મુખ્ય સામગ્રી પર જાઓ

circa 1446–1406 BC

The Wilderness Years

Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.

2,247 કલમો · 2 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. પુનર્નિયમ ૨૬:૧૪આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ શોકના સમયમાં અમે તેમાંથી કંઈ પણ ખાધું નથી અને અશુદ્ધ થઈને અમે તેમાંથી કંઈ રાખી મૂક્યું નથી. વળી મૂએલાંને સારું તેમાંથી કંઈ આપ્યું નથી; અમે યહોવાહ અમારા ઈશ્વરની વાણી સાંભળીને જે સર્વ આજ્ઞા તમે અમને આપી છે તે પ્રમાણે કર્યું છે.

  2. પુનર્નિયમ ૨૬:૧૫આશરે ઈ.પૂ. ૧૪૫૧

    તમે તમારા પવિત્ર રહેઠાણમાંથી એટલે સ્વર્ગમાંથી નીચે જોઈ અને તમારી ઇઝરાયલી પ્રજા તેમ જ અમારા પિતૃઓની આગળ સમ ખાધા હતા તે પ્રમાણે જે ભૂમિ તમે અમને આપી છે એટલે દૂધ તથા મધથી રેલછેલવાળો દેશ આપ્યો છે તેના પર આશીર્વાદ આપો.

  3. પુનર્નિયમ ૨૬:૧૬આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ આજે યહોવાહ તમારા ઈશ્વર તમને આ નિયમો અને હુકમો પાળવાની આજ્ઞા કરે છે; માટે તમે તમારા પૂરા હૃદયથી તથા પૂરા જીવથી તેને પાળો તથા અમલમાં મૂકો.

  4. પુનર્નિયમ ૨૬:૧૭આશરે ઈ.પૂ. ૧૪૫૧

    તમે આજે યહોવાહને તમારા ઈશ્વર તરીકે સ્વીકાર્યાં છે. તમે તેમના માર્ગમાં ચાલશો તથા તેમના કાયદાઓ, આજ્ઞાઓ અને નિયમો પાળશો અને તેમની વાણી સાંભળશો.

  5. પુનર્નિયમ ૨૬:૧૮આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ અને યહોવાહે તમને જે વચન આપ્યું હતું તે પ્રમાણે તેમણે કબૂલ કર્યું છે કે, તમે તેમના પસંદ કરેલા લોક છો તેથી તમારે તેમની સર્વ આજ્ઞાઓ પાળવી.

  6. પુનર્નિયમ ૨૬:૧૯આશરે ઈ.પૂ. ૧૪૫૧

    અને જે દેશજાતિઓને તેમણે ઉત્પન્ન કરી છે તે સર્વના કરતાં તમને મહાન પ્રજા બનાવશે અને તમને માન-પ્રતિષ્ઠા અને આદર પ્રાપ્ત થશે. અને યહોવાહે આપેલા વચન પ્રમાણે તમે યહોવાહ તમારા ઈશ્વરની પવિત્ર પ્રજા થશો.

  7. પુનર્નિયમ ૨૭:૧આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ અને મૂસાએ તથા ઇઝરાયલના આગેવાનોએ લોકોને આજ્ઞા આપી કે, “જે આજ્ઞાઓ આજે હું તમને બધાને ફરમાવું છું તે સર્વ પાળો.

  8. પુનર્નિયમ ૨૭:૨આશરે ઈ.પૂ. ૧૪૫૧

    જયારે તમે યર્દન નદી ઓળંગીને જે દેશ યહોવાહ તમારા ઈશ્વર તમને આપે છે તેમાં તમે જાઓ ત્યારે તમારે પોતાને સારુ મોટા પથ્થર ઊભા કરીને તેના પર ચૂનાનો લેપ મારજો.

  9. પુનર્નિયમ ૨૭:૩આશરે ઈ.પૂ. ૧૪૫૧

    પાર ઊતર્યા પછી આ નિયમના સર્વ શબ્દો તેના પર તમારે લખવા. તમે યહોવાહ તમારા ઈશ્વર તમને જે દેશ આપે છે એટલે કે દૂધ તથા મધથી રેલછેલવાળો દેશ, યહોવાહ તમારા પિતૃઓના ઈશ્વરે તમને આપેલા વચન પ્રમાણે તમને આપે છે, તેમાં તમે જાઓ.

  10. પુનર્નિયમ ૨૭:૪આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ જયારે તમે યર્દન પાર કરી રહો, ત્યારે આ પથ્થરો જે વિષે હું આજે તમને આજ્ઞા આપું છું તેઓને એબાલ પર્વત પર મૂકવા અને તેના પર ચૂનો લેપ કરવો.

  11. પુનર્નિયમ ૨૭:૫આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ત્યાં તમારે યહોવાહ તમારા ઈશ્વરના નામે પથ્થરની વેદી બાંધવી, પણ તમે તે પથ્થર પર લોખંડનું હથિયાર વાપરશો નહિ.

  12. પુનર્નિયમ ૨૭:૬આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ તમારે યહોવાહ તમારા ઈશ્વર માટે વેદી બાંધવા સારુ અસલ પથ્થરોનો ઉપયોગ કરવો, તેના ઉપર યહોવાહ તમારા ઈશ્વર માટે દહનીયાર્પણ ચઢાવવાં.

  13. પુનર્નિયમ ૨૭:૭આશરે ઈ.પૂ. ૧૪૫૧

    તમારે શાંત્યર્પણો ચઢાવીને ત્યાં ખાવું; તમારે યહોવાહ તમારા ઈશ્વરની સમક્ષ આનંદ કરવો.

  14. પુનર્નિયમ ૨૭:૮આશરે ઈ.પૂ. ૧૪૫૧

    પથ્થરો ઉપર તારે નિયમના બધા શબ્દો સ્પષ્ટ રીતે લખવા.”

  15. પુનર્નિયમ ૨૭:૯આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ મૂસાએ તથા લેવી યાજકોએ સર્વ ઇઝરાયલને કહ્યું, “હે ઇઝરાયલ શાંત રહો અને સાંભળો. આજે તમે યહોવાહ તમારા ઈશ્વરની પ્રજા થયા છે.

  16. પુનર્નિયમ ૨૭:૧૦આશરે ઈ.પૂ. ૧૪૫૧

    તે માટે તમારે યહોવાહ તમારા ઈશ્વરનો અવાજ સાંભળવો, આજે હું તમને જે આજ્ઞાઓ અને કાનૂનો ફરમાવું છું તેનું પાલન કરવું.”

  17. પુનર્નિયમ ૨૭:૧૧આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ તે જ દિવસે મૂસાએ તે લોકોને આજ્ઞા આપીને કહ્યું,

  18. પુનર્નિયમ ૨૭:૧૨આશરે ઈ.પૂ. ૧૪૫૧

    “યર્દન નદી પાર કર્યા પછી લોકોને આશીર્વાદ આપવા, શિમયોન, લેવી, યહૂદા, ઇસ્સાખાર, યૂસફ તથા બિન્યામીન કુળો ગરીઝીમ પર્વત પર ઊભાં રહે.

  19. પુનર્નિયમ ૨૭:૧૩આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ રુબેન, ગાદ, આશેર, ઝબુલોન, દાન તથા નફતાલીનાં કુળો શાપ આપવા એબાલ પર્વત પર ઊભાં રહે.

  20. પુનર્નિયમ ૨૭:૧૪આશરે ઈ.પૂ. ૧૪૫૧

    લેવીઓ જવાબ આપીને મોટે અવાજે સર્વ ઇઝરાયલના માણસોને કહે.

  21. પુનર્નિયમ ૨૭:૧૫આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ ‘જે માણસ કોતરેલી કે ગાળેલી ધાતુની એટલે કારીગરના હાથે બનેલી પ્રતિમા, જે યહોવાહને ઘૃણાસ્પદ લાગે છે તે બનાવીને તેને ગુપ્તમાં ઊભી કરે તે શાપિત હો.’ અને બધા લોકો જવાબ આપીને કહે, ‘આમીન.’”

  22. પુનર્નિયમ ૨૭:૧૬આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ ‘જે કોઈ માણસ પોતાના પિતા કે માતાનો અનાદર કરે તો તે શાપિત થાઓ.’ અને બધા લોકો કહે, ‘આમીન.’”

  23. પુનર્નિયમ ૨૭:૧૭આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ ‘જે કોઈ માણસ પોતાના પડોશીની જમીનની સીમાનું નિશાન હઠાવે તો તે શાપિત થાઓ.’ અને બધા લોકો કહે, ‘આમીન.’”

  24. પુનર્નિયમ ૨૭:૧૮આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ ‘જે કોઈ માણસ અંધ વ્યક્તિને રસ્તાથી દૂર ભમાવે તો તે શાપિત થાઓ.’ અને બધા લોકો કહે, ‘આમીન.’”

  25. પુનર્નિયમ ૨૭:૧૯આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ ‘જે કોઈ માણસ પરદેશી, અનાથ કે વિધવાનો અન્યાય કરે તો તે શાપિત થાઓ.’ અને બધા લોકો કહે, ‘આમીન.’”