મુખ્ય સામગ્રી પર જાઓ

circa 1446–1406 BC

The Wilderness Years

Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.

2,247 કલમો · 2 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. પુનર્નિયમ ૨૭:૨૦આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ ‘જે કોઈ માણસ પોતાના પિતાની પત્ની સાથે વ્યભિચાર કરે તો તે શાપિત થાઓ, કેમ કે, તેણે પોતાના પિતાની નિવસ્ત્રતા જોઈ.’ અને બધા લોકો કહે, ‘આમીન.’”

  2. પુનર્નિયમ ૨૭:૨૧આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ ‘જે કોઈ માણસ કોઈ પણ પ્રકારના પશુંની સાથે કુકર્મ કરે તો તે શાપિત થાઓ.’ અને બધા લોકો કહે, ‘આમીન.’”

  3. પુનર્નિયમ ૨૭:૨૨આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ ‘જો કોઈ માણસ પોતાની બહેન સાથે, પોતાના પિતાની દીકરી, પોતાની માતાની દીકરી સાથે કુકર્મ કરે તો તે શાપિત થાઓ.’ અને બધા લોકો કહે, ‘આમીન.’”

  4. પુનર્નિયમ ૨૭:૨૩આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ ‘જે કોઈ માણસ તેની સાસુ સાથે કુકર્મ કરે તો તે શ્રાપિત થાઓ.’ અને બધા લોકો કહે, ‘આમીન.’”

  5. પુનર્નિયમ ૨૭:૨૪આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ ‘જે કોઈ માણસ પોતાના પડોશીને ગુપ્ત રીતે મારી નાખે તો તે શાપિત થાઓ.’ અને બધા લોકો કહે, ‘આમીન.’”

  6. પુનર્નિયમ ૨૭:૨૫આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ ‘જે કોઈ માણસ નિર્દોષ માણસને મારી નાખવા માટે લાંચ લે તો તે માણસ શાપિત થાઓ.’ અને બધા લોકો કહે, ‘આમીન.’

  7. પુનર્નિયમ ૨૭:૨૬આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ‘જે કોઈ માણસ આ નિયમના શબ્દોનું પાલન ન કરે તો તે માણસ શાપિત થાઓ.’ અને બધા લોકો કહે, ‘આમીન.’”

  8. પુનર્નિયમ ૨૮:૧આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ જો યહોવાહ તમારા ઈશ્વરનો અવાજ કાળજીથી સાંભળીને જે આજ્ઞાઓ હું આજે તને ફરમાવું છું તે સર્વ પાળીને તેને અમલમાં મૂકો, તો યહોવાહ તમારા ઈશ્વર તમને પૃથ્વીની બીજી જાતિઓ ઉપર શ્રેષ્ઠ દેશજાતિ તરીકે સ્થાપિત કરશે.

  9. પુનર્નિયમ ૨૮:૨આશરે ઈ.પૂ. ૧૪૫૧

    જો તમે યહોવાહ તમારા ઈશ્વરનો અવાજ સાંભળશો, તો આ બધા આશીર્વાદ તમારા ઉપર આવશે અને તમને મળશે.

  10. પુનર્નિયમ ૨૮:૩આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ તમે નગરમાં આશીર્વાદિત થશો, ખેતરમાં તમે આશીર્વાદિત થશો.

  11. પુનર્નિયમ ૨૮:૪આશરે ઈ.પૂ. ૧૪૫૧

    તમારાં સંતાન, તમારી ભૂમિનું ફળ, તમારાં પશુનું ફળ, તમારાં ઘેટાંબકરાં તથા અન્ય જાનવરોના બચ્ચાં આશીર્વાદિત થશે.

  12. પુનર્નિયમ ૨૮:૫આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ તમારી ફળની ટોપલી તથા તમારા ગૂંદવાની વાસણ આશીર્વાદિત થશે.

  13. પુનર્નિયમ ૨૮:૬આશરે ઈ.પૂ. ૧૪૫૧

    તમે અંદર આવતાં અને બહાર જતાં આશીર્વાદિત થશો.

  14. પુનર્નિયમ ૨૮:૭આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ યહોવાહ તમારા ઉપર હુમલો કરવા આવનાર શત્રુઓને પરાજિત કરશે; તમારી સામે તેઓ એક માર્ગેથી આવશે તો પણ તમારી સામેથી સાત માર્ગે નાસી જશે.

  15. પુનર્નિયમ ૨૮:૮આશરે ઈ.પૂ. ૧૪૫૧

    યહોવાહ તમારા ભંડારોમાં અને જેમાં તમે હાથ નાખો છો તે સર્વમાં અને જે દેશ યહોવાહ તમારા ઈશ્વર તમને આપે છે તેમાં તમને આશીર્વાદ આપશે.

  16. પુનર્નિયમ ૨૮:૯આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ જો તમે યહોવાહ તમારા ઈશ્વરની આજ્ઞાઓ પાળીને તેમના માર્ગોમાં ચાલશો. તો જેમ, યહોવાહે તમારી આગળ સમ ખાધા છે તેમ તે તમને પોતાની પવિત્ર પ્રજા તરીકે સ્થાપશે.

  17. પુનર્નિયમ ૨૮:૧૦આશરે ઈ.પૂ. ૧૪૫૧

    પૃથ્વીના સર્વ લોક જોશે કે, યહોવાહના નામ પરથી તમારું નામ પડેલું છે. અને તેઓ તમારાથી બીશે.

  18. પુનર્નિયમ ૨૮:૧૧આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ અને જે દેશ તમને આપવા અંગે યહોવાહે તમારા પિતૃઓ આગળ સમ ખાધા હતા, તેમાં તમારાં સંતાનો વિષે, તમારાં જાનવરોના બચ્ચા વિષે તથા તમારી ભૂમિના ફળ વિષે તમને ઘણાં જ આબાદ કરશે.

  19. પુનર્નિયમ ૨૮:૧૨આશરે ઈ.પૂ. ૧૪૫૧

    તમારા દેશ પર મોસમમાં વરસાદ મોકલવા માટે અને તમારા હાથનાં કામ પર આશીર્વાદ આપવા માટે યહોવાહ તમારા માટે અખૂટ ભંડાર એટલે આકાશ ઉઘાડશે; અને તમે ઘણી દેશજાતિઓને ઉછીનું આપશો પણ તમારે ઉછીનું લેવું નહિ પડે.

  20. પુનર્નિયમ ૨૮:૧૩આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ અને યહોવાહ તમને સર્વના અગ્રેસર બનાવશે, પણ પૂંછ નહિ. અને તમે ઉપર જ રહેશો નીચે નહિ. જો યહોવાહ તમારા ઈશ્વરની આજ્ઞાઓ જે આજે હું તમને ફરમાવું છું તેઓને તમે લક્ષ આપીને પાળો અને અમલમાં લાવો,

  21. પુનર્નિયમ ૨૮:૧૪આશરે ઈ.પૂ. ૧૪૫૧

    અને જે વચનો આજે હું તમને કહું છું તેઓમાંના કોઈથી જો તમે ડાબે કે જમણે ફરી જઈને અન્ય દેવોની સેવા કરવા તેઓની પાછળ નહિ જાઓ, તો તે પ્રમાણે થશે.

  22. પુનર્નિયમ ૨૮:૧૫આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ યહોવાહ તમારા ઈશ્વરની વાણી ન સાંભળતાં તેમની જે સર્વ આજ્ઞાઓ તથા કાયદાઓ જે આજે હું તમને ફરમાવું છું તેઓને તમે પાળીને તમે અમલમાં નહિ મૂકો, તો એમ થશે કે, આ સર્વ શાપ તમારા પર આવીને તમને પકડી પાડશે.

  23. પુનર્નિયમ ૨૮:૧૬આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ તમે નગરમાં શાપિત થશો અને ખેતરમાં શાપિત થશો.

  24. પુનર્નિયમ ૨૮:૧૭આશરે ઈ.પૂ. ૧૪૫૧

    તમારી ફળની ટોપલી તથા તમારો ગૂંદવાનો વાસણ શાપિત થશે.

  25. પુનર્નિયમ ૨૮:૧૮આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ તમારા સંતાનો તથા તમારી ભૂમિના ફળ, તમારી ગાયોનો વિસ્તાર તથા તમારા ઘેટાંબકરાંના બચ્ચાં શાપિત થશે.