવીને લોકો સાથે બલિદાન ચઢાવવા ઇચ્છતો હતો.

  25. ¶ પણ બાર્નાબાસ તથા પાઉલ તથા પ્રેરિતોએ તે વિષે સાંભળ્યું ત્યારે તેઓએ પોતાનાં વસ્ત્રો ફાડ્યાં, અને લોકોમાં દોડીને મોટે સ્વરે કહ્યું કે,