મુખ્ય સામગ્રી પર જાઓ

Idolatry વિશે બાઇબલની કલમો

447 કલમો · 205 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. તે વિષે તમને ખબર પડે કે તમે તે વિષે સાંભળો તો તમે તે વિષે કાળજીપૂર્વક તપાસ કરો. જો એ વાત સાચી અને ચોક્કસ હોય કે, એવું ઘૃણાસ્પદ કામ ઇઝરાયલમાં બન્યું છે.

  2. ¶ તો એવું અધમ કૃત્ય કરનાર સ્ત્રી કે પુરુષને, એટલે તે જ સ્ત્રી કે પુરુષને નગરના દરવાજા આગળ લાવીને તેમને પથ્થર મારીને મારી નાખો.

  3. પછી તે કહેશે કે, ‘તેઓના દેવો ક્યાં છે, એટલે જે ખડક પર તેઓ ભરોસો રાખતા હતા તેઓ?

  4. જેઓ તમારા બલિની ચરબી ખાતા હતા; જે પેયાર્પણનો દ્રાક્ષારસ પીતા હતા, તે ક્યાં ગયા? તેઓ ઊઠીને તમને મદદ કરે, તેઓ તમારો આશરો થાય!

  5. ¶ ઇઝરાયલી લોકોએ યહોવાહની દ્રષ્ટિમાં જે દુષ્ટ હતું તે કર્યું અને તેઓએ બઆલીમની પૂજા કરી.

  6. અને તેઓના પિતૃઓના જે યહોવાહ તેઓને મિસર દેશમાંથી બહાર લાવ્યા હતા, તેમની સાથેનો સંબંધ તોડી નાખ્યો. તેઓ જે લોકો તેઓની આસપાસ હતા તેઓના દેવો પાછળ ગયા. જઈને તેઓ આગળ નમ્યાં. તેઓએ યહોવાહને ક્રોધિત થવાને ઉશ્કેર્યા.

  7. તેમણે યહોવાહની સાથેનો સંબંધ તોડી નાખીને બઆલ તથા દેવી આશ્તારોથની પૂજા કરી.

  8. ¶ હવે ઈશ્વરનો કોશ પલિસ્તીઓના હાથમાં આવ્યો હતો, તેને તેઓ એબેન-એઝેરમાંથી આશ્દોદમાં લાવ્યા.

  9. પલિસ્તીઓએ ઈશ્વરનો કોશ, દાગોનના મંદિરમાં લાવીને દાગોનની પાસે મૂક્યો.

  10. જયારે બીજે દિવસે આશ્દોદીઓ વહેલી સવારે ઊઠ્યા, ત્યારે, જુઓ, દાગોને ઈશ્વરના કોશ આગળ ભૂમિ પર ઊંધો પડેલો હતો. તેથી તેઓએ દાગોનને લઈને તેના અસલ સ્થાને પાછો બેસાડ્યો.

  11. ¶ બીજે દિવસે તેઓ વહેલી સવારે ઊઠ્યા, ત્યારે પણ, ઈશ્વરના કોશ આગળ દાગોન ભૂમિ પર ઊંધો પડેલો હતો. દાગોનનું શિર તથા તેના બન્ને હાથો દરવાજાના ઉંબરા ભાંગી પડેલાં હતાં. કેવળ દાગોનનું ધડ રહ્યું હતું.

  12. ¶ સુલેમાન સિદોનીઓની દેવી આશ્તારોથનો તથા આમ્મોનીઓના ધિક્કારપાત્ર મિલ્કોમ દેવનો પૂજારી થયો.

  13. આ રીતે સુલેમાને ઈશ્વરની દ્રષ્ટિમાં અઘટિત કાર્ય કર્યું અને તેના પિતા દાઉદની જેમ તે સંપૂર્ણ હૃદયથી ઈશ્વરને અનુસર્યા નહિ.

  14. ¶ પછી સુલેમાને મોઆબના ધિક્કારપાત્ર દેવ કમોશ માટે અને આમ્મોનીઓના ધિક્કારપાત્ર દેવ મોલેખ માટે યરુશાલેમની નજીક આવેલા પર્વત પર એક ઉચ્ચસ્થાન બંધાવ્યું.

  15. તેણે પોતાની સર્વ વિદેશી પત્નીઓ માટે પણ એમ જ કર્યું. તેઓ પોતપોતાના દેવોની આગળ ધૂપ બાળતી તથા યજ્ઞ કરતી હતી.

  16. હોશિયાને કારકિર્દીને નવમે વર્ષે આશ્શૂરના રાજાએ સમરુન જીતી લીધું, તે આશ્શૂરમાં ઇઝરાયલીઓને લઈ આવ્યો. તેણે તેમને હલાહમાં, ગોઝાન નદી પર આવેલા હાબોરમાં તથા માદીઓના નગરમાં રાખ્યા.

  17. ¶ આમ થવાનું કારણ એ હતું કે, ઇઝરાયલના લોકોએ તેઓને મિસરના રાજા ફારુનના હાથ નીચેથી છોડાવી મિસર દેશમાંથી બહાર કાઢી લાવનાર પોતાના ઈશ્વર યહોવાહ વિરુદ્ધ પાપ કર્યું હતું. લોકોએ બીજા દેવોની સેવા કરી હતી.

  18. અને જે પ્રજાઓને યહોવાહે કાઢી મૂકી હતી તે પ્રજાઓના વિધિઓ પ્રમાણે તથા ઇઝરાયલના રાજાઓએ કરેલા વિધિઓ પ્રમાણે તેઓ ચાલ્યા.

  19. ¶ ઇઝરાયલી લોકોએ ઈશ્વર યહોવાહની વિરુદ્ધ જે સારા ન હતાં તેવાં કામ ગુપ્ત રીતે કર્યાં. તેઓએ પોતાનાં બધાં નગરોમાં, ચોકીદારોના કિલ્લાથી તે કોટવાળા નગર સુધી ઉચ્ચસ્થાનો બાંધ્યાં.

  20. તેઓએ દરેક ઉચ્ચસ્થાન પર અને લીલાં વૃક્ષ નીચે સ્તંભો અને અશેરીમ મૂર્તિઓ ઊભી કરી હતી.

  21. ¶ યહોવાહે જે પ્રજાઓને તેની આગળથી કાઢી મૂકી હતી, તે લોકોની જેમ ત્યાં તેઓ બધાં ઉચ્ચસ્થાનો પર ધૂપ બાળતા હતા. ઇઝરાયલીઓ દુષ્ટ કામો કરીને યહોવાહને ગુસ્સે કરતા હતા;

  22. તેઓ મૂર્તિઓની પૂજા કરતા હતા, જેના વિષે યહોવાહે તેઓને કહ્યું હતું, “તમારે આ કામ કરવું નહિ.”

  23. ¶ તેમ છતાં યહોવાહે ઇઝરાયલને અને યહૂદિયાને દરેક પ્રબોધક અને દરેક દ્રષ્ટા દ્વારા જાહેર કર્યું હતું કે, “તમારા દુષ્ટ માર્ગોથી પાછા ફરો, જે નિયમશાસ્ત્ર મેં તમારા પિતૃઓને ફરમાવ્યું હતું, જે મેં મારા સેવક પ્રબોધકો દ્વારા તમારી પાસે મોકલ્યું હતું, તે પ્રમાણે મારી આજ્ઞાઓ તથા વિધિઓ તમે પાળો.”

  24. ¶ પણ તેઓએ યહોવાહનું સાંભળ્યું નહિ; પણ તેઓના જે પિતૃઓ પોતાના ઈશ્વર પર ભરોસો રાખતા નહોતા, તેઓના જેવા તેઓ વધારે હઠીલા થઈ ગયા હતા.

  25. તેઓએ તેઓના પિતૃઓ સાથે કરેલા યહોવાહના વિધિઓ અને કરારનો, તેમ જ યહોવાહે તેઓને આપેલા સાક્ષ્યોનો ત્યાગ કર્યો હતો. તેઓ વ્યર્થ બાબતોની પાછળ ચાલીને નકામા થઈ ગયા. તેઓની આસપાસ રહેનાર પ્રજાઓ કે જેઓના વિષે યહોવાહે ફરમાવ્યું હતું કે તેઓનું અનુકરણ ન કરવું, પણ તેઓએ તેઓનું અનુકરણ કર્યું.