Skip to content

Necromancy વિશે બાઇબલની કલમો

17 કલમો · 2 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

  1. મોહિની લગાડનાર કે મૂઠ મારનાર, ઈલમી કે ભૂવો હોય.

  2. ¶ શોકના સમયમાં અમે તેમાંથી કંઈ પણ ખાધું નથી અને અશુદ્ધ થઈને અમે તેમાંથી કંઈ રાખી મૂક્યું નથી. વળી મૂએલાંને સારું તેમાંથી કંઈ આપ્યું નથી; અમે યહોવાહ અમારા ઈશ્વરની વાણી સાંભળીને જે સર્વ આજ્ઞા તમે અમને આપી છે તે પ્રમાણે કર્યું છે.

  3. તેથી શાઉલે પોતાના ચાકરોને કહ્યું, “મૃતક સાથે વાત કરી શકે તેવી સ્ત્રીને મારે સારુ શોધી લાવો. મારે તેની સલાહ લેવી છે.” તેના ચાકરોએ તેને કહ્યું,” એક સ્ત્રી એન-દોરમાં છે. જે મૃતક સાથે વાત કરી શકે છે.”

  4. ¶ શાઉલે વેષ બદલવા માટે જુદાં વસ્ત્રો પહેર્યા. અને તે તથા તેની સાથે બે માણસો રાત્રે તે સ્ત્રીની પાસે ગયા. તેણે તેને કહ્યું, “કૃપા કરી, તારી મંત્ર વિધા વડે મૃતકની મદદથી મારે માટે ભવિષ્ય જો અને જેનું નામ હું તને કહું તેને મારે માટે હાજર કર.”

  5. તે સ્ત્રીએ તેને કહ્યું કે, “જો, શાઉલે શું કર્યું છે તે તું જાણે છે કે તેણે મૃતક સાથે વાત કરનારા તથા જાદુગરોને દેશમાંથી નાબૂદ કર્યા છે. તો તું મારા જીવને જોખમમાં કેમ પાડે છે? શું મને મારી નાખવા?”

  6. શાઉલે તેની આગળ ઈશ્વરના સોગન ખાઈને કહ્યું, “આ કૃત્યને લીધે તારે કશું અહિત થશે નહિ.”

  7. ¶ ત્યારે તે સ્ત્રીએ કહ્યું, “હું કોને તારી પાસે ઊઠાડી લાવું?” શાઉલે કહ્યું, “મારી પાસે શમુએલને બોલાવી લાવ.”

  8. જયારે તે સ્ત્રીએ શમુએલને જોયો ત્યારે તેણે મોટી બૂમ પાડી. અને શાઉલને કહ્યું, “તેં મને કેમ છેતરી છે? તું તો શાઉલ છે.”

  9. ¶ રાજાએ તેને કહ્યું, “બીશ નહિ. તું શું જુએ છે?” તે સ્ત્રીએ શાઉલને કહ્યું, “હું એક દેવને ભૂમિમાંથી ઉપર આવતો જોઉં છું.”

  10. તેણે સ્ત્રીને કહ્યું, “તે કેવો દેખાય છે?’ સ્ત્રીએ જવાબ આપ્યો, ‘એક વૃદ્ધ પુરુષ ઉપર આવે છે; તેણે ઝભ્ભો પહેરેલો છે.” શાઉલે સમજી ગયો કે તે શમુએલ છે, તેણે પોતાનું માથું ભૂમિ સુધી નમાવીને પ્રણામ કર્યા.

  11. ¶ શમુએલે શાઉલને કહ્યું, “શા માટે તું મને ઉઠાડીને હેરાન કરે છે?” શાઉલે કહ્યું, “હું ઘણો દુઃખી છું, કેમ કે પલિસ્તીઓ મારી વિરુદ્ધ યુદ્ધ કરે છે, ઈશ્વરે મને છોડી દીધો છે, પ્રબોધકો અથવા સ્વપ્ન દ્વારા મને ઉત્તર મળતા નથી. તેથી મેં તને બોલાવ્યો છે, કે મારે શું કરવું તે તું મને જણાવે.”

  12. ¶ શમુએલે કહ્યું, “જો ઈશ્વરે તને તજી દીધો છે અને તે તારા શત્રુ થયા છે; તો પછી તું મને શા માટે પૂછે છે?

  13. જેમ ઈશ્વર મારી મારફતે બોલ્યા તેમ તેમણે તને કર્યું છે. કેમ કે ઈશ્વરે તારા હાથમાંથી રાજ્ય ખૂંચવી લઈને તેને કોઈ બીજાને એટલે દાઉદને આપ્યું છે.

  14. ¶ કેમ કે તેં ઈશ્વરની વાણી માની નહિ, તેમના સખત ક્રોધનો અમલ અમાલેક ઉપર કર્યો નહિ, એ માટે ઈશ્વરે આજે તારી આ દશા કરી છે.

  15. વળી, ઈશ્વર તારી માફક ઇઝરાયલને પણ પલિસ્તીઓના હાથમાં સોંપશે. કાલે તું તથા તારા દીકરાઓ મારી સાથે હશો; ઈશ્વર ઇઝરાયલના સૈન્યને પણ પલિસ્તીઓના હાથમાં સોંપશે.”

  16. ¶ તેઓ તમને કહેશે, “ભૂવાઓ અને જાદુગરની પાસે જાઓ,” ધીમે અવાજે બડબડનાર જાદુગરની પાસે જઈને ખબર કાઢો. પણ શું તેઓએ પોતાના ઈશ્વરની પાસે જઈને ખબર નહિ કાઢવી? શું જીવતાંની ખાતર મરેલાં પાસે ખબર કાઢવા જવું?

  17. તને નીચે પાડવામાં આવશે અને તું ભૂમિમાંથી બોલશે; ધૂળમાંથી તારી ધીમી વાણી સંભળાશે. તારો અવાજ ભૂમિમાંથી સાધેલા અશુદ્ધ આત્માનાં જેવો આવશે અને તારો બોલ ધીમે સ્વરે ધૂળમાંથી આવશે.